સરૂપ ધ્રુવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સરૂપ ધ્રુવ
જન્મ૧૯ જૂન ૧૯૪૮
અમદાવાદ, બોમ્બે સ્ટેટ (હાલ ગુજરાત), ભારત)
વ્યવસાયશિક્ષણવિદ્, કવિ, ચળવળ કર્તા
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાસેંટા ઝેવિયર્સ કૉલેજ અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધમોટીફનો અભ્યાસ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓમાં તેની તપાસ (૧૯૭૬)
માર્ગદર્શકમોહનભાઈ પટેલ

સરૂપ ધ્રુવ (જન્મ: ૧૯ જૂન ૧૯૪૮) એ ગુજરાત, ભારત ગુજરાતના શિક્ષણશાસ્ત્રી, કવિયત્રી અને કાર્યકર છે.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૯ જૂન ૧૯૪૮માં અમદાવાદમાં થયો હતો. તેમણે ૧૯૬૯માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં બી.એ. અને ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ લેંગ્વેજિઝમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો. તેમણે નિબંધ "મોટીફ નો અભ્યાસ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓમાં તેની તપાસ" વિષય પર મહાનિબંધ લખી ૧૯૭૬માં ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. ની પદવી મેળવી. ૧૯૭૪ થી સેન્ટ ઝેવિયર્સ એજ્યુકેશન સેન્ટરમાં તેઓ ગુજરાતી ભાષાનાં શિક્ષિકાના પદે રહ્યાં.[૧][૨]

સરૂપ સાંસ્કૃતિક જૂથ "સંવેદન સંસ્કૃત મંચ" અને મીડિયા જૂથ "દર્શન"ના સ્થાપક સભ્ય હતા; બંને જૂથોનો એક ઉદ્દેશ સામાજિક પરિવર્તન લાવવાનો છે. તેઓ "કલમ"ના નામની સંસ્થાના સ્થાપક પણ છે, જે મહિલા લેખકોને તક પ્રદાન કરે છે.[૩] આ સાથે તેઓ નાટકો પણ લખે છે અને દિગ્દર્શન પણ કરે છે.[૪][૨]

રચનાઓ[ફેરફાર કરો]

૧૯૮૨માં, તેમનો પ્રથમ કવિતાસંગ્રહ મારા હાથની વાત પ્રકાશિત થયો.[૫] ૧૯૯૫માં, તેમનો સળગતી હવાઓ નામનો બીજો સંગ્રહ પ્રકાશિત થયો.[૩][૬] હસ્તક્ષેપ (૨૦૦૩) અને સહિયારા સૂરજની ખોજમાં (૨૦૦૩) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.[૪][૨]

તેમની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ ઇન ધેઇર ઓન વોઇસ (૧૯૯૦) વુમન રાઇટીંગ ઇન ઇન્ડિયા (૧૯૯૫) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે[૪] તે ઉપરાંત આધુનિક ગુજરાતી કાવ્યસંગ્રહ: એક પસંદગી (૧૯૯૮) માં નામનું તેમનું પુસ્તક ૧૯૯૮માં પ્રકાશિત થયું છે.[૧]

તેમણે સાબરમતી પુછે છે (૧૯૮૬), કાળમુખો અંધકાર ભેદવા ભાગ ૧ થી ૪ (૨૦૦૩), હીરનો હિંચકો: ભાલબારની દલિત મહિલાઓ દ્વારા ગવાતા ગીતો (૨૦૦૧) અને ઉમ્મીદ (૨૦૦૭) સહિત કેટલાક સંશોધન કાર્યોનું સંપાદન અને પ્રકાશન કર્યું છે.[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

તેમને તેમનો પહેલો કાવ્યસંગ્રહ, મારા હાથની વાત (૧૯૮૨) માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક મળ્યું હતું. ૧૯૯૬માં, તેમને મહેન્દ્ર ભગત એવોર્ડ મળ્યો.[૩][૪] હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા ગુજરાતમાં રાજ્ય સેન્સરશીપ અને તેના સામાજિક કાર્યોનો પ્રતિકાર કરવા બદલ તેમને હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા ૨૦૦૮નો હેલમેન / હેમેટ એવોર્ડ એનાયત કરાયો હતો.[૭][૮] તેમને તેમની કૃતિ મારા હાથની વાત માટે તખ્તસિંહ પરમાર પુરસ્કાર (૧૯૮૨-૮૩) મળ્યો હતો.[૯]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Modern Gujarati Poetry: A Selection. 1998. પાનું 79. ISBN 8126002948.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પાનાઓ 143–144. ISBN 978-93-5108-247-7.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Saroop Dhruv". Poetry International Rotterdam.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Miller, Jane Eldridge (2001). Who's who in Contemporary Women's Writing. પાનું 84. ISBN 0415159806.
  5. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પાનું 125. ISBN 978-0-313-28778-7.
  6. ચૌધરી, રઘુવીર; દલાલ, અનિલા, સંપાદકો (2005). "લેખિકા-પરિચય". વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (૧ આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પાનું 361. ISBN 8126020350. OCLC 70200087.
  7. Year Book 2009. Bright Publications. પાનું 146.
  8. "Award for woman playwright". The Hindu (અંગ્રેજીમાં). 2008-05-25. ISSN 0971-751X. મેળવેલ 2018-02-23.
  9. Desai, Parul (2013). Gujarati Sahitya Parishad Prize. Ahmedabad: Gujarati Sahitya Parishad. પાનું 40.