શિવભદ્રસિંહ ગોહિલ
શિવભદ્રસિંહ ગોહિલ | |
---|---|
જન્મ | ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ |
મૃત્યુ | ૩૧ મે ૨૦૨૪ |
મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ (૨૩ ડિસેમ્બર ૧૯૩૩ - ૩૧ મે ૨૦૨૪) ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ હતા. તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના પુત્ર હતા.
જીવન
[ફેરફાર કરો]શિવભદ્રસિંહજીનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. તેમનું કાયમી નિવાસ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલું ભાવવિલાસ પેલેસ હતું. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં મળેલી ભાલનાં વેળાવદર ગામ પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના માટે પોતાનો હક્ક જતો કરીને સરકારને ભેટ આપી હતી. તેઓ ૧૯૬૨થી ૧૯૭૨ દરમ્યાન એમ.એલ.એ. રહ્યા હતા. સ્વાધ્યાય પરીવારના પાંડુરંગ આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું હતું. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમિતિનું જ્યારથી ગઠન થયું ત્યારથી તેઓ એના સભ્ય રહ્યા હતી અને સિંહોની વસ્તી ગણતરી વખતે પોતાની સેવાઓ આપી હતી. ભાવનગર પાસે આવેલા ખોડીયાર માતાજીના મંદીરના તેઓ ટ્રસ્ટી હતા.
૩૧ મે ૨૦૨૪ના દિવસે સવારે ટૂંકી માંદગી બાદ એમનું અવસાન થયુ હતું.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ભાવનગરના રાજવી પરિવારનાં મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન, 91 વર્ષે લીધા અંતિમ શ્વાસ". ગુજરાત સમાચાર. ૩૧ મે ૨૦૨૪. મેળવેલ ૩૧ મે ૨૦૨૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |