મૈત્રેયી દેવી

વિકિપીડિયામાંથી
મૈત્રેયી દેવી
જન્મની વિગત(1914-09-01)1 September 1914
ચિત્તાગોંગ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ29 January 1989(1989-01-29) (ઉંમર 74)[૧]
વ્યવસાયકવયિત્રી, નવલકથાકાર
પ્રખ્યાત કાર્યન હન્યતે
જીવનસાથીડૉ. એમ.એમ. સેન
માતા-પિતાસુરેન્દ્રનાથ દાસગુપ્તા (પિતા)
હિમાની માધુરી રાય (માતા)

મૈત્રેયી દેવી (૧ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૨૯ જાન્યુઆરી ૧૯૮૯[૧]) એક ભારતીય કવયિત્રી અને નવલકથાકાર હતા. તેઓ તેમની સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા ન હન્યતે માટે જાણીતા છે.

જીવન પરિચય[ફેરફાર કરો]

મૈત્રેયી દેવીનો જન્મ ૧૯૧૪માં થયો હતો.[૨] તેઓ તત્ત્વજ્ઞાની સુરેન્દ્રનાથ દાસગુપ્તાના પુત્રી અને કવિ રવીન્દ્રનાથ ટાગોરના શિષ્યા હતા.[૨][૩] તેમણે સેન્ટ જ્હોન્સ ડાયોસિયન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, કોલકાતામાં અભ્યાસ કર્યો હતો અને જોગમાયા દેવી મહિલા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.[૪] તેમણે ૧૯૩૦માં ૧૬ વર્ષની વયે ટાગોરની પ્રસ્તાવના સાથે પોતાનું પ્રથમ કવિતાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.[૫]

રોમાનિયન બૌદ્ધિક મિર્સિયા એલિયડને મૈત્રેયી દેવીના પિતા દ્વારા તેમના ઘરે રહેવા આમંત્રણ અપાયું હતું.[૨] કેટલાક મહિનાઓ પછી, જ્યારે તેના માતાપિતાએ ૨૩ વર્ષીય એલિયડ અને દેવી વચ્ચે ગાઢ સંબંધ હોવાનું જાણવા મળ્યું, ત્યારે એલિયડને ત્યાંથી ચાલ્યા જવાનું અને ફરી ક્યારેય તેનો સંપર્ક ન કરવાનું કહેવામાં આવ્યું.[૨]

જ્યારે તેઓ ૨૦[૨] વર્ષના હતા ત્યારે તેમણે ૩૪ વર્ષીય ડૉ. મનમોહન સેન સાથે લગ્ન કર્યા હતા.[૩] તેમને બે સંતાનો હતા.[૨]

૧૯૩૮ અને ૧૯૩૯માં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને કાલિમપોંગ નજીક મુંગપુ ખાતે તેમના અને તેમના પતિના નિવાસસ્થાને રહેવા માટે આમંત્રણ આપ્યું, જે પાછળથી 'રવિન્દ્ર મ્યુઝિયમ' તરીકે જાણીતું બન્યું.[૬] તેમની કૃતિઓમાં મોંગપુતે રવીન્દ્રનાથ (ટાગોર બાય ધ ફાયર સાઇડ)નો સમાવેશ થાય છે, જે તેમની રવિન્દ્રનાથ સાથેની મુલાકાતનો દસ્તાવેજ છે.[૩]

તેઓ ૧૯૬૪માં સાંપ્રદાયિક સદ્‌ભાવને ઉત્તેજન આપનારી પરિષદના સંસ્થાપક અને અખિલ ભારતીય મહિલા સંકલન પરિષદના ઉપાધ્યક્ષ હતા. તેમણે અનાથાશ્રમો પણ સ્થાપ્યા હતા.[૨]

૧૯૭૨માં, તેણીએ જાણ્યું કે મિર્સિયા એલિયડે બેંગાલ નાઇટ્સ નામની નવલકથા લખી હતી, જેનો હેતુ તેમની વચ્ચેના જાતીય સંબંધનું વર્ણન કરવાનો હતો.[૨] લોસ એન્જલસ ટાઇમ્સ માટે લખતા રિચાર્ડ એડરના જણાવ્યા અનુસાર, "તેમણે જે દેખીતી રીતે જ ઉત્કટ પરંતુ મર્યાદિત કાળજી રાખતા તેને એક ભવ્ય જાતીય સંબંધમાં ફેરવી નાખ્યું હતું, જેમાં મૈત્રેયીએ પ્રેમની એક રહસ્યમય રીતે બળતરા કરતી હિન્દુ દેવી તરીકે રાત્રિના શયનખંડની મુલાકાત લીધી હતી."[૭] ૧૯૭૨ના ઉત્તરાર્ધમાં, તેમણે આદિત્ય મરિચી (સૂર્ય કિરણો) કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો, જેમાં એલિયડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને ટોરંટો રિવ્યૂ માટે લખતા ગિનુ કામાણીએ જણાવ્યા મુજબ, "અઠ્ઠાવન વર્ષની ઉંમરે, તેમની સંડોવણીની હકીકત પછી, તેમની યુવાનીની જૂની લાગણીઓ સાથે વ્યવહાર કરવામાં તેમણે અનુભવેલી અશાંતિને પ્રતિબિંબિત કરે છે."

