અનિલ જોશી
Appearance
અનિલ જોશી | |
---|---|
અનિલ જોશી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ૨૦૦૫ | |
જન્મ | અનિલ રમાનાથ જોશી ૨૮ જુલાઇ, ૧૯૪૦ ગોંડલ, ગુજરાત |
વ્યવસાય | કવિ, નિબંધ કાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ. એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
લેખન પ્રકારો | ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૦)[૧] |
સક્રિય વર્ષો | ૧૯૬૧-હાલ પર્યંત |
જીવનસાથી | ભારતી જોશી (લ. 1975) |
સંતાનો | સંકેત (પુત્ર) રચના (પુત્રી) |
સહી |
અનિલ રમાનાથ જોશી (જન્મ: ૨૮ જુલાઇ ૧૯૪૦) ગુજરાતી નિબંધકાર અને કવિ છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સર્જન
[ફેરફાર કરો]શ્રેણી | વર્ષ | પ્રકાર |
---|---|---|
કદાચ | ૧૯૭૦ | કાવ્યસંગ્રહ |
બરફના પંખી | ૧૯૮૧ | કાવ્યસંગ્રહ |
પવનની વ્યાસપીઠે | ૧૯૮૮ | લલિતનિબંધસંગ્રહ |
સ્ટેચ્યૂ | ૧૯૮૮ | નિબંધસંગ્રહ |
બોલપેન | નિબંધસંગ્રહ | |
બારીને પડદાનું કફન | નિબંધસંગ્રહ | |
દિવસનું અંધારું છે | નિબંધસંગ્રહ | |
કાગડો ધોળા દિવસનું અંધારું છે | નિબંધસંગ્રહ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gujarat-based writer Anil Joshi to return Sahitya Akademi award". Firstpost. ૧૨ ઓક્ટોબર ૨૦૧૫. મેળવેલ ૨૩ મે ૨૦૧૬.
વિકિમીડિયા કૉમન્સ પર અનિલ જોશી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.