સાણોદા (તા. દહેગામ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાણોદા
—  ગામ  —
સાણોદાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′06″N 72°48′41″E / 23.218333°N 72.811355°E / 23.218333; 72.811355
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
વસ્તી ૫,૮૬૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 73 metres (240 ft)

સાણોદા (ઉચ્ચારણ) (તા. દહેગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે. સાણોદા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, વેપારધંધો તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમજ શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, બેંક, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામના ખેડુતનો મુખ્ય પાક બટાટા છે. ગામના પાદરે મુખ્યપ્રવેશ દ્વાર, વિસામો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેવા સહકારી મંડળી, ભક્ત સેવા આશ્રમ, પાણીની ટાંકી આવેલા છે.

સાણોદા ગામની નજીક ખારી નદી આવેલી છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ ભારત જનગણના[૧] પ્રમાણે, સાણોદા ગામમાં ૫,૭૬૩ લોકોની વસ્તી હતી. જેમાં ૨,૯૮૦ પુરુષો અને ૨,૭૮૩ સ્ત્રીઓ હતી.

શાળાઓ[ફેરફાર કરો]

પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)
પટેલ એમ. જે. હાઇસ્કૂલ સાણોદા (ગુજરાતી માધ્યમ)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sanoda village Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૭.