ધબક

વિકિપીડિયામાંથી
ધબક
સંપાદક(કો)રશીદ મીર
વર્ગસાહિત્ય
આવૃત્તિત્રિમાસિક
બંધારણPrint
સ્થાપકરશીદ મીર
સ્થાપના વર્ષ૧૯૯૧
દેશભારત
મુખ્ય કાર્યાલયવડોદરા
ભાષાગુજરાતી

ધબકગુજરાત, ભારતમાંથી પ્રકાશિત થતું ગુજરાતી ભાષાનું ત્રિમાસિક ગઝલ સામયિક છે. તેનું સંપાદન રશીદ મીર દ્વારા કરવામાં આવે છે. તે ગુજરાતી ગઝલના વિકાસ, પ્રચાર અને તેના સ્વરૂપને સમર્પિત છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

ધબકની સ્થાપના ૧૯૯૧માં[૨]:૨૬૦ રશિદ મીર દ્વારા ગુજરાતી લેખક જયંત પાઠકના સૂચનથી કરવામાં આવી હતી. પ્રવિણ દરજીએ પત્રિકાનું નામ સૂચવ્યું હતું.[૩] ‘ગઝલને જ વરેલું ત્રૈમાસિક’ એ તેનો મુદ્રાલેખ છે.[૨]:૨૬૧

વિષયવસ્તુ[ફેરફાર કરો]

ધબક ગઝલ, વિવેચન અને ગઝલસંગ્રહની સમીક્ષા, જીવનચરિત્ર અને ગઝલકારોની મુલાકાતો પ્રકાશિત કરે છે. તે ઉર્દૂ ગઝલના કવિઓ અને તેમની કૃતિઓ પર પણ મહત્વપૂર્ણ લેખો પ્રકાશિત કરે છે. ‘પ્રયોગશીલ ગઝલ વિશેષાંક’ (સપ્ટેમ્બર ૧૯૯૨), ‘ફારસી કાવ્યશાસ્ત્ર વિશેષાંક’ (માર્ચ ૧૯૯૫), ‘શૂન્ય પાલનપુરી વિશેષાંક’ (જૂન ૧૯૯૯) એ તેના ખૂબ જ આવકાર પામેલા ગઝલ વિશેષાંકો છે.[૨]:૨૬૦

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આપણા સામયિકો". Aksharnaad.com. 29 June 2012. મેળવેલ 10 March 2016.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જાદવ, વિનાયક (2015). ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ : પ્રવાહો અને પ્રયોગો. અમદાવાદ: ડૉ. વિનાયક જાદવ. પૃષ્ઠ 424. ISBN 978-93-83814-46-6.
  3. હસિત મહેતા (2012). સાહિત્યિક સામયિકો : પરંપરા અને પ્રભાવ. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 136. ISBN 978-93-82456-01-8.