પામેલા ચેટર્જી
પામેલા ચેટર્જી | |
---|---|
પામેલા ચેટર્જી, નારી શક્તિ પુરસ્કાર મેળવતી વખતે. | |
જન્મ | ૧૯૩૦ |
વ્યવસાય | સમાજ સેવક અને લેખિકા |
રાષ્ટ્રીયતા | ભારત |
પામેલા ચેટર્જી એક ભારતીય લેખિકા અને ગ્રામીણ કાર્યકર્તા છે. તેમના પ્રોજેક્ટથી ૬,૨૫,૦૦૦ હેક્ટર જમીનનું પુનઃસ્થાપન થઈ શક્યું હતું. તેમણે ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર, નારી શક્તિ પુરસ્કાર, મેળવ્યો છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લગભગ ૧૯૩૦માં થયો હતો.[૧]
તેઓ ભારતમાં ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં પ્રદેશમાં રહે છે.[૨]
તેમણે, વિશ્વ બેંક ના સમર્થન દ્વારા, ૪,૬૦૦ હેક્ટર જમીનનું પુનઃસ્થાપન કરાવ્યું છે. આ પ્રોજેક્ટ ૯૫ ખેડૂતો સાથે શરૂ થયો હતો, પરંતુ બે વર્ષમાં સહભાગીઓની સંખ્યા વધી છે.[૩] ચળવળમાંની જમીનમાં ખૂબ જ સોડિયમ હતું અને જેને સોડિક સોઈલ તરીકે ઓળખવામાં આવે છે. આવી જમીનમાંથી ડાંગરની પ્રથમ લણણી પરંપરાગત ખેતરો કરતા વધુ ઉપજ દર્શાવે છે.[૧]
તેણીએ ૨૦૦૫માં "લિસન ટુ ધ માઉન્ટન્સ: અ હિમાલયન જર્નલ" પ્રકાશિત કરી.[૨]
છેવટે તેમાં ૧૦,૦૦૦ ખેડૂતો હતા અને ૬૨૫,૦૦૦ હેક્ટર જમીન પુઃસ્થાપિત કરાઈ હતી.[૩] તેમણે ખેતર સાથેના તેમના અનુભવોને "ધ જામુન ટ્રી" નામના પુસ્તક તરીકે લખ્યા હતા, આ પુસ્તક ૨૦૧૨માં પ્રકાશિત થયું હતું.[૪] આ પુસ્તક તે પ્રોજેક્ટનું વર્ણન તથા તેમાં જોડાયેલા લોકોના સ્મરણોનો સમાવેશ કરે છે.[૩] આ પુસ્તક આધ્યાત્મિક નેતા રમેશભાઈ ઓઝાને સમર્પિત કરવામાં આવ્યું હતું અને ડો. અશોક ખોસલા દ્વારા વિશ્વ બેંકની દિલ્હી કચેરીમાં તેનું વિમોચન કરવામાં આવ્યું હતું.[૫]
તેમને ૨૦૧૭માં નારી શક્તિ પુરસ્કાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.[૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ India, Government of (2018-03-08), English: Pamela Chatterjee biog from official twitter feed, https://commons.wikimedia.org/wiki/File:Pamela_Chatterjee_biog.jpg, retrieved 2020-04-12
- ↑ ૨.૦ ૨.૧ Chatterjee, Pamela; Addor-Confino, Catherine (2005). Listen to the mountains: a Himalayan journal (અંગ્રેજીમાં). Viking, Penguin Books India.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "The Jamun Tree and other stories on the environment by Pamela Chatterjee buy online". bookstore.teri.res.in. મૂળ માંથી 2020-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-11.
- ↑ Chatterjee, Pamela (2012-01-01). The Jamun Tree and other Stories on the Environment (અંગ્રેજીમાં). The Energy and Resources Institute (TERI). ISBN 978-81-7993-440-1.
- ↑ "Sarvodaya Ashram". sashram.org. મેળવેલ 2020-04-11.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Nari Shakti Puraskar - Gallery". narishaktipuraskar.wcd.gov.in. મેળવેલ 2020-04-11.