શામળાબાપા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચિત્ર:Shri Samlabapa - Rupavati.jpg
સંતશ્રી શ્રી શામળાબાપા-રૂપાવટી

શામળાબાપાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે મહાન સંત થયા. તેનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૮ ને ફાગણ સુદ ૧૫ ને રવિવારનાં દિવસે ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે સોરઠીયા વણીક જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળાબાપાનું પુર્વાશ્રમનું નામ બાલુભાઈ હતું. તેમના માતા-પિતા પણ ભક્તિનાં રંગે રંગાઈ ગયેલા હતાં. અને કહેવાય છે ને કે આવા અવતારી પુરુષો તેવા જ માતાની કુખે જન્મ ધારણ કરે છે. કહેવાય છે કે જયારે શામળાબાપાનો જન્મ થયો, ત્યારે પરવડી ગામમાં સંતશ્રી આત્મારામબાપા રામ જન્મ થયો, રામ જન્મ થયો તેવો જયઘોષ કર્યો અને આદી, અનાદી, અલખનાં આ અવતારી પુરૂષનાં એંધાણ દીધા હતાં. આમ શામળાબાપાએ પોતાનાં સંસારીક જીવનમાં બાલુભાઈ તરીકે તેમનું જીવન શરૂ કર્યુ હતું.

બાળપણ[ફેરફાર કરો]

બાલુભાઈ પોતાની જીદંગીમાં હજુ તો ડગ માંડતા હતાં, તેવામાં જ એક કરૂણ પ્રંસંગ બન્યો. તેમની ઉમંર માંડ હજુ તો બે થી અઢી વર્ષની હશે અને બન્યું એવું કે તેમના પિતા જીવરાજભાઈનું અવસાન થયું. તેઓ તો સંસારની આવી આટીઘુંટીની કોઈ પણ જાતની જાણ વગર જ દિવસો પસાર કરતા હતા. તે સમયે આ અવતારી પુરૂષનો ઉછેર પણ કારમી ગરીબીમાં થયો હતો. જીંદગીના આવા કપરા સમયે બાલુભાઈને લઈને તેમની માતા દેવકુંવરબેન તેમના મોસાળ એવા તાતણીયા ગયા હતા. જેથી બાલુભાઈનું બાળપણ ત્યાં વિત્યું હતું. કહેવાયું છે ને કે જીવનમાં "મા તે મા બીજા બધા વગડાનાં વા". તે પંક્તિને સાર્થક કરતા હોય તેમ બાલુભાઈની માતાને તેમના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી. જેથી તેઓએ બાલુભાઈને રાજકોટ શહેરમાં છાત્રાલય (બોર્ડીંગ)માં મોકલી આપ્યા. જયાં રહીને તેઓ અભ્યાસ કરી શકે.

કહેવાય છેને કે, જેનો આત્મા જ ઉચ્ચ કોટીનો હોય છે, તેને જ સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે. અને તે જ જીવનમાં કાંઈક કરી શકે છે. તેઓના રાજકોટમાં અભ્યાસ દરમિયાન એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બાલુભાઈ પણ છાત્રાલયના વિધાર્થીઓ સાથે સંતશ્રી રણછોડદાસજી મહારાજનાં દર્શને ગયા. ત્યાં બાપુનાં સાનિધ્યમાં બધા વિધાર્થીઓ વંદન કરીને બેઠા હતા, ત્યારે શ્રી રણછોડદાસજીબાપુએ બાલુભાઈને કહ્યું કે, તું એકલો મારી પાસે આવજે. તે સમયથી જ બાલુભાઈનાં રોમેરોમમાં આનંદ થવા લાગ્યો અને એક દિવસ તેઓ છાત્રાલયમાંથી રજા લઈને શ્રી રણછોડદાસજીબાપુ પાસે પહોંચી ગયા. ત્યાં જઈને બાપુનાં ચરણસ્પર્શ કરીને, સામે બેસી ગયા. તે સમયે જ શ્રી રણછોડદાસજીએ બાલુભાઈને કહ્યું કે, તું તપેશ્વરી થઈશ, રાજેશ્વરી થઈશ, યોગેશ્વરી થઈશ. આ સાંભળતા જ તેમના મનમાં વિચારોનાં વમળો ઉઠવા લાગ્યા. તેઓના જન્મ સમયે શ્રી આત્મારામજીબાપુએ જ જયઘોષ કર્યો હતો અને આજે શ્રી રણછોડદાસજીબાપુએ કહ્યું કે તું તપેશ્વરી થઈશ. જેથી તેઓને અહીંથી જ થવા લાગ્યું કે મારો જન્મ જ સેવા કરવા માટે જ થયો છે. આમ તેઓના અભ્યાસની સાથે ધાર્મિક રુચી પણ જાગૃત થઈ હતી. સમય આગળ આગળ ચાલ્યો જતો હતો.

