સિમંધર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સિમંધર
Simandhar Swami
Shri Simandhar Swami
વર્ણશ્વેત
વ્યક્તિગત માહિતી
વડીલો
 • શ્રેયાન્સ (પિતા)
 • સત્યકી (માતા)

સિમંધર સ્વામીએ જૈન માન્યતા અનુસાર વિહરમાન (જીવંત) તીર્થંકર છે, તેઓ જે અરિહંત છે, જે વર્તમાન સમયમાં અનુસાર અન્ય વિશ્વમાં હાજર હોવાનું કહેવાય છે.

જૈનમત અનુસાર તેમનું રહેઠાણ[ફેરફાર કરો]

તીર્થંકર સિમંધર સ્વામી,જૈન બ્રહ્માંડ અનુસાર મહાવિદેહ ક્ષેત્રમાં, ( જૈન બ્રહ્માંડવિજ્ઞાન જુઓ) માં રહે છે. [૧] [૨] [૩]

જૈન માન્યતા અનુસાર કાળચક્રના બે ભાગ છે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ. તે દરેકના પાંચ ભાગ પડે છે જેને આરો કહેવાય છે. હાલમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે અને આ કાળ ખંડમાં ભરત ક્ષેત્રમાં તીર્થંકરોનો જન્મ થતો નથી. . [૪] [૫] ભરત ક્ષેત્ર (વર્તમાન વિશ્વમાં) પર હાજર સૌથી તાજેતરના તીર્થંકર મહાવીર સ્વામી હતા. ઇતિહાસકારોના અંદાજ મુજબ તેઓ ઈ. પૂ ૫૯૯-૫૨૭ દરમ્યાન હયાત હતા અને ૨૪ તીર્થંકરોના ચક્રમાં તેઓ અંતિમ તીર્થંકર હતા. [૬] [૫]

મહાવીદ ક્ષેત્રમાં , ચોથા આરા જેવી સ્થિતિ (કાલ ચક્રમાં આધ્યાત્મિક રીતે ઉન્નત સમય) કાયમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં તીર્થંકરો અવિરત જન્મતાજ રહે છે. [૭] [૪] એવા કુલ ૫ મહાવિદેહ ક્ષેત્ર છે, જે દરેકે ભિન્ન ભુખંડ છે. હાલમાં, દરેક મહાવીદ ક્ષેત્રમાં ચાર તીર્થંકરો રહે છે. આમ કુલ ૨૦ તીર્થંકરો રહે છે, સિમંધર સ્વામી તેમાંના એક છે. [૨] [૮]

જૈન પરંપરા અનુસાર જીવનચરિત્ર[ફેરફાર કરો]

સિમંધર સ્વામી એક વિહરમાન જીવંત તીર્થંકર છે, તેઓ અરિહંત સ્વરૂપે વિચરે છે, જૈન બ્રહ્માંડ અનુસારના મહાવિદેહ નામના ક્ષેત્રમાં તેઓ વિચરે છે. [૯] [૧૦] અરિહંત તીર્થંકર સિમંધર સ્વામી હાલમાં ૧૫૦,૦૦૦ પૃથ્વી વર્ષ (મહાવીદ ક્ષેત્રના ૪૯ વર્ષ)ની ઉંમર ધરાવે છે, અને તેમનું હજી ૧૨૫,૦૦૦ પૃથ્વી વર્ષનું આયુષ્ય બાકી છે. [૧૧] [૧૨] મહાવિદેેહ ક્ષેત્ર પરના ૩૨ ભૌગોલિક વિભાગ પૈકીના એક, પુષ્પક્લાવતી રાજ્યની રાજધાની પુન્ડરીકગિરી શહેરમાં રહે છે. [૨] [૧૩] [૧૨] પુંડરીકગિરીમાં રાજા શ્રેયાન્સનું સાશન છે, તેઓ સિમંધર સ્વામીના પિતા છે. તેની માતા રાણી સત્યકી છે. રાણી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે તેમણે ચૌદ શુભ સપનાનું જોયાં હતાં જે દર્શાવે છે કે તેઓ તીર્થંકરને જન્મ આપશે. [૧૪] [૧૫] સિમંધર સ્વામીનો જન્મજાત જાતિસ્મરણ અને જ્ઞાનના ત્રણ વર્ણો સહિત જન્મ્યા હતા. તે જ્ઞાન છે:

 • મતિ જ્ઞાન (જુઓ જૈન પૌરાણિક વિજ્ઞાન ), 5-અર્થના ક્ષેત્રનો જ્ઞાન
 • શ્રુત જ્ઞાન (જુઓ જૈન પૌરાણિક વિજ્ઞાન ), સંચારના તમામ સ્વરૂપોનું જ્ઞાન
 • અવધિ જ્ઞાન (જુઓ જૈન એપીસ્ટિમોલોજી ), ભવિષ્યનું જ્ઞાન [૫]

એક પુખ્ત વ્યક્તિ તરીકે, તેમણે રુકમણિ દેવી સાથે લગ્ન કર્યા અને પછી, પાછળથી દુન્વયી સંસારનો ત્યાગ કરી સંયમ (દીક્ષા) અંગીકાર કર્યો. [૧૪]

સિમંધર સ્વામીની ઊંચાઇ ૫૦૦ ધનુષ્ય છે, લગભગ ૧,૫૦૦ ફૂટ, જેને મહાવિદેહ ક્ષેત્રના લોકોની સરેરાશ ઊંચાઈ ગણવામાં આવે છે. [૨]

મુખ્ય મંદિરો[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

 1. Natubhai Shah 2004.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ University, Jain, Mahavideh Kshetra, Jain University, archived from the original on 16 May 2012, https://web.archive.org/web/20120516172440/http://www.jainuniversity.org/PDFs/eng-lib/2.3.pdf 
 3. Darshan, Jain. "Mahavideh Kshetra" (PDF). Jain Darshan.
 4. ૪.૦ ૪.૧ Jainism, My. "Kaal Chakra" (PDF). My Jainism. the original (PDF) માંથી 2 December 2013 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ Jaini 1998.
 6. "Jain Meditation". the original માંથી 27 April 2012 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 7. Tirthankaras, Jain. "24 Tirthankaras". Jain Tirthankaras.
 8. Atmadharma.com. "Adhyatma Pravachanratnatray" (PDF). Atmadharma.com.
 9. Pravin K Shah.
 10. Umich. "Arihants". Umich.edu.
 11. http://www.trimandir.org/lord-simandhar-swami/about-simandhar-swami/
 12. ૧૨.૦ ૧૨.૧ Gnani Purush Dadashri 2005.
 13. Gyan, Jain. "Mahavideh Kshetra". Jain Gyan. the original માંથી 3 December 2013 પર સંગ્રહિત. Retrieved 27 November 2013. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 14. ૧૪.૦ ૧૪.૧ World, Jain. "Simandhar Swami". Jain World. Retrieved 25 November 2013. Check date values in: |accessdate= (મદદ)
 15. Dalal, Deepika, Arihant Simandhar Swami, JAINA, p. 3, http://c.ymcdn.com/sites/www.jaina.org/resource/resmgr/Religious_Article/Arihant_Simandhar_Swami.pdf 

સંદર્ભ[ફેરફાર કરો]