મોહમ્મદ માંકડ
મોહમ્મદ માંકડ | |
---|---|
જન્મ | મોહમ્મદ વલીભાઈ માંકડ 13 February 1928 પાળીયાદ, ગુજરાત, ભારત |
મૃત્યુ | ૫ નવેમ્બર ૨૦૨૨ |
વ્યવસાય | નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
નોંધપાત્ર સર્જનો | કેલીડોસ્કોપ |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી |
મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮ - ૫ નવેમ્બર ૨૦૨૨[૧]) એ જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક હતા. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પાળીયાદ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી. તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.[૨][૩]
સર્જન
[ફેરફાર કરો]મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટારમાં ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું હતું.[૪]
તેમણે કાયર (૧૯૫૬), ધુમ્મસ (૧૯૬૫), અજાણ્યા બે જણ (૧૯૬૮), ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર (બે ભાગ: ૧૯૮૬, ૧૯૮૭), ઝંખના (૧૯૮૭), અનુત્તર (૧૯૮૮) અને અશ્વ દોડ (૧૯૯૩) જેવી નવલકથાઓનું સર્જન કર્યું.[૨]
તેમની ટૂંકી વાર્તાઓમાં માટીની મૂર્તિઓ (૧૯૫૨), મન ના મોરાદ (૧૯૬૧), વાત વાતમાં (૧૯૬૬), તપ (૧૯૭૪), ઝાકળનાં મોતી અને મોહમ્મદ માંકડની વાર્તાઓ (બે ભાગ, ૧૯૮૮) નો સમાવેશ થાય છે.[૨]
આજની ક્ષણ, કેલિડોસ્કોપ ના ચાર ભાગો, સુખ એટલે (૧૯૮૪), આપણે માણસ ના બે ભાગો અને ઉજાસ (૧૯૯૦) તેમનાં નિબંધ સંગ્રહો છે.[૨]
ચંપુકથાઓ ના બે ભાગમાં બાળ વાર્તાઓનો સમાવેશ થાય છે.
તેમણે મહાનગરનું ભાષાંતર કરેલું.
પુરસ્કારો
[ફેરફાર કરો]૨૦૦૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.[૩] તેમને ૧૯૬૭ અને ૧૯૯૨માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકાર તરફથી તેમને ૧૯૬૯, ૧૯૭૧ અને ૧૯૭૩માં પુરસ્કારો મળેલા.[૨] ૨૦૧૯માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહંમદ માંકડનું નિધન". Zee News. મેળવેલ 2022-11-05.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Kartik Chandra Dutt (૧ જાન્યુઆરી ૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પૃષ્ઠ ૭૨૧. ISBN 978-81-260-0873-5.
- ↑ ૩.૦ ૩.૧ "મોહમ્મદ માંકડ, ગુજરાતી સાહિત્ય પરિષદ". Mohammad Mankad, Gujarati Sahitya Parishad. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૫.
- ↑ "ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન, 93 વયે લીધા અંતિમ શ્વાસ". gujarati.abplive.com. 2022-11-06. મેળવેલ 2023-11-17.
- ↑ "Mohammad Mankad conferred with award". Ahmedabad Mirror. 29 November 2019. મેળવેલ 9 December 2019.