ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
Appearance
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન | |
---|---|
ઇસરોનો લોગો | |
નિમણૂક | ભારત સરકાર |
પદ અવધિ | અચોક્કસ |
પ્રારંભિક પદધારક | વિક્રમ સારાભાઈ |
સ્થાપના | ૧૯૬૩ (આઈએનસીઓએસપીએઆરના ચેરમેન તરીકે) |
વાર્ષિક આવક | ₹૨.૫ lakh (US$૩,૩૦૦) (Monthly basic)[૨] |
વેબસાઇટ | Chairman ISRO, Secretary DOS |
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન એ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના વૈધાનિક વડાનો હોદ્દો છે. આ પદાસીન વ્યક્તિ ભારત સરકારના સચિવ તરીકે અંતરિક્ષ વિભાગમાં વહીવટકર્તા તરીકે પણ સેવા આપે છે. આ અંતર્ગત તેઓ સીધા ભારતના વડાપ્રધાનને જવાબદાર હોય છે. [૩]
ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સમિતિ (આઈએનસીઓએસપીએઆર)ની સ્થાપના પરમાણુ ઉર્જા વિભાગ(DAE) અંતર્ગત વિક્રમ સારાભાઈની અધ્યક્ષતામાં ૧૯૬૨માં થઈ હતી જેનું નામ બદલીને ૧૯૬૯માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) કરવામાં આવ્યું.[૪] ૧૯૭૨માં ભારત સરકારે અંતરિક્ષ આયોગની સ્થાપના કરીને ઇસરોને સીધું અંતરિક્ષ વિભાગ હેઠળ મૂક્યું.[૫]
સારાભાઈ સહિત અત્યાર સુધીમાં ઇસરોના કુલ અગિયાર ચેરપર્સન થયા છે. આ પૈકી ચેરપર્સન તરીકે સૌથી લાંબો સમયગાળો બાર વર્ષનો સતીશ ધવનનો છે.
ઇસરોના ભૂતપૂર્વ ચેરપર્સનની યાદી
[ફેરફાર કરો]ક્રમ | છબી | નામ (જીવનકાળ) |
મુદત | સંદર્ભ | ||
---|---|---|---|---|---|---|
પ્રારંભ | સમાપ્તિ | કુલ સમય | ||||
1 | વિક્રમ સારાભાઈ (૧૯૧૯–૧૯૭૧) |
1963 | 1971 | ૮ years | [૬] | |
આઈએનસીઓએસપીએઆરના સ્થાપક અને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક તરીકે જાણીતા. તેમના પ્રયત્નોને કારણે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું નિર્માણ શક્ય બન્યું. | ||||||
2 | એમ.જી.કે.મેનન (૧૯૨૮–૨૦૧૬) |
January 1972 | September 1972 | ૯ મહિના | [૭] | |
તેઓ તેમનાં અણુભૌતિક વિજ્ઞાનમાં બ્રહ્માંડીય કિરણો પરનાં અને ખાસ તો પ્રારંભિક કણોની ઉચ્ચ ઉષ્માશીલ આંતરક્રિયાઓ પરના તેમનાં પ્રદાન માટે જાણીતા છે. | ||||||
3 | સતીશ ધવન (૧૯૨૦–૨૦૦૨) |
1973 | 1984 | ૧૨ વર્ષ | [૮] | |
સતીશ ધવન તેમના પ્રવાહીની ગતિશીલતા અને તેમની ઇસરોના સૌથી લાંબી અધ્યક્ષતાકાળ માટે જાણીતા છે. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતે ૧૯૮૦માં કક્ષામાં પ્રક્ષેપણ ક્ષમતા અને સૌપ્રથમ વખત ઇન્સેટ કાર્યક્રમની શરૂઆત થઈ. આ કાર્યક્રમને કારણે ભવિષ્યમાં ભારત પોતાની રીતે અંતરિક્ષયાન તકનીકમાં સ્વનિર્ભર બની શક્યું. | ||||||
