ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) ભારતનાં ૭૦,૦૦૦ કિ.મી. ઉપરાંતનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટેની સ્વાયત્ત મધ્યવર્તી સંસ્થા છે. એ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP) રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રબંધન અને દેખરેખ માટેનો મુખ્ય આયાસ છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ધોરીમાર્ગોનાં નિર્માણ, વિકાસ અને કર ઉઘરાવવા (ટોલ ટેક્ષ) અર્થે અનેક વાર જાહેર-ખાનગી ભાગીદારીનો નમૂનો (મૉડલ) અમલમાં લાવે છે.[૧]
સ્થાપના
[ફેરફાર કરો]આ સંસ્થાની સ્થાપના ફેબ્રુઆરી, ૧૯૯૫માં (National Highways Authority of India Act, 1988) હેઠળ કરવામાં આવી. [૨] જે આશરે 71,772 km (44,597 mi) લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટે જવાબદાર છે.[૩]
ભારતીય માર્ગ નેટવર્ક
[ફેરફાર કરો]વર્ગ | લંબાઈ (કિ.મી. અને માઈલ) |
---|---|
એક્સપ્રેસમાર્ગો | 1,000 kilometres (620 mi) |
કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો | 70,934 kilometres (44,076 mi) |
૨૦૧૨ સુધીનાં ૪ થી ૬ લેન (માર્ગ)નાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો | 16,000 kilometres (9,900 mi) |
૪ થી ૬ લેન (માર્ગ)નાં બનતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો | 25,000 kilometres (16,000 mi) |
રાજ્ય ધોરીમાર્ગો | 154,522 kilometres (96,016 mi) |
મુખ્ય અને અન્ય જિલ્લામાર્ગો | 2,577,396 kilometres (1,601,520 mi) |
ગ્રામ્ય અને અન્ય માર્ગો | 1,433,577 kilometres (890,783 mi) |
કુલ (અંદાજે) | 4,245,429 kilometres (2,637,987 mi) |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન NHAI Road Network
- ↑ [૨] સંગ્રહિત ૨૦૧૬-૦૨-૦૮ ના રોજ વેબેક મશિન NHAI Official Website
- ↑ [૩] સંગ્રહિત ૨૦૧૬-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન NHAI Official Website
- ↑ "Annual report 2010-2011,". Ministry of Road transport and highways. મૂળ માંથી 2012-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-07.