લખાણ પર જાઓ

સુદામા સેતુ

વિકિપીડિયામાંથી
સુદામા સેતુ
ટાપુ અને મંદિરને જોડતો પુલ
Coordinates22°14′12″N 68°58′7″E / 22.23667°N 68.96861°E / 22.23667; 68.96861
Carriesપદયાત્રી
Crossesગોમતી નદી
Localeદ્વારકા, ગુજરાત, ભારત
Named forસુદામા
Characteristics
Designપદયાત્રી માટેનો લટકતો પુલ
Materialકોંક્રિટ, સ્ટીલ
Total length166 m (545 ft)[]
Width4.2 m (14 ft)[]
Piers in water
History
Constructed byરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
Construction start૫ મે ૨૦૧૧
Construction endફેબ્રુઆરી ૨૦૧૬
Construction cost૭.૪૨ crore (US$૯,૭૦,૦૦૦)[]
Inaugurated૧૧ જૂન ૨૦૧૬ (૧૧ જૂન ૨૦૧૬)[]

સુદામા સેતુ ભારતના ગુજરાત રાજ્યના દ્વારકામાં આવેલો એક પદયાત્રી પુલ છે. તેનું નામ કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાની યાદમાં રાખવામાં આવ્યું છે.[] ૨૦૦૫માં દરખાસ્ત કરાયેલો આ પુલ આખરે ૨૦૧૬માં પૂરો થયો હતો.

ઇતિહાસ

[ફેરફાર કરો]
સુદામા સેતુનો ઉત્તર છેડો

ગોમતી નદી પરનો આ પદયાત્રી પુલ જગત મંદિર અને તેની અગ્નિ દિશામાં આવેલા ટાપુ પરના પંચનાદ અથવા પંચકુઇ તીર્થને જોડે છે. આ ટાપુ પર પ્રવાસનને વેગ આપવા માટે ૨૦૦૫માં આ પુલની દરખાસ્ત કરવામાં આવી હતી. આ ટાપુ ધાર્મિક તેમજ પુરાતત્વીય મહત્વ ધરાવે છે. અહીં મહાભારતના પાંચ પાંડવ સાથે સંકળાયેલા પંચકુઈ નામના પાંચ મીઠા પાણીના કુવાઓ છે. પુલ બન્યો તે પહેલાં ગોમતી નદીને હોડી દ્વારા ઓળંગવામાં આવતી હતી.[][][][] જગત મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્થળ હોવાથી પુલના બાંધકામ માટે પરવાનગીની જરૂર હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળે ૨૦૦૮માં પુલને મંજૂરી આપી હતી.[][] ૫ મે ૨૦૧૧ના રોજ ગુજરાતના પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.[] ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દિલ્હીએ ૨૦૧૩ સુધી મંજૂરી ન આપી હોવાને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો.[][૧૦] આ પુલ ફેબ્રુઆરી ૨૦૧૬માં પૂર્ણ થયો હતો.[૧૧][][૧૨][૧૩]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે, ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી આ પુલનું નિર્માણ કર્યું હતું.[] આ પુલનો બાંધકામ ખર્ચ ૭.૪૨ crore (US$૯,૭૦,૦૦૦) થયો હતો. તેનું નામ કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાની યાદમાં રાખવામાં આવ્યું છે.[] આ પુલનું ઉદ્ઘાટન ૧૧ જૂન ૨૦૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.[]

વિશેષતા

[ફેરફાર કરો]

આ પુલ ૧૬૬ મીટર લાંબો અને ૪.૨ મીટર પહોળો છે, જેની ક્ષમતા પ્રતિ કલાક ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રાહદારીઓને લઈ જવાની છે.[][] આ પુલ ઉષા માર્ટિન લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવેલ 40 મીમી જાડા લોક્ડ કોઇલ કેબલ દોરડા વડે બાંધવામાં આવ્યો છે.[૧૪]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Chief Minister Anandiben Patel Inaugurates 'Sudama Setu' at Dwarka". DeshGujarat News from Gujarat. 11 June 2016. મેળવેલ 23 October 2016.
  2. Parimal Nathwani (5 September 2015). "Janmashtami and Teacher's Day Coincides: Who could be bigger teacher than Krishna?". DeshGujarat. મેળવેલ 10 October 2015. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ DeshGujarat (30 October 2008). "Suspension bridge to link Dwarka and Panchkua island". DeshGujarat. મેળવેલ 21 June 2015.
  4. "Soon Sudama Setu to connect island to Dwarka temple". The Times of India. 25 June 2010. મેળવેલ 8 July 2015.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ India (20 June 2015). "'Sudama setu' connecting Dwarka with Panchnad likely to be completed before [sic] Janmashtami festival". The Indian Express. મેળવેલ 21 June 2015.
  6. "Sudama Setu to connect more tourists to Dwarka". dna. 25 June 2010. મેળવેલ 21 June 2015.
  7. "Suspension bridge to Dwarka gets ASI nod". Indian Express. મેળવેલ 2015-06-21.
  8. DeshGujarat (5 May 2011). "Rs. 9.5 crore Sudama setu project kicks off in Dwarka". DeshGujarat. મેળવેલ 21 June 2015.
  9. "દ્વારકાની સુદામા સેતુ યોજના અધ્ધરતાલ, ધોષણા પોકળ સાબિત થઇ". www.divyabhaskar.co.in. 30 May 2013. મેળવેલ 21 June 2015.
  10. DeshGujarat (13 October 2011). "Pending ASI approval delaying Sudama Setu project". DeshGujarat (લેટિનમાં). મેળવેલ 21 June 2015.
  11. PTI (1 March 2016). "Construction of 'Sudama Setu' completed in Gujarat". The Economic Times. મેળવેલ 5 April 2016.
  12. DeshGujarat (24 March 2015). "Sudama Setu bridge in Dwarka by July 2015: Minister in Assembly". DeshGujarat. મેળવેલ 21 June 2015.
  13. DeshGujarat (21 August 2015). "In photos: Construction of Dwarka Sudama setu almost complete". DeshGujarat. મેળવેલ 1 September 2015.
  14. "Usha Martin's bridge cables in Sudama Setu, a cable suspension bridge in Gujarat". Usha Martin. 15 January 2013. મેળવેલ 10 October 2015.