રોટલા

વિકિપીડિયામાંથી
બાજરીના રોટલા

ઊંધિયું રોટલાએ વિવિધ પ્રકારના અનાજને દળીને બનાવવામાં આવતા ભારતીય રોટી (બ્રેડ)છે. અનાજનો લોટ, પાણી, મીઠું એ રોટલાના પારંપારિક ઘટકો છે. રોટલા ઉપર અમુક વાર ઘી લગાડીને ખાવામાં આવે છે.

પહેલાના સમયમાં આજના પ્રમાણ જેટલાં ઘઉં સુલભ ન રહેતાં. વળી સિંચાઈની વ્યવસ્થા ન હોય તેવા ક્ષેત્રોમાં ઘઉં ન ઉગાડી શકાતા. આથી પ્રાચીન સમયમાં ઘઉંમાંથી બનતી રોટલી એટલી પ્રચલીત ન હતી. સ્થાનીક રીતે જે અનાજ ઉગતું તે જ લોકો ખાતાં. તે સિવાય રોટલી બનાવવી એ ઘણી કડાકૂટ ભર્યું અને સમય માગી લે અને આવડત માંગી લે તેવું કામ હોવાથી રોટલી પ્રચલીત ન હતી. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં રોટલા ખવાય છે. રોટલી કે ભાખરી પતલી વેલણનો ઉપયોગ કરી વણવામાં આવે છે, જ્યારે રોટલા જાડા હોય છે. રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે. રોટલા શેકતી વખતે તેમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી.

વિવિધ પ્રકાર[ફેરફાર કરો]

કૃતિ[ફેરફાર કરો]

  • લોટમાં મીઠું, પાણી ભેળવેને ટીપી શકાય તેવી કણક તૈયાર કરો.
  • તેના લુઆ પાડી, હળવી હાથે ટીપી, ગોળા કાર રોટલો ટીપો.
  • તવા પર શેકવા મૂકો.
  • ઘી ચોપડી કે [[શાક] સાથે ખાવા આપો.

નોંધ[ફેરફાર કરો]

  • રોટલા ટીપવા એ એક કળા છે, જેમાં ઘણાં મહાવરાની જરૂર પડે છે. જો ન આવડે તો પાટલા પર થાપીને પણ રોટલા બનાવી શકાય છે.