વાંકાનેર રજવાડું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાંકાનેર રજવાડું
રજવાડું
૧૬૦૫–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
વાંકાનેરનું સ્થાન
સૌરાષ્ટ્રમાં વાંકાનેર રજવાડાનું સ્થાન
ઇતિહાસ
 •  સ્થાપના ૧૬૦૫
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૩૧ ૧,૦૭૫ km2 (૪૧૫ sq mi)
વસ્તી
 •  ૧૯૩૧ ૪૪,૨૫૯ 
વસ્તી ગીચતા ૪૧.૨ /km2  (૧૦૬.૬ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)
૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો રણજીત વિલાસ પેલેસ

વાંકાનેર રજવાડું ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.[૧] તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

વાંકાનેર રજવાડાની સ્થાપના ઇ.સ. ૧૬૨૦માં ધ્રાંગધ્રા રજવાડાના રાય ચંદ્રસિંહજી (૧૫૮૪-૧૬૨૮)ના સૌથી મોટા પરથીરાજજીના પુત્ર સરતાનજીએ કરી હતી. રાજ્યના રાજવીઓ ઝાલા વંશના રાજપૂતો હતો. ૧૮૦૭માં મહારાજા રાય સાહિબ ચંદ્રસિંહજી પ્રથમે બ્રિટિશરો સાથે સંધિ કરી અને વાંકાનેર રજવાડું બ્રિટિશ રક્ષિત બન્યું. ૧૮૬૨માં રાજ્યને પોતાના શાસક માટે વંશજ પસંદ કરવાની સત્તા મળી હતી. વાંકાનેરના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટેની સંધિ પર ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં હસ્તાક્ષર કર્યા હતા.[૨]

શાસકો[ફેરફાર કરો]

વાંકાનેરના શાસકો 'મહારાજા રાજ સાહિબ' બિરુદ ધારણ કરતા હતા.[૩]

મહારાજા રાજ સાહિબો[ફેરફાર કરો]

 • ૧૬૭૯ – ૧૭૨૧ ચંદ્રસિંહજી પ્રથમ રાયસિંહજી (મૃ. ૧૭૨૧)
 • ૧૭૨૧ – ૧૭૨૮ પૃથ્વીસિંહજી ચંદ્રસિંહજી (મૃ. ૧૭૨૮)
 • ૧૭૨૮ – ૧૭૪૯ કેસરીસિંહજી પ્રથમ ચંદ્રસિંહજી (મૃ. ૧૭૪૯)
 • ૧૭૪૯ – ૧૭૮૪ ભારોજી કેસરીસિંહજી (મૃ. ૧૭૮૪)
 • ૧૭૮૪ – ૧૭૮૭ કેસરીસિંહજી દ્વિતિય રાયસિંહજી (મૃ. ૧૭૮૭)
 • ૧૭૮૭ – ૧૮૩૯ ચંદ્રસિંહજી દ્વિતિય કેસરીસિંહજી (મૃ. ૧૮૩૯)
 • ૧૮૩૯ – ૧૮૪૨ વખતસિંહજી ચંદ્રસિંહજી (મૃ. ૧૮૪૨)
 • ૧૮૪૨ – ૧૨ જૂન ૧૮૮૧ બાનેસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૪૨ – મૃ. ૧૮૮૧)
  • ૧૮૪૨ – ૧૮૬૧ .... - ગાદી સંચાલક
 • ૧૨ જૂન ૧૮૮૧ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અમરસિંહજી બાનેસિંહજી (જ. ૧૮૭૯ – મૃ. ૧૯૫૪) (૧૨ ડિસેમ્બર ૧૯૧૧ થી, સર અમરસિંહજી બાનેસિંહજી)
 • ૧૨ જાન્યુઆરી ૧૮૮૧ – ૧૮૮૮ ગણપતરાવ નારાયણ લાઉદ - ગાદી સંચાલક
  • ૧૮૮૮ – ૧૮ માર્ચ ૧૮૯૯ .... - ગાદી સંચાલક

સંદર્ભ[ફેરફાર કરો]