લખાણ પર જાઓ

ફ્લાઈંગ રાની

વિકિપીડિયામાંથી
ફ્લાઈંગ રાની
પ્રાથમિક વિગતો
સેવા પ્રકારસુપરફાસ્ટ
પ્રથમ સેવા૧૯૦૬
વર્તમાન પ્રચાલકોપશ્ચિમ રેલ્વે
માર્ગ
શરૂઆતમુંબઈ સેન્ટ્રલ
રોકાણો૧૨
અંતસુરત
મુસાફરીનું અંતર263 km (163 mi)
સરેરાશ યાત્રા સમય૪ કલાક ૪૦ મિનિટ
સેવા આવર્તનરોજ
ટ્રેન નંબર૧૨૯૨૧/૧૨૯૨૨
આંતર સેવાઓ
મુસાફરી વર્ગોએસી ચેર કાર, ફર્સ્ટ ક્લાસ, ડબલ ડેકર સેકન્ડ ક્લાસ
બેઠક વ્યવસ્થાઓહા
ઊંઘવાની વ્યવસ્થાઓના
ભોજન-વ્યવસ્થા (કેટરિંગ) સુવિધાઓના
તકનિકી
ટ્રેક ગેજ૧,૬૭૬ mm (5 ft 6 in)
સંચાલન ઝડપ110 km/h (68 mph) મહત્તમ
55.96 km/h (35 mph), સ્ટોપ સાથે

ફ્લાઇંગ રાની (૧૨૯૨૧/૧૨૯૨૨) ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે જે મુંબઈ સેન્ટ્રલ (BC) અને સુરત (ST) વચ્ચે ચાલે છે. તે દૈનિક સેવા છે. તે સુરતથી મુંબઇ સેન્ટ્રલ ટ્રેન નંબર ૧૨૯૨૨ અને ટ્રેન નંબર ૧૨૯૨૧ તરીકે વિરુદ્ધ દિશામાં ચાલે છે.[૧] [૨]

ડબ્બાઓ[ફેરફાર કરો]

ફ્લાઇંગ રાની હાલમાં ૨ એસી ચેર કાર, ૩ જનરલ સેકન્ડ ક્લાસ, ૧ ફર્સ્ટ ક્લાસ અને ૧૨ ડબલ ડેકર બિન એસી કોચ ધરાવે છે. આ ટ્રેનમાં અગાઉ પેન્ટ્રી કાર (રસોડું)ની સુવિધા હતી હવે તેને દૂર કરવામાં આવી છે અને તેને બદલે સેકન્ડ ચેર કાર કોચ જોડાવામાં આવ્યો છે.

સેવા[ફેરફાર કરો]

ફ્લાઇંગ રાનીનું પોસ્ટર

ફ્લાઇંગ રાની સૌ પ્રથમ ૧૯૦૬ માં અઠવાડિક ટ્રેન તરીકે શરૂ કરવામાં આવી હતી. આ સેવા ૧૯૦૬થી ૧૯૩૯ સુધી ચાલી. ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેને બંધ કરવામાં આવી અને ત્યાર બાદ ઘણી વાર ચાલુ અને બંધ કરવામાં આવી. આખરે ૧ નવેમ્બર ૧૯૫૦ ના દિવસે તેણે ફરી કામગીરી શરૂ કરી અને ત્યારથી તે ચાલી રહી છે. ૧૮ ડિસેમ્બર ૧૯૭૯ ના દિવસે ફ્લાઇંગ રાનીના રેકમાં ડબલ ડેકર કાર ઉમેરવામાં આવી હતી. હાલમાં તે દૈનિક સેવા છે.[૩] [૪] [૫]

આ ટ્રેન ૪ કલાક ૪૦ મિનિટમાં ૨૬૩ કિલોમીટરનું અંતર ક્રમાંક ૧૨૯૨૨ હેઠળ ૪ કલાક ૪૦ મિનિટમાં (૫૬.૩૫ કિમી/કલાક) અને ક્રમાંક ૧૨૯૨૧ હેઠળ ૪ કલાક ૪૦ મિનિટ (55.37 કિમી/કલાક)માં પૂર્ણ કરે છે.

ટ્રેક્શન[ફેરફાર કરો]

આ ટ્રેન સામાન્ય રીતે ડ્યુઅલ ટ્રેક્શન ડબલ્યુસીએએમ-1 લોકોમોટિવનો ઉપયોગ કરે છે. પશ્ચિમ રેલ્વેએ ૫ ફેબ્રુઆરી ૨૦૧૨ ના દિવસે ડીસી ઇલેક્ટ્રિક થી એસીમાં રૂપાંતરણ પૂર્ણ કર્યું.

તેથી હવે તે વડોદરા સ્થિત ડબ્લ્યુએપી-7 અથવા ડબ્લ્યુએપી-5 અથવા ડબ્લ્યુએપી-4 એ લોકોમોટિવ દ્વારા નિયમિત રીતે ચલાવવામાં આવે છે.

સમય કોષ્ટક[ફેરફાર કરો]

૧૨૯૨૨ ફ્લાઇંગ રાની સુરતથી દરરોજ સવારે ૦૫:૨૫ વાગ્યે ઊપડી ને તે જ દિવસે સવારે ૧૦:૧૦ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે.

૧૨૯૨૧ ફ્લાઇંગ રાણી દરરોજ સાંજે ૫:૫૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઊપડે છે અને તે જ દિવસે રાત્રે ૧૦:૩૫ વાગ્યે સુરત પહોંચે છે.

માર્ગ અને સ્ટેશનો[ફેરફાર કરો]

ટ્રેનના મહત્વપૂર્ણ સ્ટેશનો:

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. 12922 Surat - Mumbai Central Flying Ranee
  2. 12921 Mumbai Central - Surat Flying Ranee
  3. "Famous Trains". Indian Railways Fan Club. મેળવેલ 7 July 2013.
  4. "History of "Flying Ranee"". મૂળ માંથી 2019-06-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-02.
  5. History of the Bombay-Surat "Flying Ranee"