લખાણ પર જાઓ

સુમતિનાથ

વિકિપીડિયામાંથી
સુમતિનાથ
૫મા જૈન તીર્થંકર
રણથંભોર કિલ્લા પરના મંદિરમાં સુમતિ નાથ અને સંભવનાથની મૂર્તિ
માહિતી
અન્ય નામ:સુમતિનાથ
ઐતિહાસિક તારીખ:૧૦Superscript text૨૨૨ વર્ષો પૂર્વ
પરિવાર
પિતા:મેઘરથ
માતા:સુમંગલા
કુળ:ઈક્ષ્વાકુ
સ્થળો
જન્મ:અયોધ્યા
નિર્વાણ:સમ્મેત શિખર
વિશિષ્ઠતાઓ
વર્ણ:સુવર્ણ
લાંછન:Curlew
ઊંચાઈ:૩૦૦ ધનુષ્ય (૯૦૦ મીટર)
મૃત્યુ સમયે આયુ:૪૦૦૦૦૦૦ પૂર્વ (282.24 Quintillion Years Old)
શાસન દેવ
યક્ષ:તુંભ્ર
યક્ષિણી:મહાકાળી

સુમતિનાથ આ અવસર્પિણી કાળના પાંચમાં જૈન તીર્થંકર હતાં.[] સુમતિનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળના અયોધ્યાના રાજા મેઘરાજા અને મંગળા રાણીને ત્યાં વૈશાખ સુદ ૮ ના દિવસે થયો.[]

પૂર્વ ભવ

[ફેરફાર કરો]

પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા વિજય સેન શંખપુરનો રાજા હતો. તેમને પુરુષસિંહ નામે એક પુત્ર હતો. એક સમયે જ્યારે તે ઉદ્યાનમાં ફરવા ગયો હતો ત્યારે તેણે આચાર્ય વિનયનંદન દેવનો ઉપદેશ સાંભળ્યો. તેમના મનમાં વિતરાગ ઉદભવ્યો અને તેમણે સંયમ લીધો.તીવ્ર આધ્યાત્મીક પ્રવૃત્તિઓ અને તપ આદિને કારણે તેમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જીત કર્યું. તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી વિજયંત વિમાનમાં ઉત્પન્ન થયાં. []

તીર્થંકર તરીકેનું જીવન

[ફેરફાર કરો]

વિજયંત દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ અયોધ્યાના રાજા મેઘના પત્ની રાણી મંગલાવતી/ સુમંગલાના ગર્ભમાં ઉત્પન્ન થયાં. રાણીને ગર્ભ રહ્યાના સમાચાર ફેલાતા સમગ્ર અયોધ્યામાં ખુશી ફેલાઈ ગઈ.

માતૃત્વ વિષેના ઝઘડાની વાર્તા

[ફેરફાર કરો]

