દાદા ભગવાન

વિકિપીડિયામાંથી
દાદા ભગવાન
જન્મ૭ નવેમ્બર ૧૯૦૮ Edit this on Wikidata
તરસાલી Edit this on Wikidata
મૃત્યુ૨ જાન્યુઆરી ૧૯૮૮ Edit this on Wikidata
વ્યવસાયલેખક Edit this on Wikidata
વેબસાઇટhttp://www.dadabhagwan.org/ Edit this on Wikidata

દાદા ભગવાન (૭ નવેમ્બર ૧૯૦૮ - ૨ જાન્યુઆરી ૧૯૮૮, મૂળ નામ અંબાલાલ મુલજીભાઇ પટેલ) ગુજરાત, ભારતના એક આધ્યાત્મિક નેતા હતા. તેઓને દાદાશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અક્રમ વિજ્ઞાન ચળવળની સ્થાપના કરી હતી. તેઓ નાનપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. ૧૯૫૮ માં "આત્મ-અનુભૂતિ" પ્રાપ્ત કરતા તેમણે બોમ્બેમાં ડ્રાય ડોક્સમાં રખરખાવ કરનાર કંપનીના કોન્ટ્રાક્ટર તરીકેનો ધંધો છોડી દીધો અને પોતાના આધ્યાત્મિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના જ્ઞાનને અનુસરતી ચળવળ અક્રમ વિજ્ઞાન ચળવળ તરીકે પશ્ચિમ ભારત અને વિદેશમાં ફેલાઈ છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

અંબાલાલ મુલજીભાઇ પટેલ (એ.એમ. પટેલ) નો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૮ ના રોજ વડોદરા (હાલ ગુજરાતમાં, ભારત) નજીક તરસાલી નામના ગામમાં થયો હતો. તેમના માતાપિતા, મુળજીભાઇ અને ઝવેરબા, વૈષ્ણવ પાટીદારો હતા. તેઓ મધ્ય ગુજરાતના ભાદરણ નામના ગામમાં ઉછર્યા. એ.એમ.પટેલે તેમની અંદર અહિંસા, સહાનુભૂતિ, નિઃસ્વાર્થ ઉદારતા અને આધ્યાત્મિક તપશ્ચર્યાના મૂલ્યોની પ્રારંભિક શિક્ષા માટે તેમની માતાને શ્રેય આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે તે તેર વર્ષના હતા ત્યારે એક સંત દ્વારા તેમને આશીર્વાદ મળ્યો હતો કે તેઓ મુક્તિ પ્રાપ્ત કરશે. તેમણે ૧૯૨૪ માં હીરાબા નામની સ્થાનિક ગામની યુવતી સાથે લગ્ન કર્યા. તેમના બાળકો (૧૯૨૮ અને ૧૯૩૧ માં જન્મેલા) જન્મ પછીના કેટલાક મહિનાઓમાં જ મૃત્યુ પામ્યા હતા, જેથી તેમના કોઈ બાળકો હયાત ન હતા. આ સમયગાળા દરમિયાન, તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામના જૈન સાધુના લખાણોથી પણ પ્રભાવિત થયા, જે ગૃહસ્થ, ધાર્મિક શિક્ષક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ હતા. જેમના જ્ઞાને નવી ધાર્મિક ચળવળને પ્રેરણા આપી. તેમણે હંગામી બ્રહ્મચર્યનું પાલન કરવાનું શરૂ કર્યું અને બાદમાં આજીવન બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કર્યું. તેઓ વ્યવસાયે ઠેકેદાર હતા. તે મુંબઈ સ્થળાંતરીત થયા જ્યાં તેમણે પટેલ એન્ડ કું કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. કંપની મુંબઈ બંદરમાં ડ્રાય ડોક્સનું રખરખાવ અને સમારકામ કરતી હતી.[૧][૨][૩]

દાદા ભગવાન[ફેરફાર કરો]

તેમણે જૂન ૧૯૫૮ માં સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૩ પર બેંચ પર બેસતી વખતે આત્મ-અનુભૂતિ પ્રાપ્ત કરવાનો દાવો કર્યો હતો. તે લગભગ ૬ વાગ્યાનો સમય હતો અને તે ૪૮ મિનિટ ચાલ્યો હતો. જો કે આ વાત શરૂઆતમાં તેમના દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. [૧][૨]