માતાનો સ્વર્ગવાસ[ફેરફાર કરો]

આમ બાલુભાઈએ શાળાંત સુધી અભ્યાસ કર્યા પછી શિક્ષકની નોકરી સ્વીકારી. તે સમયે તેઓ ચોમાલ ગામમાં પ્રાથમિક શિક્ષક હતા અને માનગઢ રહેતા હતા. તે દિવસો દરમિયાન માતા દેવકુંવરબેન

ગુરૂ મિલન[ફેરફાર કરો]

સદાવ્રત[ફેરફાર કરો]

ભજનો[ફેરફાર કરો]

શામળાબાપાની આરતિ

 • જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
 • કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય સત્ય ગુરૂ દેવા...
 • ધન્ય રૂપાવટી ગામ ધન્ય ત્યાંની જનતા, બાપા ધન્ય ત્યાંની જનતા,
 • શ્રી સત્ય ગુરૂજી બીરાજે (2) શ્રી શામળા બાપા. ૐ જય...
 • ગુરૂ ગોવિંદ એકરૂપ નજરોથી જોવા, બાપા નજરોથી જોવા,
 • ભાવધરી નિશદીન કરૂ (2) તુમ ચરણોની સેવા. ૐ જય...
 • ગુરૂ દયાળુ દેવ ઇશ્ર્વર છો મારા, બાપા ઇશ્ર્વર છો મારા,
 • કોટી વંદન અમારા (2) તુમ ચરણોમાં પ્યારા. ૐ જય...
 • ગુરૂ વિના સગુ નહિ કોઇ આ જગમાં એવા, બાપા આ જગમાં એવા
 • સેવકને સંભાળો (2) દયા કરો દેવા. ૐ જય...
 • સેવક કહે બાપા અરજ સુણો દેવા, બાપા અરજ સુણો દેવા,
 • જનમો જનમની હું માંગુ તુમ ચરણોની સેવા. ૐ જય...
 • તન, મન, ધન અર્પણ ગુરૂ શરણે મારા, બાપા ગુરૂ શરણે મારા.
 • લક્ષ ચોર્યાશી છોડાવે (2) પલમાં ગુરૂ દેવા. ૐ જય...
 • ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, બાપા નવ જાણું સેવા,
 • બાળક તમારે શરણે (2) અવિચળ પદ લેવા. ૐ જય...
 • ગુરૂ ગંગા ગાયત્રી સરસ્વવતી જેવા, બાપા સરસ્વતી જેવા,
 • અડસઠ તિરથ બાપાને શરણે (2) દ્રઢ મનથી કરવા. ૐ જય...
 • ૐ જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
 • કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય...
 • શામળા બાપાની જય બજરંગદાસ બાપાની જય
 • આત્મારામ બાપાની જય
 • જય જય સીતારામ બાપા સીતારામ

ફોટો ગેલેરી[ફેરફાર કરો]

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]