મુનશી નવલ કિશોર

વિકિપીડિયામાંથી
મુનશી નવલ કિશોર
જન્મની વિગત(1836-01-03)3 January 1836
મૃત્યુ19 February 1895(1895-02-19) (ઉંમર 59)
રાષ્ટ્રીયતાબ્રિટીશ ભારતીય
વ્યવસાયપુસ્તક પ્રકાશક, સામયિક સંપાદક
પ્રખ્યાત કાર્યનવલ કિશોર પ્રેસ

મુનશી નવાલ કિશોર (૩ જાન્યુઆરી ૧૮૩૬ – ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫) ભારતના એક પુસ્તક પ્રકાશક હતા. તેમને ભારતના કેક્સટન[upper-alpha ૧] કહેવામાં આવે છે. ૧૮૫૮માં ૨૨ વર્ષની વયે તેમણે લખનૌ ખાતે નવલ કિશોર પ્રેસની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે છાપકામ અને પ્રકાશન ક્ષેત્રે એશિયાની સૌથી જૂની સંસ્થા છે.[૧] મિર્ઝા ગાલિબ તેમના પ્રશંસકોમાંના એક હતા.

જીવન પરિચય[ફેરફાર કરો]

૧૯૭૦ની ભારતીય ટપાલ ટિકિટ પર મુનશી નવલ કિશોર

મુનશી નવલ કિશોર અલીગઢના જમીનદાર મુનશી જમુનાપ્રસાદ ભાર્ગવના બીજા પુત્ર હતા અને તેમનો જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૬ના રોજ થયો હતો. છ વર્ષની ઉંમરે, તેમને અરબી અને ફારસી શીખવા માટે એક સ્થાનિક શાળા (મકતાબ)[upper-alpha ૨]માં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ વર્ષની ઉંમરે તેમને આગ્રા કોલેજમાં એડમિશન મળ્યું હતું, પરંતુ તેમણે કોઈ અજ્ઞાત કારણોસર ત્યાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું ન હતું. આ સમય દરમિયાન, તેમણે પત્રકારત્વના લેખનમાં તેમની રુચિ વિકસાવી, અને ટૂંકા ગાળાનું સાપ્તાહિક પેપર સફીર-એ-આગ્રા બહાર પાડ્યું. તેમણે મુનશી હરસુખ રોયની માલિકીના કોહ-એ-નૂર પ્રેસના મેગેઝિન કોહિનૂરના સહાયક સંપાદક અને સંપાદક તરીકે થોડા સમય માટે સેવા આપી હતી.[૨]

૨૩ નવેમ્બર ૧૮૫૮ના રોજ તેમણે મુનશી નવલ કિશોર પ્રેસ તરીકે ઓળખાતા પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી. ૧૮૫૯થી, તેમણે સાપ્તાહિક અખબાર અવધ અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.[૨]

તેમનું અવસાન ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ દિલ્હીમાં થયું હતું.[૩] તેમના પાર્થિવ દેહને પરંપરાગત અંતિમ સંસ્કારને બદલે દફનાવવામાં આવ્યો હતો.[૪]. ભારત સરકારે તેમના માનમાં ૧૯૭૦માં તેમના પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૫]

મુનશી નવાલ કિશોરે ૧૮૫૮–૧૮૮૫ દરમિયાન અરબી, બંગાળી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, પશ્તો, ફારસી, સંસ્કૃત અને ઉર્દૂમાં ૫૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.[૬] રામ કુમાર પ્રેસ અને તેજ કુમાર પ્રેસ, જે તેમના પુત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, તે નવલ કિશોર પ્રેસના અનુગામી છે.

મુનશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા.[૭]

નોંધ[ફેરફાર કરો]

  1. વિલિયમ કેક્સટન (૧૪૨૨ – ૧૪૯૧) એક અંગ્રેજ વેપારી, મુત્સદ્દી અને લેખક હતા. ૧૪૭૬માં ઇંગ્લેન્ડમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હોવાનું મનાય છે, અને પ્રિન્ટર તરીકે તેઓ મુદ્રિત પુસ્તકોના પ્રથમ અંગ્રેજી રિટેલર હતા.
  2. ઇસ્લામિક અભ્યાસની એક પ્રકારની પ્રાથમિક શાળા જેમાં મુખ્યત્વે બાળકોને વાંચન, લેખન, વ્યાકરણ અને ઇસ્લામિક વિષયો (ઉદા. કુરાનનું વાંચન) શીખવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Empire of Books, An: The Naval Kishore Press and the Diffusion of the Printed Word in Colonial India, Ulrike Stark, Orient Blackswan, 1 June 2009
  2. ૨.૦ ૨.૧ Haider, Syed Jalaluddin (January 1981). "Munshi Nawal Kishore (1836—1895) : Mirror of Urdu Printing in British India". Libri. 31 (1): 227–237. doi:10.1515/libr.1981.31.1.227. closed access publication – behind paywall
  3. C. E. Buckland (1999). Dictionary of Indian Biography. 2. COSMO Publications. પૃષ્ઠ 314–315. ISBN 978-81-7020-897-6.
  4. Burial of Munshi Newal Kishore [૧]
  5. "Munshi Newal Kishore". iStampGallery.Com. 26 January 2015. મેળવેલ 8 July 2019.
  6. "Rediscovering Munshi Newal Kishore, Committee on South Asian Libraries and Documentation SALNAQ: South Asia Library Notes & Queries, Issue_29, 29_1993_14" (PDF). મૂળ (PDF) માંથી 30 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 January 2015.
  7. "LITHOGRAPHY ii. IN INDIA – Encyclopaedia Iranica". Encyclopædia Iranica. 15 August 2009. મેળવેલ 22 April 2020.

પૂરક વાંચન[ફેરફાર કરો]