તેમના તે અનુભવ પછી, નજીકના કોઈ સબંધીએ તેમને દાદા ("આદરણીય દાદા" માટે એક ગુજરાતી શબ્દ) એ આધ્યાત્મિક નામથી સંબોધન કરવાનું શરૂ કર્યું અને પછી ભગવાન તેમનું આધ્યાત્મિક નામ બન્યું. તેમના આત્મ-અનુભૂતિને આત્માની અંદરના ભગવાનની અથવા આત્માના નિર્મળ સ્વરૂપની, કે શરીર સ્વરૂપ લેતો પરમાત્માની ઓળખ તરીકે પણ વર્ણવવામાં આવે છે. તે આત્માને તેમણે પાછળથી તેમણે દાદા ભગવાન તરીકે સંબોધ્યા. તેમણે પોતાને પટેલ અને આત્માને દાદા ભગવાન તરીકે ઓળખાવી ભેદ પાડ્યો હતો.[૧]

તેમણે આધ્યાત્મિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યવસાય ભાગીદારોને સોંપી દીધો. તેમણે કંપનીના શેરના ડિવિડન્ડ પર જીવન નિર્વાહ ચાલુ રાખ્યો. તેમણે તેમના ગૃહસ્થ જીવનને ચાલુ રાખ્યું કારણ કે તેમના શિક્ષણ અનુસાર મુક્તિ મેળવવા સંસાર ત્યાગ કરવાની અથવા સંન્યાસની જરૂર નથી.[૧]

અક્રમ વિજ્ઞાન ચળવળ[ફેરફાર કરો]

દાદા ભગવાન એક આંદોલન શરૂ કર્યું જેને તેમણે અક્રમ વિજ્ઞાન ચળવળ એવું નામ આપ્યું. જૈન સિદ્ધાંતો અનુસાર એક પછી એક પગલા ભરી આત્મ શુદ્દ્વી મેળવાય એ માન્યતાથી વિરૂદ્ધ અક્રમ વિજ્ઞાન સિમંધર સ્વામીની કૃપાથી ત્વરિત મુક્તિનું વચન આપે છે, જેમના માટે દાદા ભગવાન એક માધ્યમ છે. તેમના અનુયાયીઓ માને છે કે તેઓ મહાવિદેહમાં (જૈન બ્રહ્માંડવિદ્યામાં વર્ણવેલ એક પૌરાણિક ભૂમિ) બે ભવ જન્મ લેશે, અને ત્યાંથી તેઓ મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરશે કારણ કે તેઓ જ્ઞાની સાથે સંપર્કમાં છે. ફ્લુગેલ આ આંદોલનને જૈન-વૈષ્ણવ દર્શનના સમ્મુચય સ્વરૂપ તરીકે ગણે છે, જે બૌદ્ધ ધર્મના મહાયાન ફિરકાની સમાન છે.[૧][૩]

શરૂઆતમાં, તેમણે પોતાના અનુભવો લોકો સમક્ષ જાહેર કર્યા ન હતા, પરંતુ તેમના કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રો તેમને જાણતા હતા. ૧૯૬૨ માં, તેમની સાથે વાતચીત દરમિયાન, યુગાન્ડાના ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિને અચાનક આત્મ-અનુભૂતિ થઈ. આવા અનુભવને પરંપરાગત જૈન ધર્મમાં ક્ષાયક સમ્યત્વ તરીકે વર્ણવવામાં આવે છે જે ફક્ત તીર્થંકરની હાજરીમાં જ પ્રાપ્ત થાય છે. કનુભાઇ કે. પટેલ બીજા વ્યક્તિ હતા, (તે તેમના વ્યવસાયિક ભાગીદાર પણ હતા), જેમણે દાદા ભગવાન પાસેથી ૧૯૬૩ માં ત્વરિત જ્ઞાન મેળવ્યું હતું.[૧]

ચળવળનું વિસ્તરણ[ફેરફાર કરો]

