નગેન્દ્ર વિજય
Appearance
નગેન્દ્ર વિજય | |
---|---|
નગેન્દ્ર વિજય, ૨૦૧૩ | |
જન્મની વિગત | |
શિક્ષણ | બી.કોમ. (બોમ્બે યુનિવર્સિટી ૧૯૬૫), રશિયન ડિપ્લોમા (૧૯૬૮), પત્રકારત્વ (૧૯૬૮), માર્કેટિંગ એન્ડ એડવર્ટાઈઝિંગ (૧૯૬૮)[૧] |
વ્યવસાય | પત્રકાર, પ્રકાશક |
જીવનસાથી | દક્ષાબહેન |
સંતાનો | હર્ષલ પુષ્કર્ણા, વિશાલ વાસુ |
માતા-પિતા |
|
નગેન્દ્ર વિજય ગુજરાતી ભાષાના વિજ્ઞાન લેખક, પત્રકાર અને પ્રકાશક છે.[૨] તેમણે અઠવાડિક સમાચારપત્ર ફ્લેશ અને પ્રથમ ગુજરાતી વિજ્ઞાન સામાયિક સ્કોપની શરૂઆત કરેલી અને અનેક પુસ્તકો લખ્યા છે. તેઓ હાલમાં પ્રસિદ્ધ વિજ્ઞાન સામાયિક સફારીના પ્રકાશકનું પદ સંભાળે છે.[૩]
અંગત જીવન
[ફેરફાર કરો]૧૪ વર્ષની ઉંમરથી જ તેમણે લખવાનું શરૂ કર્યું હતું.[૪][૫] તેઓ જાણીતા પત્રકાર અને વિજ્ઞાનલેખક વિજયગુપ્ત મોર્યના પુત્ર છે. તેમના પુત્ર હર્ષલ પુષ્કર્ણા વિજ્ઞાનલેખક છે અને બીજા પુત્ર વિશાલ વાસુ IT કન્સલ્ટન્ટ છે.
પુસ્તકો
[ફેરફાર કરો]- જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર (૪ ભાગ)
- પાસટાઈમ પઝલ્સ (૨ ભાગ)
- હેમ રેડિયો
- હાઇડ્રોપોનિક્સ
- યુદ્ધ '૭૧
- આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ
- વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ ભાગ ૧ થી ૩
- મેથેમેજિક
- સમયસર
- સફારી જોક્સ
- વિસ્મયકારક વિજ્ઞાન
- મોસાદના જાસૂસી મિશનો
- સુપર ક્વિઝ
- કોસ્મોસ
- આસાન અંગ્રેજી
- જાતે બનાવો: મોડેલ વિમાન: ભાગ ૧, ૨
- એક વખત એવું બન્યું...
- ૨૦મી સદી: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ
- પ્રકૃતિ અને પ્રાણીજગત
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Thakkar, Chirag. "Nagendra Vijay Speaking At Sahitya Sarita". મેળવેલ 2018-12-10.
- ↑ Mohan Lal. Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. પૃષ્ઠ ૩૮૯૦. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૬.
- ↑ "Harshal Publications Launches "Safari", Innovative Magazine for Gen Next". Indian Express. ૪ માર્ચ ૨૦૦૮. મૂળ માંથી 2014-07-15 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૦.
- ↑ ખંભાયતા, લલિત (૨૨ ફેબ્રુઆરી ૨૦૧૦). "વિજયગુપ્ત મૌર્ય જીવંત જ્ઞાનકોષને શતાબ્દિવંદન!". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૨૭ માર્ચ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ વિજય, નગેન્દ્ર (૨૦૧૮). "સંપાદકનો પત્ર". સફારી.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |