રંગ અવધૂત

વિકિપીડિયામાંથી
રંગ અવધૂત
અંગત
જન્મ
પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે

(૧૮૯૮−૧૧−૨૧)૨૧ November ૧૮૯૮ (કારતક સુદ નોમ)[૧]
મૃત્યુ૧૯ November ૧૯૬૮(૧૯૬૮−૧૧−૧૯) (ઉંમર ૬૯) (કારતક વદ અમાસ)[૧]
પંથદત્ત સંપ્રદાય
સંપ્રદાયગુરૂચરિત્ર પરંપરા
કારકિર્દી માહિતી
ગુરુવાસુદેવાનંદ સરસ્વતી
સાહિત્યિક સર્જનદત્ત ભવાની

રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, (૨૧ નવેમ્બર ૧૮૯૮-૧૯ નવેમ્બર ૧૯૬૮) હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.[૨][૩]

જીવન[ફેરફાર કરો]

રંગ અવધૂતનો આશ્રમ, નારેશ્વર

તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.[૧][૪]

૧૯ નવેમ્બર ૧૯૬૮ (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ ૨૧ નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[૩][૪]

તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.

સર્જન[ફેરફાર કરો]

તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે. તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નમસ્મરણ, અમર આદેશ, પ્રસનોતરિજિતા, દત્યોગ પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે.[૩][૪]

  • અવતરણો:
  1. પરસ્પરદેવો ભવઃ
  2. શ્વાસે શ્વાસે દત્તનામ સમર્તમન
  3. સત્યમેવ પરમ તપ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Adi Da Samraj (૨૦૦૪). The Knee of Listening: The Divine Ordeal of the Avataric Incarnation of Conscious Light : the Spiritual Autobiography of the Ruchira Avatar, Adi Da Samraj. North Atlantic Books. પૃષ્ઠ ૭૪૬–૭૪૭. ISBN 978-1-57097-167-9.
  2. Gyanesh, Godble, (૨૦૧૦). "Rang Avadhootna sahitya ma vyakt thatu shaikshanik chintan". Cite journal requires |journal= (મદદ)CS1 maint: extra punctuation (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Jani, Suresh B. (૧૬ જૂન ૨૦૦૬). "રંગ અવધૂત". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૧૭.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "રંગ અવધૂત મહારાજ જયંતી". Sambhaav News. ૮ નવેમ્બર ૨૦૧૬. મૂળ માંથી 2017-09-08 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]