લખાણ પર જાઓ

વસંતવિલાસ

વિકિપીડિયામાંથી
વસંતવિલાસ
Structures of desire, Folio from Vasanta Vilasa, 1451 CE manuscript
Author(s)અજ્ઞાત
Languageજૂની ગુજરાતી
Date૧૪મી સદીનો પહેલો ભાગ
Manuscript(s)Illustrated manuscript containing painting
First printed edition૧૯૨૩માં કેશવ ધ્રુવ વડે
Genreફાગુ
Subjectશૃંગાર

વસંતવિલાસ (શાબ્દિક:વસંતનો આનંદ) એ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ અજ્ઞાત લેખકની ગેય ફાગુ કવિતા છે, જે ૧૪મી સદીના પહેલા ભાગમાં લખેલી હોવાનું માનવામાં આવે છે. તેનો વિષય શૃંગારનું નિરૂપણ છે. તે કવિતાનું મહત્વનું ઐતિહાસિક મૂલ્ય છે કારણ કે તે જૂની ગુજરાતીના ભાષાકીય પુરાવા પ્રદાન કરે છે.

ગુજરાતી વિદ્વાન કેશવ હર્ષદ ધ્રુવે સૌ પ્રથમ ૧૪૫૫માં નકલ કરેલી વસંતવિલાસની સચિત્ર હસ્તપ્રત શોધી કાઢી અને તેને શાળાપત્રમાં પ્રકાશિત કરી. પ્રકાશિત સંસ્કરણ તેમને અસંતુષ્ટ લાગ્યું, કારણ કે સંસ્કરણમાં ઘણા સંપાદનની જરૂર હતી, તેથી તેમણે ફરીથી હાજી મુહમ્મદ સ્મારક ગ્રંથ (૧૯૨૩)માં નોંધો સાથે પ્રકાશિત કર્યું. તે દરમિયાન, તેમને પૂણેની ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજી એક હસ્તપ્રત મળી અને તેની સહાયથી, તેમણે આ લખાણ ફરીથી સંપાદિત કર્યું. ૧૯૪૩માં અન્ય વિદ્વાન કાંતિલાલ બી. વ્યાસે કવિતાની બીજી કાળજીપૂર્વક સંપાદિત આવૃત્તિ પ્રકાશિત કરી, જેણે ભારત અને વિદેશના વિદ્વાનોમાં રસ જગાવ્યો. વ્યાસે તેનું અંગ્રેજી અનુવાદ ૧૯૪૬માં પ્રકાશિત કર્યું.[]

માળખું

[ફેરફાર કરો]
વસંતવિલાસનો વિભાગ, ઇસવીસન ૧૪૫૧

કવિતા અજંતાની શૈલીમાં પેઇન્ટિંગવાળી સચિત્ર હસ્તપ્રતમાં મળી હતી.[]

વસંતવિલાસના બે ગ્રંથો ઉપલબ્ધ છે. પ્રથમમાં ૫૨ પદોનો સમાવેશ થાય છે જ્યારે અન્યમાં ૮૪ છે. લેખક કવિતા અને સૌન્દર્યના ઉત્સાહી અને અસલ પ્રેમી હોય તેવું લાગે છે, તેથી તેમણે આ કવિતામાં ઘણા પ્રખ્યાત કવિઓના સંસ્કૃત અને પ્રાકૃતિક શ્લોક ટાંક્યા છે.[] તેનું છંદબદ્ધ સ્વરૂપ 'ઉપદોહક' છે, જે મધ્યયુગીન દોહાનું એક વૈવિધ્યપૂર્ણ સ્વરૂપ છે.[] વિષયવસ્તુ પ્રમાણે કવિતાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ભાગમાં ૧ થી ૪૫ પદોનો સમાવેશ થાય છે જે 'યુગલોની જુદાઈ' વર્ણવે છે, અને બીજા ભાગમાં ૪૬ થી ૮૪નો સમાવેશ થાય છે અને તે 'યુગલોના જોડાણ' સાથે સંબંધિત છે.[]

આ કૃતિનું નોંધપાત્ર ઐતિહાસિક મૂલ્ય છે કારણ કે તે જૂની ગુજરાતીના ભાષાકીય પૂરાવા પ્રદાન કરે છે. [] મુનિ જિનવિજયે વસંતવિલાસને જૂના ગુજરાતી સાહિત્યના તેજસ્વી રત્નોમાં એક માન્યું.[] કાંતિલાલ વ્યાસે પણ આ કૃતિને અનન્ય ગણાવી હતી.[]

વધુ વાંચન

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Mohan Lal (2009). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (3rd આવૃત્તિ). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4507–4508. ISBN 978-81-260-1221-3.
  2. મુન્શી, કનૈયાલાલ માણેકલાલ (૧૯૬૭). Gujarat and Its Literature: From Early Times to 1852. મુંબઈ: ભારતીય વિદ્યા ભવન. પૃષ્ઠ ૧૩૮.
  3. K. M. George, સંપાદક (1997). Masterpieces of Indian literature. Vol. 1. New Delhi: National Book Trust. પૃષ્ઠ 365-366. ISBN 978-81-237-1978-8. મેળવેલ 5 March 2018. |volume= has extra text (મદદ)
  4. Mohan Lal (2009). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (3rd આવૃત્તિ). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4507–4508. ISBN 978-81-260-1221-3.
  5. Brahmbhatt, Prasad (2016) [2002]. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [History of Medieval Gujarati Literature]. Ahmedabad: Parshva Publication. પૃષ્ઠ 39. ISBN 978-93-5108-300-9.
  6. Bender, Ernest (January–March 1947). "Review". Journal of the American Oriental Society. American Oriental Society. 67 (1): 72–73. doi:10.2307/596056. JSTOR 596056.
  7. Mohan Lal (2009). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (3rd આવૃત્તિ). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4507–4508. ISBN 978-81-260-1221-3.