દ્વારકાધીશ મંદિર

વિકિપીડિયામાંથી
દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર, દ્વારકા
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોદેવભુમી દ્વારકા જિલ્લો
દેવી-દેવતાદ્વારકાધીશ કૃષ્ણ
તહેવારજન્માષ્ટમી
સ્થાન
સ્થાનદ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો
નગરપાલિકાદ્વારકા
રાજ્યગુજરાત
દેશભારત
દ્વારકાધીશ મંદિર is located in ગુજરાત
દ્વારકાધીશ મંદિર
દ્વારકાનું ગુજરાતમાં સ્થાન
પ્રદેશહાલાર
અક્ષાંશ-રેખાંશ22°14′16.39″N 68°58′3.22″E / 22.2378861°N 68.9675611°E / 22.2378861; 68.9675611
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીચાલુક્ય શૈલી
સ્થાપના તારીખ૧૫-૧૬મી સદી
લાક્ષણિકતાઓ
લંબાઈ૨૯ મીટર
પહોળાઈ૨૩ મીટર
ઊંચાઇ (મહત્તમ)૫૧.૮ મીટર

દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. [૧][૨][૩] ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. [૪] [૫] દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે. 

પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે, ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.[૬] મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ (નિજ મંદિર અથવા હરિગૃહ) અને અંતરાલ ધરાવે છે.[૭] એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે.

દંતકથા[ફેરફાર કરો]

હિંદુ દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. દુર્વાસા ઋષિ એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા ગંગા નદીને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.[૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.

ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.[૯]

હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન મહમદ બેગડા દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો. 

વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.[સંદર્ભ આપો]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે.

મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.[૧૦] દિવસમાં પાંચ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.[૧૧] મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.[૧૨] મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.[૧૩]

એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, મીરાંબાઈ, આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.[૧૪] આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.[૧૫]

આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો આદિ શંકરાચાર્ય (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં શિવની કોતરણી છે.[૧૪] [૬]

માળખું[ફેરફાર કરો]

આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.[૧૬])[૧૪][૧૫] કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. [૧૫] મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે (જેનો અર્થ " મુક્તિનો દ્વાર " છે) અને બહાર નીકળો દરવાજો જે સ્વર્ગ દ્વાર તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). [૧૫]

ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. [૧૫] મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં રાધા, રૂકમણી, જાંબાવતી, સત્યભામા, લક્ષ્મી, [૧૫] દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. [૬]

મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.[૧૫] ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટા (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.[૬]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

 • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 4. 1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114
 5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Bandyopadhyay 2014.
 7. Paramāra 1996.
 8. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 9. Gaur, A.S.; Sundaresh and Sila Tripati (2004). "An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations". Current Science. 86 (9).
 10. "Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India". Indianmirror.com. મેળવેલ 4 March 2014.
 11. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 12. Chakravarti 1994, p. 140
 13. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ Desai 2007.
 15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ ૧૫.૪ ૧૫.૫ ૧૫.૬ Bansal 2008.
 16. "Dwarka". Encyclopædia Britannica. મેળવેલ 19 April 2015.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]