ડોંગરેજી મહારાજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ડોંગરેજી મહારાજ

ડોંગરેજી મહારાજ જાણીતા વક્તા અને ભાગવત કથાકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૨૬ (વિક્રમ સંવત ૧૯૮૨ની ફાગણ સુદ ત્રીજ, સોમવાર[૧])ના રોજ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યનાં ઈંદોરમાં થયો હતો. તેમની માતાનું નામ કમલાતાઇ તથા પિતાજીનું નામ કેશવ ડોંગરે હતું. તેઓ વડોદરામાં મોટા થયા હતા.

ડોંગરેજી મહારાજ એક પ્રખર વક્તા અને ભાગવત કથાકાર હતા. તેમણે અમદાવાદના સંન્યાસ આશ્રમ તથા કાશીમાં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર, અમદાવાદમાં કરી.

નડીઆદના સંતરામ મંદિરમાં તેમણે ૮ નવેમ્બર ૧૯૯૦ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. અજ્ઞાત. "ડોંગરેજી મહારાજનું જીવન". dongrejimaharaj.com.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]