પુનિત વન

વિકિપીડિયામાંથી
પુનિત વન
પુનિત વન, ગાંધીનગર
નકશો
Map
પ્રકારવનસ્પતિ ઉદ્યાન
સ્થાનગાંધીનગર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશCoordinates: 23°13′0.66″N 72°40′3.79″E / 23.2168500°N 72.6677194°E / 23.2168500; 72.6677194
ખૂલ્યું મૂકાયેલ૨૦૦૫
માલિકગુજરાત સરકાર

પુનિત વન એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે સેક્ટર ૧૯ વિસ્તારમાં આવેલ છે. આ વન વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. વન વિભાગે અહીં ૬ હેકટરની જેટલી જમીનને વિકસાવવામાં આવી છે[૧] અને તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષો તારાઓ, ગ્રહો અને રાશી ચિહ્નો સાથે સંકળાયેલ છે. પુનિત શબ્દનો અર્થ ગુજરાતીમાં પવિત્ર એમ થાય છે અને વન નો અર્થ જંગલ થાય છે. આમ આ બગીચાને પવિત્ર વન કહેવાય છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયે લગભગ ૩૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તે બધા વૃક્ષો હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર જ્યોતિષીય મહત્વ ધરાવે છે.[૨]

સંરચના[ફેરફાર કરો]

આ બગીચા ખાતે નગરના લોકો માટે મુખ્ય પ્રવાસી આકર્ષણ આ વનનું પાંચ મોટા ઘટકોમાં વિભાજન છે. આ પાંચ મોટા ઘટકો: નક્ષત્ર વન, રાશી વન, નવગ્રહ વન, પંચવટી વન વગેરે છે.[૩] પુનિત વન ખાતે પગદંડી, એમ્‍ફી થીયેટર, વનકુટીર તેમ જ ફુવારો રમણીયતામાં ઉમેરો કરે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "પુનિતવન - ગાંધીનગર". ગુજરાત સરકાર. ૧૩ જૂન ૨૦૧૮. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. PTI (૧૭ જૂન ૨૦૦૫). "Gujarat banks on astrology to save trees". Business Standard. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨.
  3. TNN (૨૨ માર્ચ ૨૦૦૯). "Gandhinagar becomes capital perch". Times of India. મૂળ માંથી 2012-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨.