મણિલાલ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મણિલાલ પટેલ
Shri Manilal H. Patel.jpg
મણિલાલ પટેલ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯
જન્મમણિલાલ હરિદાસ પટેલ
(1949-11-09) November 9, 1949 (age 69)
ગોલાના પાલ્લા, લુણાવાડા તાલુકો, ગુજરાત
વ્યવસાયકવિ, નિબંધકાર, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક
ભાષાગુજરાતી
નિવાસસ્થાનવલ્લભ વિદ્યાનગર
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
મુખ્ય રચનાઓ
  • પદ્મા વિનાના દેશમાં (૧૯૮૩)
  • ભૂંસાતા ગ્રામચિત્રો (૨૦૦૦)
મુખ્ય પુરસ્કારો
  • ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૯૪-૧૯૯૫)
  • ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૬-૧૯૯૭)
જીવનસાથી
ગોપી (લ. 1972)
સંતાનોબે પુત્રો, એક પુત્રી

સહી
મણિલાલ પટેલ
શૈક્ષણિક પાશ્વભૂમિકા
શોધ નિબંધોઅર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ (૧૯૭૮)
શોધનિબંધ માર્ગદર્શકધીરુભાઈ ઠાકર
શૈક્ષણિક કાર્ય

મણિલાલ હરિદાસ પટેલ (૯ નવેમ્બર ૧૯૪૯) ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં થયો હતો. તેમણે ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી ની પદવીઓ મેળવી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઇડરમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય અને ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન છે.

સર્જન[ફેરફાર કરો]

એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪) અને ‘કિલ્લો’ (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]