લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Mehulsanghvi

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Mehulsanghvi, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

Vkvora2001 ૧૩:૨૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

ઝવેરચંદ મેઘાણી પર સુંદર લેખ લખવાની શરૂઆત કરવા બદલ ઘણો ઘણો આભાર. વિકિમાં અનેક લેખો એવા છે, જેમાં કોઇ માહિતિ નથી અને માટે જાવા લેખોને ડિલિટ કરવા માટે સુચવવામાં આવ્યાં છે, યોગ્ય શિર્ષક વાળા લેખોને દૂર કરવાનો મારો જીવ નથી ચાલતો, માટે હું હંમેશા રાહ જોતો હોઉં છું કે કોઇક આવીને તે લેખ લખે (મને ના પુછશો, હું ખુબ આળસુ છું), આજે તમે deletion માટે nominate થયેલા આ લેખમાં સારી એવી માહિતિ ઉમેરીને સાબિત કરી દીધું છે કે ગુજરાતી વિકિપીડિયાનાં ચઢતીનાં દિવસો આવી રહ્યાં છે. આપનું યોગદાન સતત મળતું રહે તે જ અપેક્ષા.

Hi Mehul, It's good to know that you are also based in UK. I am also based in UK, though not in Leads, I'm in London, but if you ever happen to London, would like to meet you, or we can stay connected through emails or phone if you wish. Will lookforward to communicate to you soon.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૧૪ મે ૨૦૦૮ (UTC)

મેહુલભાઇ, મફ કરશો, લેખ ૪ મહિનાથી દૂર નહી થયો હોવા પાછળ મારી બેદરકારી સિવાય બીજું કોઇ કારણ નથી. વિકિની એવી કોઇ Deletion Policy નથી કે જેમાં લેખને લચોક્કસ સમય સુધી Deletion ના કરવામાં આવે. અહીં હું એક માત્ર સક્રિય પ્રબંધક હોવાથી, અને છેલ્લા થોડા સમયથી વ્યસ્ત હોવાથી, Deletion માટે માર્ક કરેલા પાનાઓની યાદી ચકાસી શકાઇ નહોતી. અત્યારે પહેલું કામ હું તે પાનાને દૂર કરવાનું કરૂં છું, આવી ભુલો તરફ ધ્યાન દોરતા રહેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

શ્રી મેહુલભાઈ, જય માતાજી...સીતારામ... તમો ત્યાં યુ.કે. માં બેઠા બેઠા પણ આવી સરસ માહિતીઓ ઉમેરો છો, તે જાણીને ઘણો આનંદ થયો. મારી એવી ઈચ્છા છે કે તમો બીજા વિષયોનાં લેખો લખીને ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન ચાલુ રાખો. કારણકે ગુજરાતી વિકિમાં ગણ્યા ગાઠ્યા જ મિત્રો નિયમિત યોગદાન કરે છે. માટે જો તમારા જેવા મિત્રોની એક ટીમ બની જાય તો મજા આવે. બાકી તો હું પણ તમારા જેવો જ નવો નિશાળીયો છુ એટલે ભુલ થવાની કે જોડણીની ચિંતા ના કરો. તે કાર્યમાં તમારી મદદ કરવાવાળા મિત્રો જેવાકે ધવલભાઈ(પ્રબંધકશ્રી), અશોકભાઈ,સતિષચંદ્રજી,મહર્ષિભાઈ છે જ. અને તેવો કાયમ માટે દરેક મિત્રોને વિકિમાં દરેક બાબતે મદદરૂપ થાય છે. તેથી અહીં નિયમિત લેખ લખો અને દર્શન આપતા રહો તેવી વિનંતી છે. ચાલો તો જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૧૩:૩૧, ૨૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