4 | યુ. આર. રાવ (૧૯૩૨–૨૦૧૭0000000) |
1984 | 1994 | ૧૦ વર્ષ | [૯][૧૦] | |
પ્રા રાવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી; રાવે પ્રક્ષેપણ વાહનના ભારતમાં વિકાસ માટે ઝુંબેશ ઉપાડી જે પાછળથી પીએસએલવી અને બાદમાં જીએસએલવી રોકેટની રૂપરેખામાટે જવાબદાર છે. | ||||||
5 | કે. કસ્તુરીરંગન (૧૯૪૦– ) |
1994 | 27 August 2003 | ૯ વર્ષ | [૧૧] | |
તેમના કાર્યકાળ દરમ્યાન ઇન્સેટ શ્રેણીનાં અંતરિક્ષયાનની રૂપરેખામાં મહત્વના સુધારા કરવામાં આવ્યા એને ઇન્ડિયન રીમોટ સેન્સિંગ પ્રોગ્રામ (IRS) શ્રેણીમાં અનેક ઉપગ્રહો કક્ષામાં તરતા મૂકવામાં આવ્યા. તદઉપરાંત, ધરાતલ અવલોકન ઉપગ્રહ તકનીકમાં પણ ઘણી પ્રગતિ થઈ. તેમના કાર્યકાળ દરમ્યાન પીએસએલવી મૂર્તિમંત થયું અને જીએસએલવીનું પ્રથમ ઉડાણ પણ થયું જેનાથી ભારત અંતરિક્ષ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બન્યું. | ||||||
6 | જી. માધવન નાયર (૧૯૪૩– ) |
1 September 2003 | 29 October 2009 | 6 વર્ષો, 58 દિવસો | [૧૨] | |
નાયર પાસે બહુસ્તરીય રોકેટરીની નોંધપાત્ર કુશળતા છે અને તેમના યુગમાં પીએસએલવીના જુદા જુદા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તેમના કાર્યકાળમાં જ આંતરગ્રહિય અભિયાનોને વેગ મળ્યો જેમાં ચંદ્રયાન-૧નો સમાવેશ થાય છે. એસ-બેન્ડ સ્પેકટ્રમની અંતરિક્ષ કોર્પોરેશન નામની સંસ્થા સથે વિવાદાસ્પદ સોદાની બાબતે તેમણે પદ છોડવું પડ્યું. | ||||||
7 | કે. રાધાકૃષ્ણન (૧૯૪૯– ) |
30 October 2009 | 31 December 2014 | 5 વર્ષો, 62 દિવસો | [૧૩][૧૪][૧૫] | |
તેમણે પ્રક્ષેપણ વાહનનાં વીજ-યાંત્રિક ઉપકરણોના ડેવલપમેન્ટ ઇજનેર તરીકે વીએસએસસીમાં જોડાયા હતા. આગળ જતાં તેઓ વાર્ષિક અંદાજપત્ર આયોજન પણ સંભાળતા હતા. તેમના કાળમાં દિશાસૂચન પ્રણાલિ આઇઆરએનએસએસની શરૂઆત કરવામાં આવી જેના કારણે ભારતને ગૌરવપ્રદ પોતાની દિશાસૂચન પ્રણાલિ મળી. બીજી તરફ ભૂતલીય અચળ ઉપગ્રહોના પ્રક્ષેપણ વાહન જીએસએલવી એમકે IIIના સમાવેશથી ભારત ભારેથી અતિભારે ઉપગ્રહો તરતા મૂકવા માટે સક્ષમ બન્યું. મંગળયાનને મંગળની કક્ષામાં તરતા મૂકવાનુ ભારતને ગૌરવ પણ તેમના સમય કાળમાં પ્રાપ્ત થયું. આના કારણે ભારતનું રશિયા પર અવલંબન પણ બંધ થયું અને ચંદ્રયાન-૨ની રૂપરેખા પણ પુરી રાતે ભારતમાં જ તૈયાર થઈ. જીએસએલવી-ડી5ના ભારતના પોતાના ક્રાયોજેનિક સ્તરને કારણે ભારતને દુનિયાના પ્રથમ છ દેશોમાં સ્થાન મળ્યું તે પણ તેમના નેતૃત્વને આભારી છે. [lower-alpha ૧] | ||||||
- | શૈલેષ નાયક (૧૯૫૩– ) |
1 January 2015 | 12 January 2015 | 11 દિવસો | [૧૬] | |
