રાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
This article is about રાષ્ટ્રીય ધોરીમાર્ગો. For ભારતીય એક્સપ્રેસમાર્ગો, see ભારતીય એક્સપ્રેસમાર્ગો.
દિલ્હી અને ગુરગાંવને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮
કોલકાતા નજીક દુર્ગાપુર એક્સપ્રેસમાર્ગ

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એ રાજમાર્ગો કે ધોરીમાર્ગોનું જાળું છે જેનું પ્રબંધન અને દેખરેખ ભારત સરકારની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ ધોરીમાર્ગો સને.૨૦૧૦માં ૧,૦૦૦ કિલોમીટર (૬૨૦ માઈલ)નાં સિમિત-વપરાશી એક્સપ્રેસમાર્ગો સહીત ૭૦,૯૩૪ કિલોમીટર (૪૪,૦૭૬ માઈલ) જેટલાં મપાયાં છે. ૭૧,૦૦૦ કિ.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી ૧૫,૦૦૦ કિ.મી. કરતાં વધુ ૪ થી ૬ લેન (માર્ગ)નાં અને બાકીનાં ૫૦,૦૦૦ કિ.મી. જેટલાં ૨ માર્ગનાં (૨ લેનનાં) છે.[૧][૨]

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) મોટાભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટેની મધ્યવર્તી સંસ્થા છે. એ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP) રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રબંધન અને દેખરેખ માટેનો મુખ્ય આયાસ છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ધોરીમાર્ગોનાં નિર્માણ, વિકાસ અને કર ઉઘરાવવા (ટોલ ટેક્ષ) અર્થે અનેક વાર જાહેર-ખાનગી ભાગીદારીનો નમૂનો (મૉડલ) અમલમાં લાવે છે.

નેશનલ હાઇવે ભારતમાં તમામ રસ્તાઓનો લગભગ ૨% ભાગ ધરાવે છે, પરંતુ વર્ષ ૨૦૧૦ સુધીમાં તેમણે કુલ રોડ ટ્રાફિકના ૪૦% નું વહન કર્યું. [૧] મોટા ભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બે લેન રસ્તા (દરેક દિશામાં એક સાથે એક વાહન પસાર થઇ શકે) ધરાવે છે, જોકે આમાનાં ઘણા માર્ગોનું ચાર,છ કે આઠ લેનમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો અમુક ભાગ ટોલ રોડ છે. વર્ષ ૨૦૧૧ સુધીમાં ૩૦,૦૦૦ કિલોમીટર (૧૯,૦૦૦ માઈલ)થી પણ વધારે નવા ધોરીમાર્ગો NHDPના ભાગ તરીકે આયોજન અથવા બાંધકામ હેઠળ છે. આમાં ૨,૬૦૦ કિલોમીટર (૧,૬૦૦ માઈલ)થી પણ વધારેના બાંધકામ હેઠળના ભારતીય એક્સપ્રેસમાર્ગોનો સમાવેશ થાય છે.

સાંપ્રત વ્યવસ્થા[ફેરફાર કરો]

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું જાળુ

ભારતમાં જુલાઈ ૨૦૧૩ સુધી તમામ મુખ્ય શહેરો અને ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાટનગરને જોડતાં કુલ ૭૯,૧૧૬ કિલોમીટર (૪૯,૧૬૦ માઈલ)ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભારતનાં કુલ રોડ નેટવર્કનો ૧.૭% ભાગ ધરાવે છે, પરંતુ રોડ ટ્રાફિકમાં ૪૦% ભાગ ધરાવે છે.[૩] મોટા ભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બે લેન રસ્તા (દરેક દિશામાં એક સાથે એક વાહન પસાર થઇ શકે) ધરાવે છે. ઓગસ્ટ ૨૦૧૧ સુધીમાં ૧૦,૦૦૦ કિલોમીટર (૬,૨૦૦ માઈલ) જેટલા ધોરીમાર્ગોનું બે લેન માંથી સાથે ચાર લેનમાં વિસ્તરણ થઇ ચુક્યું છે. માત્ર થોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સિમેન્ટ કોંક્રિટથી બાંધવામાં આવેલા છે. વર્ષ ૨૦૧૦ સુધી ૧૯,૦૬૪ કિલોમીટર (૧૧,૮૪૬ માઈલ)ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો હજી પણ માત્ર એક લેન જ ધરાવે છે. હાલમાં ભારત સરકાર ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્રમાં બે અથવા વધારે લેનના રસ્તા હોય તેની ખાતરી સાથે કામ કરી રહી છે.[૪]