મેહુલભાઈ, આભાર. કમનસિબે આપ તેનો ઉપયોગ સીધેસીધો નહી કરી શકો, તમારે જે જોડણીઓ સુધારવી હોય તે મને જણાવશો તો હું તમારા વતી બૉટ રન કરીને તે ફેરફારો કરી દઈશ. આ એક એસ્ટાબ્લિશ્ડ મેથડ છે ચેન્જ રિક્વેસ્ટ માટેની. અને હા, સંદેશો લખ્યા પછી, તેને અંતે તમારૂ નામ જાતે ના લખતા --~~~~ આટલું ઉમેરવાથી આપોઆપ તમારું નામ, તમારા સભ્ય પાનાંની કડી સાથે અને સંદેશો લખ્યાનો સમય ઉમેરાઈ જશે, જે સામી વાળી વ્યક્તિને તમારો સંપર્ક કરવા માટે વધુ સુગમ રહેશે. તો, વિના સંકોચે જણાવજો કે તમારે કયા શબ્દોની જોડણી સુધારવી છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૮, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

સરદાર પરનો લેખ

[ફેરફાર કરો]

Sorry Mehulbhai, first of all for not replying ou yesterday. In fact I was a bit busy fighting that Vandal who was removing content from the pages here. I had tried to look into the problem you are facing for the picture, it is because that picture only lies on en.wiki, if it is on Commons, then only we can see it in article here by that link, the only alternative is to upload it either on commons or here. I tried uploading it on commons, but ebcause it is copyrighted and commons doesn't allow fair use media, it is not possible to upload it there. This copyrighting is complecated, and hence I would like to avoid it being uploaded here as well.

I will check the other two things as well, but not quite clear on the second part of your first message, can you please clarify where you mean the space between lines is reduced?--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૪, ૧૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

સમજી ગયો મેહુલભાઈ, પરંતુ કમનસિબે એમાં કશું થઈ શકે તેમ નથી, કેમકે વિકિપીડિયા એ જ રીતે ડિઝાઈન થયું છે, જ્યારે સુપરસ્ક્રિપ્ટમાં લખાણ આવે ત્યારે તે લીટી અને તેની ઉપરની લીટી વચ્ચે જગ્યા વધી જશે, આવું ફક્ત અહીં ગુજરાતી વિકિમાં જ નથી થતું, દરેક જગ્યાએ થાય છે, જેમકે જો તમે અંગ્રેજી સરદાર પટેલનો આ ફકરો જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં પણ આ રીતે જ જગ્યા દેખાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૬, ૧૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

મેહુલભાઇ, નમસ્કાર. સરદાર વલ્લભભાઈ પટેલનો લેખ ગુજરાત કે ગુજરાતી વિશેની માહિતિ ધરાવતા લેખોમાં સૌથી વધુ કદ ધરાવતો લેખ બન્યો છે. આ સુંદર તેમ જ આદરણીય વ્યક્તિત્વને રજુ કરતો આવો લેખ તૈયાર કરવા બદલ ગુજરાતી વિકિના સૌ મિત્રો તરફથી આપને અભિનંદન તેમ જ આપનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આપ અહીં ગુજરાતી વિકિને સમૃધ્ધ બનાવવામાં આપનું અમૂલ્ય યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા. ધવલભાઇ, આ લેખ માટે લેખને તેમ જ તૈયાર કરનારને અન્ય વિકિમાં તારક વડે સન્માન આપવામાં આવે છે, એવું કાંઇક શકય હોય તો આગળ કાર્યવાહી કરવા વિનંતી. મેહુલભાઇ તેમ જ સરદાર પટેલ વિશેનો લેખ આ સન્માન મળે એ માટે યોગ્ય છે, એવું મારી લાગણી છે.--સતિષચંદ્ર ૧૧:૪૨, ૧૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

મેહુલભાઇ,નમસ્કાર. આપે પહાડ જેવડી મહેનત કરી આવો સરસ લેખ બનાવ્યો તો અમે ધ્યાને આવતા જાય તેમ નાના સુધારા તો કરી આપીએને, તેમાં શું મોટી વાત !!! આપ આવું સુંદર કાર્ય કરતા રહો તેવી લાગણી. અમારે યોગ્ય કશી સેવા હોય તો નિઃસંકોચ જણાવશો. આભાર. --અશોક મોઢવાડીયા ૦૯:૫૩, ૧૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ

[ફેરફાર કરો]

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૦૮:૫૩, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન

[ફેરફાર કરો]
શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

મેહુલભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૧૩, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)