રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા
રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા | |
---|---|
રામ જન્મભૂમિ મંદીર, અયોધ્યા | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | રામ લલ્લા (રામનું બાળ સ્વરૂપ) |
સંચાલન સમિતિ | શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
સ્થિતિ | બાંધ કામ ચાલુ[lower-alpha ૧](પ્રાણ પ્રતિષ્ઠા: ૨૨ જાન્યુઆરી ૨૦૨૪[૧]) |
સ્થાન | |
સ્થાન | રામ જન્મભૂમિ, અયોધ્યા |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26°47′44″N 82°11′39″E / 26.7956°N 82.1943°E |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | સોમપુરા કુટુંબ[lower-alpha ૨] |
સ્થાપત્ય પ્રકાર | હિંદુ મંદિર સ્થાપત્ય |
સ્થાપત્ય શૈલી | નાગર શૈલી |
નિર્માણકાર | શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
ખાતમૂર્હત | ૫ ઓગસ્ટ ૨૦૨૦[૪] |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | 110 metres (360 ft) |
પહોળાઈ | 72 metres (235 ft) |
ઊંચાઇ (મહત્તમ) | 49 metres (161 ft)[૫] |
સ્થળ વિસ્તાર | 1.1 hectares (2.7 acres)[૫] |
મંદિરો | ૬ મંદિરોના સંકુલમાં મધ્યમાં મુખ્ય એક મંદિર |
વેબસાઈટ | |
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં આવેલું હિંદુ ધર્મનું પવિત્ર તીર્થસ્થળ છે. આ સ્થળને વિષ્ણુના સાતમા અવતાર રામચંદ્ર ભગવાનનું જન્મસ્થાન માનવામાં આવે છે, તેથી જ આ તીર્થનો સમાવેશ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વનાં સ્થળોમાં થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]રામ મંદિરનાં ઉદ્ઘાટન સાથે રામ ભક્તોની ૫૦૦ વર્ષની રાહનો અંત આવ્યો છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં તેમનું મંદિર બનાવ્યું હતું. એકલા અયોધ્યામાં સીતારામના ૩૦૦૦ મંદિરો હતા. ઈતિહાસકારોનું કહેવું છે કે પમી સદીમાં આમાંથી ઘણા મંદિરોની હાલત ખરાબ થવા લાગી હતી. તે જ સમયે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને મંદિરોનું સમારકામ કરાવ્યું હતું.
૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થયું. ૧૫૨૮ સુધીમાં બાબરની સેના અયોધ્યા પહોંચી. દસ્તાવેજો દર્શાવે છે કે મુઘલ શાસક બાબરના આદેશ પર મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી. યુરોપિયન ભૂગોળશાસ્ત્રી જોસેફ ટિફેન્થેલર ૧૭૬૬ અને ૧૭૭૧ વચ્ચે આ સ્થાન પર હતા. તેમના પુસ્તક ડિસ્ક્રિપ્ટિઓ ઇન્ડિયામાં તેમણે અહીં રામ ચબૂતરાના અસ્તિત્વ વિશે વાત કરી છે.
૧૮૧૩માં પ્રથમ હિન્દુ સંગઠનોએ દાવો કર્યો કે બાબરે રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. અહીંથી આ મુદ્દો ફરી ઉભો થવાં લાગ્યો. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ૧૮૫૩માં અહીં પહેલીવાર સાંપ્રદાયિક હિંસા થઈ હતી. વધી રહેલા વિવાદને જોઈને ૧૮૫૯માં અંગ્રેજોએ વિવાદિત સ્થળની આસપાસ વાડ વનાવડાવી દીધી. આ કેસ ૧૮૮૫માં પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો હતો. મહંત રઘુબીર દાસે રામ ચબૂતરા પર મંદિર બનાવવા માટે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. ૧૯૪૯માં મસ્જિદની અંદરથી ભગવાનની મૂર્તિ મળી આવી હતી. જ્યારે હિન્દુ પક્ષે ભગવાન રામના દેખાવનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે હિન્દુઓએ ગુપ્ત રીતે મૂર્તિઓ અંદર મૂકી હતી. બંને પક્ષોએ એકબીજા સામે કેસ કર્યા હતા. બીજી તરફ પ્રશાસને તેને વિવાદિત માળખું ગણીને તેને તાળું મારી દીધું હતું.
૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે રામ ચબૂતરામાં પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. ૧૯૫૯માં નિર્મોહી અખાડાએ કબજા માટે ત્રીજી અરજી દાખલ કરી. ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે અરજી દાખલ કરી અને મસ્જિદની જમીન પર દાવો કર્યો. ૧૯૮૬માં જિલ્લા અદાલતે વિવાદિત માળખું ખોલવાની અને દર્શનની પરવાનગી આપી. ૧૯૮૯માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જમીન પર રામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને પહેલો પથ્થર મૂક્યો.
વિવાદાસ્પદ માળખાનો વિધ્વંસ
[ફેરફાર કરો]વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જમીન પર મસ્જિદને બદલે રામ મંદિર બનાવવાની ચળવળ શરૂ કરી દીધી હતી. ૯૦ના દાયકામાં રાજનેતાઓ માટે રામ મંદિરનો મુદ્દો ખૂબ જ મહત્વનો હતો. ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીએ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કાઢી હતી. ૧૯૯૨માં દેશભરમાંથી ભેગા થયેલા કારસેવકોએ આ વિવાદીત માળખું તોડી પાડ્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે કરેલા ગોળીબારમાં અનેક કારસેવકોએ જીવ ગુય્માવ્યો હતો અને અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ પછી દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. રમખાણોમાં ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. કેસ નોંધવામાં આવ્યો હતો અને ૪૯ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ચંપત રાય, કમલેશ ત્રિપાઠી સહિત ભાજપ અને વીએચપીના ઘણા નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૨૮ વર્ષ બાદ કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ચુકાદા સમયે ૧૭ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.
કાયદાકીય લડાઈ અને આખરી નિર્ણય
[ફેરફાર કરો]૨૦૦૦૨માં અલ્હાબાદ હાઈકોર્ટે જમીન પર માલિકી હકો માટે સુનાવણી શરૂ કરી હતી. ૨૦૧૦માં હાઇકોર્ટે વિવાદિત જમીનને સુન્ની વક્ફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે ત્રણ સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૧માં હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મુસલમાનોને ભરપાઈ તરીકે મસ્જીદનિર્માણ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
[ફેરફાર કરો]આ પછી ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વડાપ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું અને મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થયુ. ૧૮ જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે રામલલાના વિગ્રહનો અભિષેક કરવામાં આવ્યો. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ તેમના બાળ સ્વરૂપની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરના ૧૨૧ આચાર્યો દ્વારા તમામ ધાર્મિક વિધિઓ કરવામા આવી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યાં હતાં.
પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા માટે ૯ હવનકુંડ અને ૨ મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા. આઠ દિશાઓ માટે આઠ હવનકુંડ બનાવવામાં આવ્યા હતા. એક હવનકુંડ આચાર્ય માટે બનાવવામાં આવ્યો હતો. હવન કુંડ બનાવવા માટે ઈંટ, રેતી, માટી, ગોબર, પંચગવ્ય અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધા જ હવનકુંડોની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને ઊંડાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પહેલા આચાર્યોએ વિધિપૂર્વક ગણપતિ, હનુમાનજી, નવ ગ્રહ, લક્ષ્મીનારાયણ, શિવપાર્વતી, બ્રહ્મા, સૂર્ય, આદિ દેવોનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ ભગવાન રામની વિધિવત પૂજા અર્ચના અને યજ્ઞ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ૨૫ જાન્યુઆરી ૨૦૨૪થી મંદીર સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
આ પણ જુઓ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "'Prana Pratishta' at Ram Mandir to be held on January 22: Nripendra Misra". Business Standard (અંગ્રેજીમાં). 10 December 2023. મૂળ સંગ્રહિત માંથી 31 December 2023 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2023.
- ↑ Umarji, Vinay (15 November 2019). "Chandrakant Sompura, the man who designed a Ram temple for Ayodhya". Business Standard. મૂળ સંગ્રહિત માંથી 30 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 27 May 2020.
- ↑ Pandey, Alok (23 July 2020). "Ayodhya's Ram Temple Will Be 161-Foot Tall, An Increase Of 20 Feet". NDTV. મૂળ સંગ્રહિત માંથી 25 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 23 July 2020.
- ↑ Gaur, Vatsala (5 August 2020). "PM Modi lays foundation stone of Ram Mandir in Ayodhya, says wait of centuries has ended". The Economic Times (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 31 December 2023 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2023.
- ↑ ૫.૦ ૫.૧ "Ram Temple: Second phase of foundation expected to be completed by Jan end". Mint (newspaper). 15 January 2022. મૂળ સંગ્રહિત માંથી 26 January 2022 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2022.