લખાણ પર જાઓ

પદ્મપ્રભ

વિકિપીડિયામાંથી
પદ્મપ્રભ
૬ઠ્ઠા જૈન તીર્થંકર
પદ્મપ્રભ
અન્વામાં પદ્મપ્રભની મૂર્તિ
અન્ય નામોપદ્મપ્રભુ
ધર્મજૈન ધર્મ
પુરોગામીસુમતિનાથ
અનુગામીસુપાર્શ્વનાથ
પ્રતીકપદ્મ (કમળ)
ઊંચાઈ૨૫૦ ધનુષ્ય (૭૫૦ મીટર)
ઉંમર૩૦,૦૦,૦૦૦ પૂર્વ (211.68 Quintillion years)
વર્ણરાતો, લાલ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
કોશમ્બી, હાલનું કૌશમ્બી જિલ્લો, ઉત્તર પ્રદેશ, ભારત
દેહત્યાગ
સમ્મેત શિખર, હાલનું ગિરિડીહ જિલ્લો, ઝારખંડ, ભારત
માતા-પિતા
  • શ્રીધરા (ધરણા) (પિતા)
  • સુષિમા (માતા)

પદ્મપ્રભ, અથવા પદ્મપ્રભુ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૬ઠ્ઠા તીર્થંકર છે.[] જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.

જૈન માન્યતા પ્રમણે તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં કૌશમ્બીમાં (હાલમાં ઉત્તરપ્રદેશમાં) રાજા શ્રીધર અને રાણી સુષિમાદેવીને ઘેર થયો હતો []

તેમની જન્મ તિથિ કારતક વદ બારસ છે. માગસર વદ અગિયારસના દિવસે તેમણે તેમના ૩૦૮ અનુયાયીઓ સાથે સમ્મેત શિખર પરથી મોક્ષમાં ગયા.

પૂર્વ ભવ

[ફેરફાર કરો]

ઘાતકી ખંડના પૂર્વવિદેહ ક્ષેત્રના વસ્ત દેશમાં મહારાજા અપરજીત સુશિમા નગરમાં રાજ્ય ચલવતા હત. તેઓ સરળ અને ધાર્મિક વ્યક્તિ હતા.ત્યાં વિચરતા અરિહંતની વાણી સાંભળી તેમને વૈરાગ્ય ઉપજ્યો અને તેમણે આચાર્ય પીહિતાશ્રવ પાસે દીક્ષા અંગીકાર કરી. આધ્યાત્મિક ધર્મ કરણીથી તેમણે તીર્થંકર નામ-ગોત્ર-કર્મ ઉપાર્જીત કર્યું. ત્યાં આયુષ્ય પૂર્ણ કરી તેઓ ગ્રવેયક દેવલોકમાં દેવ તરીકે અવતર્યા.

જીવન (જૈન પરંપરા અનુસાર)

[ફેરફાર કરો]

દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, તેઓ રાણી સુષિમાના ગર્ભમાં ઉત્પન્ન થયા. જે કૈશમ્બીના રાજા શ્રીધરના પત્ની હતા. એક દિવસ તેમને કમળના બનેલી ગાદી પર સુવાનો દોહદ ઉત્પન્ન થયો. તે એક તીર્થંકરના ગર્ભવતી રાણીની ઈચ્છ હોવાથી દેવોએ તેવી વ્યવસ્થા કરી. કારતક વદ બારસના દિવસે તેમણે એક પુત્રને જન્મ આપ્યો. નવા જન્મેલ બાળની આછા ગુલાબી રંગની કમળના ફૂલ જેવી આભા હતી. આથી તેમનું નામ પદ્મપ્રભ રાખવામાં આવ્યું (અર્થ કમળ જેવી આભા)

અમુક સમયમાં રાજકુમાર યુવાન બન્યા અને તેમના લગ્ન કરવામાં આવ્યા. તેમના પિતાએ સંસાર છોડી આધાત્મિક જેવન જીવવા પ્રયાણ કર્યો અને પદ્મપ્રભ રાજા બન્યા. લાંબા અને સફળ રાજ્યકારભાર પછી અમુકકાળે તેમના ત્રિકાળ જ્ઞાન અનુસર તેમણે જાણ્યું કે હવે સંસારનો ત્યાગ કરવાનો સમય આવ્યો છે અને તેમણે સંયમ અંગીકાર કર્યો. છમહિને તપસ્યા કર્યા પછી ચૈત્ર સુદ પુનમના દિવસે વડના વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. લોકોમાં સાચા ધર્મનો પ્રસાર કરી તેઓ સમ્મેત શિખર આવ્યા. માગસર વદ અગિયારસના દિવસે તેઓ નિર્વાણ પામ્યા.

પદ્રપ્રભને લાલ કમળના ચિન્હ, છાત્રભ વૃક્ષ,[] મનોવેગ (દિ.) અને મનગુપ્ત (શ્વે.) યક્ષ અને સ્યામા અચ્યુત (શ્વે.) યક્ષી[]સાથે દર્શાવવામાં આવે છે.

જાણીતા મંદિરો

[ફેરફાર કરો]

ચિત્રો

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]