માનસિંહ પટેલ
માનસિંહ પટેલ (અંગ્રેજી: Mansinh Patel) એક ભારતીય રાજકારણી છે અને ગુજરાત રાજ્યના રહેવાસી છે. તેમણે ગુજરાત વિધાનસભા માટે વર્ષ ૧૯૯૫ થી ૧૯૯૯ દરમિયાન વિધાનસભ્ય તરીકે સેવા આપી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોક સભા માટે માંડવી બેઠક પરથી વર્ષ ૧૯૯૯માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.[૧] તેમણે અગાઉ નાયબ સ્પીકર ઓફ ગુજરાત વિધાન સભા તરીકે સેવા આપી છે.[૨]
અંગત જીવન
[ફેરફાર કરો]તેમના પિતાનું નામ શ્રી કલ્યાણજીભાઈ અને માતાનું નામ નાનીબેન હતું. તેમનો જન્મ ૨ જૂન, ૧૯૫૪ના રોજ વાંસકુઇ, તા. મહુવા, સુરત જિલ્લો, ગુજરાત ખાતે થયો હતો. તેમના લગ્ન ૧૪ મે ૧૯૮૫ના દિવસે થયો હતો. તેમના પત્નીનું નામ સુનિતા પટેલ છે. તેમના ૨ પુત્રો છે. તેમણે એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત (ગુજરાત) ખાતેથી અભ્યાસ કરી બી. કોમ.ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ખેડૂત તેમ જ સામાજિક કાર્યકરનો વ્યવસાય કરે છે.
તેમણે તાલુકા પંચાયત, મહુવાના પ્રમુખ, ગુજરાત વિધાન સભા નાયબ સ્પીકર, ગુજરાત વિધાન સભા (૧૯૯૯)ના ચૂંટાયેલા સભ્ય, ૧૩મી લોકસભામાં (વર્ષ ૧૯૯૯-૨૦૦૦) સભ્ય, અન્ન, નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ સમિતિ (વર્ષ ૨૦૦૦ -૨૦૦૪) સભ્ય, ગ્રામીણ વિકાસ મંત્રાલય સલાહકાર સમિતિના સભ્યપદે સેવા આપી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-05.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-05.