ઢાંચો:પ્રસ્તુત લેખ/કોરોના

વિકિપીડિયામાંથી

ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો (COVID-19 કે કોરોનાવાયરસ રોગ) એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે.

કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૮,૪૧૯ (૮ જુલાઇ ૨૦૨૦) લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે જે પૈકી ૨૭,૩૧૩ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને ૯૧૧૧ સારવાર હેઠળ છે. ગુજરાત રાજ્યમાં આજ સુધીમાં આ રોગને કારણે ૧,૯૯૫ લોકોના મૃત્યુ થયા છે.

નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસ નામના વિષાણુને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ૨૦૧૯-૨૦માં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. ગુજરાતમાં ૧૯મી માર્ચ સુધી કોઈ પણ સકારાત્મક (પોઝીટીવ) રીપોર્ટ આવ્યો ન હતો. સુરતમાં એક ૨૧ વર્ષની છોકરી કે જે ન્યુ યોર્કથી આવેલી હતી અને રાજકોટમાં એક વ્યક્તિ કે જે મદીનાથી આવી હતા તેમના પરિક્ષણમાં આ વિષાણુનો ચેપ જોવા મળ્યો હતો. ત્યારબાદ ૨૦મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં અન્ય બે પરિક્ષણોના પરિણામોમાં પણ આ વિષાણુ નોંધાયા હતા; જેમાં બધા જ રોગગ્રસ્ત લોકો વિદેશથી પ્રવાસ કરી આવ્યાં હતાં. ૨૧મી માર્ચે આ સંખ્યા વધીને ૧૩ થઈ હતી અને તેમાંથી ૧૨ લોકો વિદેશનો પ્રવાસ કરીને આવ્યાં હતાં.

(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''" 
(**short introductory statement**) [[સર્જક:**name**|]]. 
(**Summary statement about work**)
''
[[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**snippet of starting text of work**)
</div>
:('''[[**pagename**|Read on...]]''')