વસ્તી ઘનતા સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગો દર્શાવતો નકશો

રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશની આર્થીક કરોડરજ્જુની રચના કરે છે, અને ઘણી વખત માર્ગની સાથેના વિસ્તારનો વિકાસ પણ સુગમ બનાવે છે. ઘણા નવા નગરો રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પાસે વિકસ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મોટી સંખ્યામાં નાના રેસ્ટોરાં છે જે પરંપરાગત ભારતીય ભોજન માટે જાણીતા છે, અને ટ્રક ચાલકોને આરામનો વિકલ્પ પણ આપે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ એપ્રિલ ૨૦૧૦થી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે એક નવી વ્યવસ્થિત નંબર સિસ્ટમ અપનાવી છે. નવી સિસ્ટમ મુજબ પૂર્વ થી પશ્ચિમ જતા ધોરીમાર્ગોના નંબર એકી સંખ્યાથી ચાલુ થશે.અને ઉત્તર થી દક્ષિણ જતા ધોરીમાર્ગોના નંબર બેકી સંખ્યાથી ચાલુ થશે. [૫]

રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ ૨0૧૨ના અંત સુધીમાં ૭૬,૮૧૮ કિલોમીટર (૪૭,૭૩૨ માઈલ) વિસ્તારવામાં આવી છે, જે ૧૯૮૦માં ૨૯,૦૨૩ કિલોમીટર (૧૮,૦૩૪ માઈલ) હતી. ૧ જુલાઈ, ૨૦૧૩ ના રોજ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા દાખલ સોગંદનામા અનુસાર, એનડીએ સરકારના વર્ષ ૧૯૯૯ અને ૨૦૦૨ (નવમી પંચવર્ષીય યોજના) દરમિયાન ૨૩,૮૧૪ કિલોમીટર (૧૪,૭૯૭ માઈલ) ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા હતા. આ સ્વતંત્રતા પછી કોઈ પણ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સૌથી વધારે બાંધકામ છે.[૬]

નવા વિકાસકાર્યો[ફેરફાર કરો]

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હેઠળ ભારતમાં હાઇવે સુધારાઓનો મોટા પાયે કાર્યક્રમ શરૂ થયેલ જે રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP) કહેવાયો. જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ જતા અને ચાર મુખ્ય મેટ્રોપોલિટન શહેરોને (દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતા) જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સંપૂર્ણપણે ચતુર્માર્ગીય કરવામાં આવ્યા છે. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વધુ ટ્રાફિક હોય તેવા કેટલાક ભાગોને ચતુર્માર્ગીય કે ષષ્ઠર્માગીય દ્રુતગતિમાર્ગમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે - ઉદાહરણ તરીકે, દિલ્હી-આગરા, દિલ્હી-જયપુર, અમદાવાદ-વડોદરા , મુંબઇ-પુણે, મુંબઇ-સુરત, બેંગલોર-મૈસુર, બેંગલોર-ચેન્નાઇ, ચેન્નાઇ-ટાડા, દિલ્હી-મેરઠ હૈદરાબાદ-વિજયવાડા અને ગુંટુર-વિજયવાડા. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP)નો પાંચમો તબક્કો સ્વર્ણિમ ચતુર્ભુજના ૬,૦૦૦ કિલોમીટર (૩,૭૦૦ માઈલ)ના બધા ધોરીમાર્ગોનું ૨૦૧૨ સુધીમાં ષષ્ઠર્માગીય રૂપાંતર કરશે.

