લખાણ પર જાઓ

રશ્મિ ઉર્ધ્વરેશે

વિકિપીડિયામાંથી
રશ્મિ ઉર્ધ્વરેશે
માર્ચ ૨૦૨૦માં
જન્મની વિગત
રશ્મિ રાનડે

૧૯૫૯
શિક્ષણવિશ્વેશ્વરાયા નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી, નાગપુર
વ્યવસાયભારતીય ઑટોમેટીવ ઇજનેર
નોકરી આપનારઑટોમેટીવ રિસર્ચ એશોશિએશન ઑફ ઇન્ડિયા
પ્રખ્યાત કાર્યનારી શક્તિ પુર્સ્કાર વિજેતા

રશ્મિ ઉર્ધ્વરેશે જન્મે રશ્મિ રાનડે (જ. ૧૯૫૯) એ એક ભારતીય ઑટોમોટિવ ઇજનેર છે. તેઓ ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયાના નિર્દેશક (ડાયરેક્ટર) છે. માર્ચ ૨૦૨૦માં તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે નારી શક્તિ પુરસ્કાર મેળવતા રશ્મિ ઉર્ધ્વરેશે. તેમને જોતા સ્મૃતિ ઇરાની.

તેમનો જન્મ ૧૯૫૯માં નાગપુરમાં થયો હતો.[] ઈ. સ. ૧૯૭૭ માં તેમણે નાગપુરની વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇજનેરી મહાવિદ્યાલય, પુણેથી ઑટોમોટિવ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે સમયે ભારતમાં મહિલા માટે આ કારકિર્દી અસામાન્ય અને પડકારરૂપ હતી. એન્જિનિયરિંગ કૉલેજમાં થોડી મહિલાઓ હતી (અને ઘણા શૌચાલયો નહોતા) અને ઑટોમોટિવ સામાન્ય રીતે એક પુરૂષ પ્રધાન ક્ષેત્ર હતું.[]

તેમણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની તાલીમ મેળવી હતી અને તેઓ પરીક્ષણ યંત્રોના હાઇડ્રોલિક્સ અને પછી ઉત્સર્જન નિયંત્રણ માટેના નિયંત્રણો વિકસાવવામાં મદદ કરે છે. તેમણે ઉત્સર્જનનો અભ્યાસ કરતી પ્રથમ ભારતીય પ્રયોગશાળામાં ઉત્સર્જન માપવાની પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી હતી. ઑટોમોટિવ સલામતી, ઉત્સર્જન અને હવાની ગુણવત્તા, ઇ-ગતિશીલતા, સાશ્વત પરિવહન, વાહન નિયમન, એકરૂપતા વગેરે તેમની કુશળતાના ક્ષેત્રો છે. તેઓ કુલ ગુણવત્તા વ્યવસ્થાપનમાં નિષ્ણાત હતા અને આ વિષય પર એક પુસ્તકનું સહ-લેખન કર્યું હતું.[]

તે યુવાન વયે રમતગમતમાં ઘણો રસ લેતા હતા, તેઓ સિતાર વગાડવાનું શીખ્યા અને સમય જતાં તેઓ રાજ્ય સ્તરે બ્રિજ ચેમ્પિયન બન્યા હતા.[]

તેમને ૨૦૧૪ માં ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવી []

માર્ચ ૨૦૨૦માં, વર્ષ ૨૦૧૯ માટેનો ભારતમાં મહિલાઓ માટે સર્વોચ્ચ પુરસ્કાર સાથે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઑટોમોટિવ સંશોધન અને વિકાસમાં તેમના ૩૫ વર્ષનાં કાર્યનું સન્માન કરતા તેમને આ પુરસ્કાર આપ્યો હતો. તે સમયે તેઓ પુણેમાં રહેતા હતા.[] આ પુરસ્કાર એવી મહિલાઓને આપવામાં આવે છે જેમણે મહિલા સશક્તિકરણ માટે જુદા સ્વરૂપે કામ કર્યું હોય. સમારંભ બાદ ઉર્ધ્વરેશે ભારત સરકારે દેશમાં ઓછી શિક્ષિત મહિલાઓની શક્તિઓને ખોળી તેમના માટે કરેલા કાર્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.[]

નિજી જીવન

[ફેરફાર કરો]

તેના પતિ હેમંત ઉર્ધ્વરેશે પણ ઇજનેર છે. જ્યારે તેની પત્ની છ મહિના માટે જર્મનીમાં હતી ત્યારે તેમણે તેમના ચૌદ મહિનાના બાળક સારંગ ઉર્ધ્વરેશેની સંભાળ રાખી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ www.ETAuto.com. "Educating girls will bring significant changes in society: Rashmi Urdhwardeshe, ARAI Director - ET Auto". ETAuto.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-04. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "36 years' efforts reached its zenith today: Nari Shakti award winner Rashmi Urdhwardeshe". The Indian Express (અમેરિકન અંગ્રેજીમાં). 2020-03-08. મેળવેલ 2020-04-04. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "Women of Mettle – Rashmi Urdhwareshe, Director, ARAI". motorindiaonline.in. મેળવેલ 2020-07-13. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "Educating Girls Will Bring Significant Changes In Society: Rashmi Urdhwardeshe". BW Education (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-04. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)