પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા જાણીતા શિલ્પશાસ્ત્રી હતા. એમનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પાલીતાણા ખાતે ઈ. સ. ૧૮૯૬ ના મે મહિનાની તેરમી તારીખે થયો હતો.

એમણે નિર્માણ કરેલાં સ્થાપત્યોમાં સોમનાથ મંદિર (પુનરોદ્ધાર), શામળાજી મંદિર (પુનરોદ્ધાર) કૃષ્ણ જન્મસ્થાન (મથુરા), રામ મંદિર (દિલ્હી), લક્ષ્મીનારાયણ મંદિર (ઉઘના, અંબાજી માતા મંદિર (અંબાજી) વગેરે જાણીતાં છે. એમણે શિલ્પશાસ્ત્ર વિષય પર લગભગ ૧૪ જેટલા ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે[૧].

એમનું અવસાન ૮૨ વર્ષની વયે ઈ. સ. ૧૯૭૮ ના મે મહિનાની અઠ્ઠાવીસમી તારીખે થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]