રશીદ મીર

વિકિપીડિયામાંથી
રશીદ મીર
૬ નવેમ્બર, ૨૦૧૬ના રોજ અમદાવાદના આત્મ સભાગૃહમાં મીર.
૬ નવેમ્બર, ૨૦૧૬ના રોજ અમદાવાદના આત્મ સભાગૃહમાં મીર.
જન્મનું નામ
રશીદ કમાલુદ્દીન મીર
જન્મરશીદ કમાલુદ્દીન મીર
(1950-06-01) 1 June 1950 (ઉંમર 73)
ઠાસરા, પડલ, ખેડા
મૃત્યુ૧૧ મે ૨૦૨૧[૧]
વડોદરા
વ્યવસાયકવિ, વિવેચક, સંપાદક, સંશોધક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
 • એમ.એ.
 • પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારગઝલ
નોંધપાત્ર સર્જનો
 • ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા
નોંધપાત્ર પુરસ્કારોશયદા પુરસ્કાર (૨૦૦૩)
સક્રિય વર્ષો૧૯૬૮ - ૨૦૨૧
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધ૧૯૪૨ પછી ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા
માર્ગદર્શકલવકુમાર દેસાઈ

રશીદ મીર (૧ જૂન ૧૯૫૦ - ૧૧ મે ૨૦૨૧[૧]) એ ગુજરાતી ભાષાના ગઝલકાર, વિવેચક, સંપાદક અને સંશોધનકાર હતા.

તેઓ ગુજરાતી ગઝલ પત્રિકા ધબકના સ્થાપક સંપાદક હતા. તેમની નોંધપાત્ર કૃતિઓમાં સાત સૂકાં પાંદડા (૧૯૯૩), ગઝલનું પરિપેક્ષ્ય (૧૯૯૫), ઠેસ (૧૯૯૮) અને અધખુલા દ્વાર (૧૯૯૯)નો સમાવેશ થાય છે. ધ ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈએ ગુજરાતી ગઝલ કવિતામાં તેમના યોગદાન બદલ તેમને શયદા પુરસ્કાર (૨૦૦૩) એનાયત કર્યો હતો.[૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

મીરનો જન્મ ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં પિતા કમાલુદ્દીન મીર અને માતા હલીમા મીરને ત્યાં થયો હતો. તેમણે ૧૯૬૮માં શારદા મંદિર હાઇસ્કૂલ, મેનપુરાથી એસએસસી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૭૩માં બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૭૫માં સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડીઆદથી ગુજરાતી સાહિત્ય વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૮૦માં તેમણે એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાંથી બી.એડ.ની પદવી પૂર્ણ કરી. ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા શોધનિબંધ માટે તેમને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

મીરે વડોદરાની એમ.ઇ.એચ. ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની લેખન કારકિર્દીની શરૂઆત ૧૯૬૮માં ગાલિબ, ફૈઝ, જીગર મોરાદાબાદી અને કાલિદાસના પ્રભાવથી કરી હતી. તે જ વર્ષે, તેમની ગઝલ પહેલીવાર ગુજરાતી સામયિક જય જય માં પ્રકાશિત થઈ. તેમણે મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી, વડોદરાના વહીવટકર્તા તરીકે ફરજ બજાવી હતી અને દર મંગળવારે ગુજરાત સમાચારમાં ગુલછડી કટાર લખતા હતા. તેઓ ગુજરાતી ગઝલ પત્રિકા ધબકના સ્થાપક સંપાદક છે.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ઠેસ ૧૯૮૫માં પ્રકાશિત થયો હતો, ત્યારબાદ ચિત્કાર (૧૯૮૭), સાત સૂકાં પાંદડા (૧૯૯૩), ખાલી હાથનો વૈભવ (૧૯૯૬), અધખુલા દ્વાર (૧૯૯૯), રૂબરૂ (૨૦૦૨) અને લાપતાની શોધ (૨૦૧૦) તેમના અગત્યના ગઝલસંગ્રહો છે.[૩]

વિવેચન[ફેરફાર કરો]

ગઝલ પરના તેમના વિવેચનો;

 • ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા (૧૯૯૦; પીએચ.ડી. શોધનિબંધ )
 • ગઝલનું પરિપ્રેક્ષ્ય (૧૯૯૫)
 • આપણા ગઝલસર્જકો (૧૯૯૬)
 • ગઝલ વિવક્ષા (૨૦૦૦)
 • ગઝલ વિલોકન (૨૦૦૧)
 • ગઝલ લોક (૨૦૦૮)
 • જીગર મુરાદાબાદી (૨૦૦૨)
 • ફૈઝ અહેમદ ફૈઝ (૨૦૦૫)
 • ગઝલ વંચના (૨૦૧૫)

સંકલન[ફેરફાર કરો]

 • ગઝલનું શીલ અને સૌંદર્ય (૧૯૮૮)
 • ગઝલ્સ ફ્રોમ ગુજરાતી (પસંદ કરેલી ગુજરાતી ગઝલોનો અંગ્રેજી અનુવાદ; ૧૯૯૬)
 • ગઝલ વિમર્શ (૧૯૯૮)
 • સુરાલય (૨૦૦૧)
 • દિવાન-એ-પતીલ (પતીલની અપ્રકાશિત કૃતિઓ; ૨૦૦૩)
 • ગુલછડી ભાગ ૧ (૨૦૧૦)[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "દુખદ:જાણીતા ગઝલકાર ડો.રશીદ મીરનું કોરોના બાદ નિધન". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૨ મે ૨૦૨૧.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ શર્મા, રાધેશ્યામ (2014). સાક્ષરોનો સાક્ષાત્કાર. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 390.
 3. દિનેશ ડોંગરે 'નાદાન'; અશોક જાની 'આનંદ', સંપાદકો (2018). સંધ્યાદીપ. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 1. ISBN 978-93-86685-56-8.