શિવપુરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શિવપુરી ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના શિવપુરી જિલ્લામાં આવેલું નગર છે. શિવપુરી શહેરમાં શિવપુરી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.


આ શહેર ગ્વાલિયર (સંભાગ)થી આશરે ૧૧૩ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. શિવપુરી એક ઐતિહાસિક નગર છે. અગાઉ શિવપુરી ગ્વાલિયર રાજ્યના નરવર જિલ્લામાં આવેલું એક નાનકડું શહેર હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે અને અહીં એક વિકસિત શહેર જોવા મળે છે.