તેઓની તજજ્ઞતા મુખ્યત્વે સમુદ્રશાસ્ત્ર અને અને દૂરસ્થ સંવેદન (remote sensing)માં છે અને તેઓએ અંતરિમ ચેરપર્સન તરીકે ૧૧ દિવસ કામ કર્યું. | ||||||
8 | એ. એસ. કિરણ કુમાર (૧૯૫૨– ) |
14 January 2015 | 14 January 2018 | 3 વર્ષો, 0 દિવસો | [૧૭] | |
તેમના કાર્યકાળની સાથ્ હાયપરસોનિક ફ્લાઇટ પ્રયોગો સાંકળવામાં આવે છે. આ ગાળાને પ્રક્ષેપણ વાહનનો ફરી ફરી ઉપયોગ કરવા માટે પણ યાદ કરાય છે. આ સાથે જીએસએલવી એમકે III, નાવિક (NAVIK) અને એસ્ટ્રોસેટની પૂર્ણતા અને ભારતની પ્રથમ અંતરિક્ષમાં પ્રથમ અવલોકનશાળાનો પણ આ ગાળામાં જ સમાવેશ થાય છે. | ||||||
9 | કૈ. શિવન (૧૯૫૭– ) |
15 January 2018 | 15 January 2022 | 4 વર્ષો, 0 દિવસો | [૧૮] | |
તેમણે કારકિર્દીની શરૂઆત વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રથી કરી અને ઇસરોમા પીએસએલવીના વિકાસના પ્રકલ્પમાં જોડાયા. તેમના કાર્યકાળમાં ચંદ્રયાન-૨ પ્રક્ષેપિત કરવામાં આવ્યું, જે તેના ઉતરાણની ક્ષણોમાં ચંદ્રતલથી લગભગ બે કિલોમીટર ઉપર તુટી પડ્યું. તેમના સમયગાળામાં સમાનવ અંતરિક્ષ ખેડાણની પ્રવૃત્તિને વેગ મળ્યો. તેમના સમયગાળામાં ઇસરો દ્વારા કમર્શિયલ રીતે પણ અન્ય દેશો અને એજન્સીઓના ઉપગ્રહ તરતા મૂકવાને વેગ મળ્યો. | ||||||
10 | શ્રી. સોમનાથ (૧૯૬૩– ) |
15 January 2022 | વર્તમાન | 2 વર્ષો, 271 દિવસો | [૧૯] | |
સોમનાથ પ્રક્ષેપણ વાહનની અદ્યતન રૂપરેખા, ખાસ તો તેનું પ્રણાલિ ઇજનેરી કાર્ય, મજબુતાઈ માટેની રૂપરેખા જેવી બાબતોમાં તેમના પ્રદાન માટે જાણીતા છે.[૨૦][૨૧] તેમણે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દશક તરીકે પણ સેવાઓ આપી છે.[૨૨] તેઓ પીએસએલવીની પ્રકલ્પ સાથે સંકળાયેલા હતા અને જીએલએસવી એમકે IIIના પ્રકલ્પ નિર્દેશક પણ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન ૨૦૨૩માં ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ થયું અને જેનું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ થયું. [૨૦] |
Notes and references
[ફેરફાર કરો]References
[ફેરફાર કરો]- ↑ "શ્રી. સોમનાથ ઇસરોના દસમા ચેરપર્સન". The Indian Express (અંગ્રેજીમાં). ૧૨ જાન્યુઆરી ૨૦૨૨. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨.
- ↑ "સાતમા કેન્દ્રિય પગાર પંચનો અહેવાલ". ભારતીય રાજપત્ર (Department of Expenditure). નવેમ્બર ૨૦૧૫. https://doe.gov.in/sites/default/files/7cpc_report_eng.pdf. Retrieved 2020-09-26.
- ↑ "અંતરિક્ષ આયોગ". Department of Space. મૂળ માંથી 2018-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૨૦-૦૯-૨૬.
