વઢવાણા તળાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વઢવાણા તળાવ
Vadhavana Bird Sanctuary-1.jpg
વઢવાણા જળાશય
સ્થાનવઢવાણા, ડભોઇ તાલુકો, ગુજરાત રાજ્ય
અક્ષાંશ-રેખાંશ22°10′25″N 73°28′28″E / 22.1734784°N 73.474453°E / 22.1734784; 73.474453
પ્રકારતળાવ
દેશોભારત
ક્ષારતાનથી. પીવાલાયક પાણી.
વઢવાણા પક્ષી અભયારણ્ય

વઢવાણા તળાવ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા પાસે આવેલું એક તળાવ છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. ડભોઈથી બોડેલી જતા રસ્તા એસ.એચ.૧૧ પરથી જતા આ તળાવ જમણી તરફ આવે છે. અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલ આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. અહીં દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે.[૧]

વઢવાણા તળાવ અને તેની આસપાસનો નકશો.


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુજરાત પાક્ષિક". No. ૪-૫. ગાંધીનગર: માહિતી ખાતું, ગુજરાત રાજ્ય. 1 March 2019. Check date values in: |date= (મદદ)