એક દિવસ બે સ્ત્રીઓ એક નાન બાળકને લઈને ન્યાય માંગવા માટે આવી. એક સ્ત્રીએ પોતાની વાત રાજા સમક્ષ મુકી, "અન્નદાતા! અમે બનેં એક દરિયા ખેડૂ વ્યાપારીઓની પત્ની છીએ. અમારા પતિ અમને બંને, એક બાળક અને અઢળક સંપત્તિ મુકીને પરલોક સીધાવ્યાં છે. આ બાળક મારું છે પણ આ બીજી પત્ની કહે છે કે આ બાળક તેનું છે. આ બધી વાત તે બાળક દ્વારા વારસાગત થયેલ સંપત્તિ હડપવાનું એક કાવતરું છે. મારા નાથ! મને બચાવો. મને મારું બાળ ક અને ન્યાય અપાવો." બીજી પત્ની દ્વારા વર્ણવાયેલી વાત પણ આવી જ હતી. એકબીજા પર દોષો અને આરોપઓનું આરોપણ અને પ્રત્યારોપણ થવા લાગ્યું. બાળકને બંને માતાઓ પ્રત્યે સમાન પ્રેમ હોવાથી તેપણ ખરી માતાને ન દર્શાવી શક્યો. બાળકનો જન્મ કોઈ દૂર ના અજ્ઞાત સ્થલે થયો હતો આથી તેના જન્મ સમયની કોઈ સાક્ષી પણ મોજૂદ ન હતી.હવે રાજા વિમાસણમાં મુકાયા. કેટ કેટલાય સાક્ષીદારો અને ગવાહોને સાંભળ્યાં છતાં પણ તેઓ ન્યાય ન તોળી શક્યાં. ન્યાય કરવામામ્ કોઈ પણ ભૂલ થાય તો નિર્દોશ લોકોને નુકશાન થવાનો ભય હતો. રાજા અને તેમના સર્વ મંત્રીઓ ચિંતિત હતાં. રાત્ર આવી રહી હતી અને રાજાને તેમનું ભોજન લેવાનો સમય નજીક આવી રહ્યો હતો. તેઓએ ચુકાદો મુલ્તવી રાખી મહેલમાં જમવા ગયાં. રાણી એ પૂછ્યું, "સ્વામી, આજે તમે રાત્રિ ભોજનમાટે મોડા પડ્યાં છો.શું વાત છે? શું કોઈ છિંતા અપને સતાવે છે?" રાજા એ બે સ્ત્રીઓ અને તેમના બાળકનો કિસ્સો રાણી ને સાંભળાવ્યો અને કહ્યું, "કોઈ પણ એ કહી શકવા સમર્થ નથી કે કઈ સ્ત્રી બાળકની સાછી માતા છે અને કઈ સ્ત્રી ઢોંગી છે?" રાણી એ હસીને કહ્યું, "હે રાજન્, સ્ત્રીઓનો ઝઘડો એક સ્ત્રીને સુલઝાવવા દો. આ મુદ્દો મારી પાસે મોકલો અને મને તેનો નિકાલ લાવવાની રજા આપો." બીજા દિવસે સવારે રાની પોતે રાજાના દરબારમાં આવ્યાં. તે બંને સ્ત્રીઓ અને તેમના બાળકને રાણી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યાં. બંને સ્ત્રીઓના વર્તનમાં એવો કોઈ પણ ભેદ નહતો કે જેને અનુસરીને ઢોંગ પકડી શકાય. રાની ને એકાએક પ્રેરણા થઈ અને તેમણે કહ્યું, "આ જટિલ પ્રશ્નનો હલ સરળ ન હોઈ શકે. અહીં એક વસ્તુ અને તેના બે દાવેદાર છે. તે વસ્તુ, એક વ્યક્તિ હોવાથી તેના બે ભાગ પણ ન કરી શકાય. આવા સંજોગોમાં મારા હિસાબે આ પ્રશ્નનો એક જ નિકાલ છે કે કોઈ પણ નિવેડા વિના વાત જ્યાં છે ત્યાં ની ત્યાં જ રહેવા દેવામાં આવે. મારા ગર્ભમાં એક ધાર્મિક આત્મા વિકસી રહી છે. જ્યાં સુધી તે જન્મે અને આ પ્રશ્નનો નિવિડો લાવવા સમર્થ બને ત્યાં સુધી રાહ જોઈએ. તે જન્મે ત્યાં સુધી પુત્ર અને મૃતકની સંપત્તિ રાજ્યના કબ્જામાં સુરક્ષિત મુકવામાં આવે. ત્યાંસુધી દાવેદારોએ રાહ જોવી રહી." આ સાંભળીને એક દાવેદારે આ ગોઠવણ માન્ય રાખી જ્યારે બીજો રડવા લાગ્યો. ગુંગળાયેલા અવાજે તેબોલ્યો, "ના ! કૃપા કરે મારા પુત્રને મારાથી અલગ ન કરો. આટલા લાંબા સમય સુધી હું મારા પુત્રથી દૂર નહિ રહી શકું, હું મારો દાવો રદ્દ કરું છું. ભલે બીજી સ્ત્રી મારા પુત્ર અને મારા પતિની સર્વ સંપત્તિ રાખતી. મારી એટલીજ વિનંતિ છે કે મને મારા પુત્રને મળવાની અનુમતિ આપવામાં આવે. હું તેટલાથી જ સંતોષ માનીશ." રાણી તે સાચી માતાના દિલની વેદના અને ચિંતાને ઓળખી કાઢી અને ન્યાય આપ્યો કે, "જે સ્ત્રીએ મરો પ્રસ્તવ માની લીધો એ ધુતારી છે. તેનો લગાવ બાળક સાથે નહિ પણ સંપત્તિ સાથે છે. તેને કેદમાં પુરવામાં આવે. જે સ્ત્રી પોતાનો દાવો છોડ્યો તેજ ખરી માતા છે. બાલ અને સંપત્તિ સસન્માન તેને પાછી સોંપવામાં આવે." આવો ન્યાય સાંભળી દરબારના સૌ લોકો હતપ્રભ થઈ ગયા. ધૂતારી એ પ્રાયશ્તિત કરી ક્ષમાયાચના કરી.[]

Birth and Omniscience

[ફેરફાર કરો]

On the eighth day of the bright half of the month of Vaishakh, the queen gave birth to a son. A wave of peace and goodwill swept the whole world. Appreciating the fact that the marked improvement in wisdom and sense of judgment during the pregnancy was the influence of the presence of the illustrious and pious soul, king Megh named the new born as-Sumati (wisdom or right thinking).

When he became a young man, Sumati Kumar was married, and in due course inherited the kingdom. King Megh became an ascetic. After a long and peaceful reign Sumatinath, too, became an ascetic. He attained omniscience under a Priyangu tree on the eleventh day of the bright half of the month of Chaitra. He established the four pronged religious ford and became a Tirthankar. On the ninth day of the bright half of the month of Chaitra he attained Nirvana at Sammetshikhar[]

  1. ૧.૦ ૧.૧ Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka. p.31
  2. Helen, Johnson (2009) [1931]. Muni Samvegayashvijay Maharaj (સંપાદક). Trisastiśalākāpurusacaritra of Hemacandra: The Jain Saga (English. Trans. From Prakritમાં). Part 1. Baroda: Oriental Institute. ISBN 978-81-908157-0-3. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link) pp.426-32
  3. Helen, Johnson (2009) pp.433-35
  4. Helen, Johnson (2009) pp.435-39

ઢાંચો:Tirthankars Of Jainism