પંકજ ઉધાસ
પંકજ ઉધાસ | |
---|---|
![]() પંકજ ઉધાસ | |
જન્મની વિગત | મે ૧૭ ૧૯૫૧ |
વ્યવસાય | ગઝલ ગાયક |
વેબસાઇટ | http://www.pankajudhas.com/ |
પંકજ ઉધાસ (જન્મ : ૧૭ મે ૧૯૫૧) ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર છે. તેઓ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરિકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.
પ્રારંભિક જીવન[ફેરફાર કરો]
પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે[૧]. તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.