દેવીએ ટાગોર પર વ્યાખ્યાનો આપવા માટે શિકાગો યુનિવર્સિટીનો પ્રવાસ કર્યો હતો જ્યાં એલિયડ પ્રાધ્યાપક હતા. એલિયડ સાથેની મુલાકાત બાદ[૭] તેમણે ૧૯૭૪માં તેમની નવલકથા ન હન્યતે (ઇટ નોટ ડાઇ: અ રોમાન્સ) રજૂ કરી હતી, જેને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. શિકાગો ટ્રિબ્યુન માટે એક સમીક્ષામાં નીના મહેતા લખે છે, "દેવી એલિયડની નવલકથામાં અંતરંગ દ્રશ્યો અને કેટલીક વિગતોને રદિયો આપે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એલેનનો કબૂલાતનો સ્વર સત્યને ભૂંસી નાખે છે, કે તેની યાદશક્તિ ખોટી હકીકતો સૂચવે છે. તેમ છતાં વ્યંગાત્મક રીતે, અને કદાચ અવ્યવસ્થિત રીતે, તે એલિયડના કાલ્પનિક સાહિત્યનો જવાબ આપે છે અને તેણે બનાવેલી કલ્પનાને વધુ વિશ્વાસ આપે છે." [૫]

યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ દ્વારા ૧૯૯૪માં ઇટ નોટ ડાઇ (ન હન્યતે) અને બેંગાલ નાઇટ્સ ને સાથી ગ્રંથ તરીકે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યા હતા.[૨] આ પુસ્તકનો રોમાનિયન સહિત વિવિધ યુરોપિયન ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.[૨] ૧૯૮૦ના દાયકામાં બેંગાલ નાઇટ્સના રૂપાંતરણને હ્યુ ગ્રાન્ટ અને સુપ્રિયા પાઠકને ચમકાવતી ફિલ્મ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. મૈત્રેયી દેવીએ આ ફિલ્મને પડકારી હતી, આથી ફિલ્મના નિર્માણમાં વિલંબ થયો હતો. દેવી દ્વારા એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે ફિલ્મની નાયિકા મૈત્રેયીના પાત્રનું નામ બદલીને ગાયત્રી કરવામાં આવે.[૨] ૧૯૯૬ સુધીમાં આ ફિલ્મ ભારતમાં કે અમેરિકામાં રજૂ થઈ ન હતી.[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

વર્ષ ૧૯૭૬માં તેમની નવલકથા 'ન હન્યતે' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

પ્રકાશન[ફેરફાર કરો]

 • 'ટાગોર બાય ફાયરસાઈડ', ૧૯૪૩[૮]
 • 'રવીન્દ્રનાથ – ધ મેન બિહાઇન્ડ હિઝ પોએટ્રી', ૧૯૭૩[૯]
 • 'ઇટ નોટ ડાઇ: અ રોમાંસ', ૧૯૭૪[૧૦]
 • 'রবীন্দ্রনাথ গৃহে ও বিশ্বে' (ઘરે અને વિશ્વમાં રવીન્દ્રનાથ)
 • 'মংপুতে রবীন্দ্রনাথ' (મંગપુમાં રવીન્દ્રનાથ મંગપુ)

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Maitraye Devi, 1914-1989, Library of Congress
 2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ Kamani, Ginu (1996). "A Terrible Hurt: The Untold Story behind the Publishing of Maitreyi Devi". University of Chicago Press. મેળવેલ 9 July 2021.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Pal, Sanchari (July 19, 2016). "This Little Known Himalayan Village Was the Much-Loved Summer Retreat of Rabindranath Tagore". The Better India. મેળવેલ 10 July 2021.
 4. "History of the College". મૂળ માંથી 2011-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2023-11-29.
 5. ૫.૦ ૫.૧ Mehta, Nina (May 8, 1994). "THEY'VE LOOKED AT LOVE FROM BOTH SIDES NOW". The Chicago Tribune. મેળવેલ 10 July 2021.
 6. Mungpoo.org. Mungpoo and Kabi Guru Rabindranath Tagore, Museum.
 7. ૭.૦ ૭.૧ Eder, Richard (March 27, 1994). "Two Tales of Love : BENGAL NIGHTS, By Mircea Eliade , Translated from the French by Catherine Spencer ; (University of Chicago: $22.50; 176 pp.) : IT DOES NOT DIE, By Maitreyi Devi ; (University of Chicago: $22.50; 280 pp.)". Los Angeles Times. મેળવેલ 10 July 2021.
 8. Devi, Maitreyi (October 2002). Tagore by Fireside. ISBN 8171677258.
 9. Devi, Maitreyi (1973). Rabindranath--the man behind his poetry. Sudhir Das at Nabajatak Printers.
 10. Devi, Maitreyi. It Does Not Die: A Romance.