- ↑ "Mangalorean.Com- Serving Mangaloreans Around The World!". mangalorean.com. મૂળ માંથી ૨૦૧૪-૦૨-૨૨ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "આંતરિક્ષ વિભાગ અને ઇસરોનું વડુંમથક- ઇસરો". મૂળ સંગ્રહિત માંથી ૨૮ માર્ચ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૨૦-૦૯-૨૬.
- ↑ "Welcome To ISRO :: Former Chairman :: Dr. Vikram Sarabhai - Introduction". isro.org. મૂળ માંથી ૨૦૧૩-૧૧-૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "Welcome To ISRO :: Former Cha". isro.org. મૂળ માંથી ૨૦૧૪-૦૨-૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "Welcome To ISRO:ŖṢ★: Former Chairmen:: Prof Satish DhawanSatish Dhawan". isro.org. મૂળ માંથી ૨૦૧૪-૦૨-૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "Welcome To ISRO :: Former Chairman - Prof.Udupi Ramachandra Rao". isro.org. મૂળ માંથી ૨૦૧૪-૦૨-૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "Welcome to ISRO :: Former Chairman :: Prof. Udupi Ramachandra Rao - Introduction". મૂળ માંથી 7 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 સપ્ટેમ્બર 2020.
- ↑ "Welcome To ISRO :: Former Chairman :: Dr. Krishnaswamy Kasturirangan - Introduction". isro.org. મૂળ માંથી ૨૦૧૪-૧૦-૨૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૦૨-૧૪.
- ↑ "Shri G Madhavan Nair". About ISRO. Indian Space Research Organisation. ૨૦૦૮-૧૧-૧૧. મૂળ માંથી ૨૦૦૯-૧૧-૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૯-૧૧-૦૧.
- ↑ "Dr. K. Radhakrishnan". About ISRO. Indian Space Research Organisation. ૨૦૦૮-૧૧-૧૧. મૂળ માંથી ૨૦૧૩-૧૧-૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૧૧-૦૧.
- ↑ "India's space odyssey: ISRO creates history in 2014". The Indian Express. ૨૦૧૪-૧૨-૨૭. મેળવેલ ૨૦૨૦-૦૯-૨૮.
- ↑ "ISRO's Timeline from 1960s to Today - ISRO". Indian Space Research Organisation. મૂળ માંથી 2020-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૨૦-૦૯-૨૮.
- ↑ શૈલેષ નાયકની ઇસરોના નવા ચેરપર્સન તરીકે નિમણૂક, રાધાકૃષ્ણન નિવૃત્ત
- ↑ "એ. એસ. કિરણ કુમાર સચિવ તેમજ ઇસરો અને અંતરિક્ષ આયોગના ચેરપર્સન બન્યા". www.isro.gov.in. મૂળ માંથી 2016-10-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૧૦-૧૭.
- ↑ "કૈ. શિવને ઇસરોના ચેરપર્સન તરીકે પદભાર સંભાળ્યો". The Hindu (અંગ્રેજીમાં). ૧૬ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૮.
- ↑ "Malayali scientist Dr S Somanath appointed as ISRO chairman". Kerala Kaumudi (અંગ્રેજીમાં). Thiruvanathapuram. ૨૦૨૨-૦૧-૧૨. મેળવેલ ૨૦૨૨-૦૧-૧૩.
- ↑ ૨૦.૦ ૨૦.૧ "ઇસરોના ત્રણ કેન્દ્રોને આજે મળ્યા નિર્દેશકો". www.isro.gov.in. ૧ જુન ૨૦૧૫. મૂળ માંથી 2018-01-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૨૨-૦૧-૧૩. Check date values in:
|date=
(મદદ) - ↑ Prasanna, Laxmi (જાન્યુઆરી ૨૨, ૨૦૧૮). "શ્રી. સોમનાથે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક તરીકે ચાર્જ સંભાળ્યો". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૨-૦૧-૧૩.
- ↑ "Somanath takes charge as VSSC director". www.indiatoday.in. ૨૨ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૦૨૨-૦૧-૧૩.