૧૯૬૨ અને ૧૯૬૮ ની વચ્ચે, બહુ ઓછા નજીકના લોકોને દાદા ભગવાન દ્વારા "જ્ઞાન" પ્રાપ્ત થયું. ૧૯૬૮ પછી જેમણે વિનંતી કરી, તેમને તેમણે "જ્ઞાન" આપ્યું . જ્ઞાન દાન કે જ્ઞાનવિધિ એ આ આંદોલનનો પાયો છે. તેમણે કહ્યું શરૂઆતમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રની સાથે થયું તેવા લોકોના અભિપ્રાયના ડરથી જ્ઞાન મેળવ્યાની વાત જાહેર કરતા ન હતા, પરંતુ ખંભાતના એક ઋષભ મંદિરની મુલાકાત પછી તેમણે આત્મ જ્ઞાન અન્યને આપવાની જ્ઞાનવિધીને જાહેરમાં કરવાનો નિર્ણય કર્યો. ૧૯૬૮ માં, મુંબઈમાં પ્રથમ જ્ઞાનવિધી યોજવામાં આવી હતી. વર્ષોથી, જ્ઞાનવિધિ વધુ વિસ્તૃત થઈ અને ૧૯૮૩ માં તે તેના વર્તમાન સ્વરૂપમાં આવી. તેઓ આખા વિશ્વમાં આધ્યાત્મિક પ્રવચનો આપતા રહ્યા. તેમણે શાસ્ત્ર કે ક્રિયાકાંડ કરતા જ્ઞાનીનો સંપર્ક સાધી જ્ઞાન મેળાવવા પર ભાર મૂક્યો. તેમના અનુયાયીઓ શરૂઆતમાં તેમના વતન વડોદરા અને મુંબઈમાં ફેલાયેલા હતા. આ આંદોલન ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, પૂર્વ આફ્રિકા, ઉત્તર અમેરિકા અને યુકેમાં ગુજરાતી વસતીઓમાં વિસ્તર્યું. ૧૯૮૩માં, તેમણે આશરે ૫૦,૦૦૦ અનુયાયીઓ નોંધ્યા હતા.[૧][૩]

૨ જાન્યુઆરી ૧૯૮૮ ના રોજ તેમનું અવસાન થયું ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં લગભગ ૬૦,૦૦૦ અનુયાયીઓ હાજર રહ્યા હતા.[૧][૨][૪]

માન્યતા[ફેરફાર કરો]

૨૦૧૨ માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિસત ક્રોસરોડ અને સાબરમતી ક્રોસરોડ વચ્ચેના રસ્તાને પૂજ્ય દાદા ભગવાન રોડ અને ઝુંડાલ ચોકને દાદા ભગવાન ચોક તરીકે નામ આપ્યું હતું.[૫]

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

ફ્રેન્ચ-અલ્જેરિયાના દિગ્દર્શક સલીમ ખાસા દ્વારા દિગ્દર્શિત ૨૦૧૨ ની સ્વતંત્ર ફિલ્મ ડેસ્પરેટ એન્ડેવર્સમાં ગુલશન ગ્રોવરે દાદા ભગવાનનું પાત્ર ભજવ્યું હતું.[૬][૭]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

દાદા ભગવાન નીચે આપેલા પુસ્તકો હવે અંગ્રેજીમાં ભાષાંતર કરેલા છે:

પૂરક વાચન[ફેરફાર કરો]

  • Dada Bhagwan (7 May 2015). Autobiography Of Gnani Purush A. M. Patel. Dada Bhagwan Aradhana Trust. ISBN 978-81-89725-09-9.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Flügel, Peter (2005). King, Anna S.; Brockington, John (સંપાદકો). Present Lord: Simandhara Svami and the Akram Vijnan Movement (PDF). The Intimate Other: Love Divine in the Indic Religions. New Delhi: Orient Longman. પૃષ્ઠ 194–243. ISBN 9788125028017.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Jani, Suresh B. (2011-06-29). "દાદા ભગવાન – અંબાલાલ મૂળજીભાઈ પટેલ" [Dada Bhagwan – Ambalal Muljibhai Patel]. Gujarati Pratibha Parichay (Gujaratiમાં). મેળવેલ 2017-03-21.CS1 maint: unrecognized language (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Wiley, Kristi L. (17 June 2009). The A to Z of Jainism. Scarecrow Press. પૃષ્ઠ 167–168. ISBN 978-0-8108-6337-8.
  4. Dada Bhagwan (2 April 2015). Adjust Everywhere: Conflict Resolution. Dada Bhagwan Aradhana Trust. પૃષ્ઠ 5–10. ISBN 978-81-89725-00-6.
  5. John, Paul (10 May 2012). "The Ahmedabad Municipal Corporation (AMC) has christened a stretch on SP Ring road and a circle after a revered saint Dada Bhagwan. The standing committee passed a resolution on Thursday renaming the stretch between Visat crossroads and Sabarmati crossroads as Pujya Dada Bhagwan road while the Zundal circle has been named as Dada Bhagwan circle". The Times of India. મેળવેલ 21 March 2017.
  6. "Gulshan Grover plays a Godman". The Times of India. 17 August 2011. મેળવેલ 21 March 2017.
  7. "Gulshan Grover wins best actor at NY fest". Hindustan Times. 26 August 2011. મેળવેલ 21 March 2017.