વિતાન સુદ બીજ
લેખક | રમેશ પારેખ |
---|---|
પૃષ્ઠ કલાકાર | અમિત કે. પારેખ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | કાવ્ય સંગ્રહ |
પ્રકાર | ગઝલ, શેર, ગીત |
પ્રકાશિત | ૧૯૮૯ |
પ્રકાશક | ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
પાનાં | ૧૯૨ |
પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૪) |
OCLC | 20454651 |
દશાંશ વર્ગીકરણ | 891.471 |
વિતાન સુદ બીજ એ રમેશ પારેખે લખેલી ગુજરાતી કવિતાઓનો કાવ્યસંગ્રહ છે. ૧૯૯૪માં આ પુસ્તકને ગુજરાતી માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
ઇતિહાસ
[ફેરફાર કરો]સૌ પ્રથમ આ પુસ્તક ૧૯૮૯માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પાછળથી, આ પુસ્તકની કવિતાઓનો સમાવેશ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત રમેશ પારેખની સંંપૂર્ણ કૃતિઓ - 'છ અક્ષરનું નામ' -માં પણ કરવામાં આવ્યો હતો.[૧]
પુસ્તકની રચનાઓ
[ફેરફાર કરો]પુસ્તકમાં ૫૯ ગઝલો, ૬ મુક્તકો, ૨૪ છૂટક શેર અને ૯૯ ગીત કવિતાઓ બોલચાલની ભાષામાં રચાયેલા છે. તેમાં "એક સંયુક્ત ગીત" નામની કવિતા શામેલ છે, જે ૬ ઓક્ટોબર ૧૯૮૫માં ગુજરાતી લેખક અનિલ જોશીના સહયોગથી રચાયેલી હતી.[૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તરફથી આ પુસ્તકને ૧૯૯૪ના સાહિત્ય અકાદમી પારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું.[૧] આ પુસ્તકને ભારતીય ભાષા પરિષદ, કલકત્તા તરફથી રાજકુમાર ભુવાલકા પુરસ્કાર પણ મળ્યો છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૫). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૭૭. ISBN 978-93-5108-247-7.
- ↑ પારેખ, રમેશ (૧૯૮૯). વિતાન સુદ બીજ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી.
- ↑ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાશ્વ પ્રકાશન. પૃષ્ઠ ૭૭–૮૪. ISBN 978-93-5108-247-7.