નેશનલ હાઈવે અધિનયમ ૧૯૫૬ ધોરીમાર્ગોના બાંધકામ અને જાળવણી માટે રોકાણ માટે પૂરૂ પાડે છે.[૭] તાજેતરમાં, ઘણા વર્તમાન રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગો તરીકે વર્ગીક્રુત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટ્રાફીકને અવિરત માર્ગ પૂરો પાડવા માટે મોટા નગરો અને શહેરોની ફરતે બાયપાસ રોડ પણ બાંધવામાં આવ્યા છે. ભારતમાં ખૂબ જ વૈવિધ્યપૂર્ણ આબોહવા, વસ્તી, ટ્રાફિક, અને ક્યારેક રાજકીય પરિસ્થિતિને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ક્યાંક ભારે ટ્રાફિક સાથે ષષ્ઠમાર્ગીય તો ક્યાંક એકદમ ઓછા ટ્રાફિક સાથે એકમાર્ગીય હોય છે. કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગ લાંબા છે તો કેટલાક ટૂંકા માર્ગો નજીકના બંદરો માટે જોડાણ આપવા માટે અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગમાંથી છૂટા પડ્યા હોય છે.

સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૭ છે.[૮] જે ઉત્તર પ્રદેશના વારાણસીથી ભારતીય મુખ્ય ભૂમિના દક્ષિણ બિંદુએ આવેલા તમિળનાડુના કન્યાકુમારી સુધીનું ૨,૩૬૯ કિલોમીટર (૧,૪૭૨ માઈલ) અંતર આવરી લે છે. તે હૈદરાબાદ અને બેંગલોરમાંથી પસાર થાય છે. સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭A છે.[૯] જે એર્નાકુલમથી કોચી પોર્ટ સુધીનું ૬ કિલોમીટર (૩.૭ માઈલ) અંતર આવરી લે છે.

આંધ્રપ્રદેશની સરહદ અને બેંગલોર વચ્ચેનો નેશનલ હાઇવે ૭ વિભાગ. આ ઉત્તર-દક્ષિણ કોરિડોરનો એક ભાગ છે.

ભારતીય માર્ગ નેટવર્ક[ફેરફાર કરો]

ભારતીય માર્ગો[૧૦]
વર્ગ લંબાઈ (કિ.મી. અને માઈલ)
એક્સપ્રેસમાર્ગો‎ ૧,૦૦૦ કિલોમીટર (૬૨૦ માઈલ)
કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ૭૦,૯૩૪ કિલોમીટર (૪૪,૦૭૬ માઈલ)
૨૦૧૨ સુધીનાં ૪ થી ૬ લેન (માર્ગ)નાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ૧૬,૦૦૦ કિલોમીટર (૯,૯૦૦ માઈલ)
૪ થી ૬ લેન (માર્ગ)નાં બનતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ૨૫,૦૦૦ કિલોમીટર (૧૬,૦૦૦ માઈલ)
રાજ્ય ધોરીમાર્ગો ૧,૫૪,૫૨૨ કિલોમીટર (૯૬,૦૧૬ માઈલ)
મુખ્ય અને અન્ય જિલ્લામાર્ગો ૨૫,૭૭,૩૯૬ કિલોમીટર (૧૬,૦૧,૫૨૦ માઈલ)
ગ્રામ્ય અને અન્ય માર્ગો ૧૪,૩૩,૫૭૭ કિલોમીટર (૮,૯૦,૭૮૩ માઈલ)
કુલ (અંદાજે) ૪૨,૪૫,૪૨૯ કિલોમીટર (૨૬,૩૭,૯૮૭ માઈલ)

ભારતનાં ધોરીમાર્ગોની ચિત્રગેલેરી[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો અને નોંધો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]