ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ

વિકિપીડિયામાંથી
ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ
જન્મની વિગત(1903-10-22)22 October 1903
આણંદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન આણંદ, ગુજરાત, ભારત)
મૃત્યુ3 June 1994(1994-06-03) (ઉંમર 90)
ગુજરાત, ભારત
પુરસ્કારોરેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૩)
પદ્મભૂષણ (૧૯૬૪)

ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ (૨૨ ઓક્ટોબર ૧૯૦૩ - ૩ જૂન ૧૯૯૪), ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક હતા. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દુધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ યુનિયનની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમ જ આણંદ તાલુકા મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

જીવન[ફેરફાર કરો]

ત્રિભુવનદાસજીનો જન્મ ઓક્ટોબર ૨૨, ૧૯૦૩ના દિવસે, આણંદ શહેરમાં, કીશીભાઈ પટેલના ઘરે થયો હતો. તેઓ ભારત દેશની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધી તેમ જ સરદાર પટેલના અનુયાયી બન્યા હતા. તેઓએ સત્યાગ્રહી તરીકે ૧૯૩૦, ૧૯૩૫ તેમ જ ૧૯૪૨ના વર્ષમાં જેલવાસ પણ ભોગવ્યો હતો.[૧]

તેઓ ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે ઓળખાય છે અને શ્વેત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે.

૧૯૪૦ સુધીમાં, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં, ખેડા જિલ્લામાં ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું. યુનિયનની સ્થાપના કર્યા બાદ, ૧૯૫૦મા તેમણે વર્ગીસ કુરિયન નામના યુવાન મેનેજરને નોકરીએ રાખ્યા. કુરીયનના વર્ષ ૨૦૦૫ સુધીના સહકારી ચળવળના સફળ નેતૃત્વના કારણે તેઓ અમૂલના પર્યાયી બની ગયા.[૨]

ત્રિભોવનદાસ પટેલને ૧૯૬૩માં, દારા ન. ખુરોદ્ય અને વર્ગીસ કુરિયન સાથે સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામા આવ્યા હતા[૧] અને ભારત સરકારે ૧૯૬૪ મા પદ્મભૂષણથી નવાજ્યા હતા.[૩]

તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ/પ્રમુખ (પીસીસી), ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (કોંગ્રેસ આઇ), અને બે વખત રાજ્યસભામાં સભ્ય (૧૯૬૭-૧૯૬૮ અને ૧૯૬૮ -૧૯૭૪) રહ્યા હતા.[૪]

સન્માન[ફેરફાર કરો]

  • ૧૯૬૩: રોમન મેગ્સેસે એવોર્ડ[૫] સામુદાયિક નેતૃત્વ માટે.
  • ૧૯૬૪: પદ્મભૂષણ[૬]

પરિવાર[ફેરફાર કરો]

ત્રિભુવનદાસજીનાં લગ્ન શ્રીમતી મણિ લક્ષ્મી સાથે થયાં હતાં. તેઓનાં છ દીકરા તથા દીકરી મળીને કુલ સાત સંતાનો હતાં.

પૂરક વાચન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Biography of Tribhuvandas K. Patel સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૫ ના રોજ વેબેક મશિન Ramon Magsaysay Award Foundation Official website.
  2. Amul : Evolution of Marketing Strategy Marketing Case Studies.
  3. Awards Official listings સંગ્રહિત ૨૦૦૯-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન Govt. of India Portal.
  4. પૂર્વ સદસ્યોની રૂપરેખા સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન રાજ્ય સભા સત્તાવાર વેબસાઇટ. "૨૧/૦૭/૧૯૬૭ - ૦૨/૦૪/૧૯૬૮ અને ૦૩/૦૪/૧૯૬૮ - ૦૨/૦૪/૧૯૭૪, ગુજરાત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ."
  5. "Amul remembers Tribhuvandas on his birth anniversary". Indian Cooperative. 23 October 2019. મેળવેલ 10 March 2021.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]