સોનગઢનો કિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સોનગઢનો કિલ્લો
સોનગઢનો ભાગ
ગુજરાત, ભારત
Gayakwadi fort tapi river 08.jpg
ઉકાઇ બંધના ડૂબમાં ગયેલો સોનગઢ તાબાનો જામલી નજીક આવેલ ગાયકવાડી વાજપુર કિલ્લો
Lua error in વિભાગ:Location_map at line 414: No value was provided for longitude.
અક્ષાંશ-રેખાંશ21°16′N 73°55′E / 21.267°N 73.917°E / 21.267; 73.917
સ્થળ વિષે માહિતી
આધિપત્યગુજરાત સરકાર
જાહેર જનતા
માટે ખુલ્લું
હા
હાલતખંડેર
સ્થળનો ઇતિહાસ
ક્યારે બાંધ્યું૧૭૧૯-૧૭૨૯
યુદ્ધ/સંગ્રામબાલપુરી
ગેરિસનની માહિતી
રહેવાસીઓપીલાજીરાવ ગાયકવાડ, બાબી વંશ, મેવાસી ભીલ

સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે. આ કિલ્લો સુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર સોનગઢ તાલુકાના મુખ્યમથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો પ્રાચીન કિલ્લો છે, જે ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.[૧]

આ ઉપરાંત અન્ય એક ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો પણ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઇ બંધના ડૂબાણમાં રહે છે અને કોઇક વાર જ બહાર દેખાય છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી.[૨] આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઈ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાનાં પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી વડોદરા રાજ્ય જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે.

વિગતો[ફેરફાર કરો]

તાપી નદીના ઉકાઇ બંધના સરોવરમાં ડૂબેલો સોનગઢનો કિલ્લો. આ કિલ્લો માત્ર ઉનાળામાં જ બહાર દેખાય છે.

આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે. કિલ્લા પર અંબાજી માતાનું પણ મંદિર આવેલું છે. અંબા માતાના દર્શન કરવા ભોયરામાંથી પ્રવેશ કરી જવું પડે છે.[૩] આ ઉપરાંત ખંડેરાવ મહારાજનું મંદિર પણ જોવા જેવું છે. અહીં બે પાણીના હોજ અને એક તળાવ છે.[૩] કિલ્લાની તળેટીમાં નીચે જૂના મહેલના અવશેષો પણ જોવાલાયક છે.[૩]

સાહિત્યમાં[ફેરફાર કરો]

ગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Songadh Fort to become a tourist destination - The Times of India". ૭ સપ્ટેમ્બર ૨૦૧૬. Retrieved ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Akilanews.com (૮ જૂન ૨૦૧૬). "૧૯ વર્ષે દેખાયો સોનગઢનો ગાયકવાડી કિલ્લો". www.akilanews.com. Retrieved ૭ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "સોનગઢના કિલ્લાની ઉપેક્ષાથી લોકોમાં રોષ". સમાચાર. દિવ્ય ભાસ્કર. ૨ નવેમ્બર ૨૦૧૫. Retrieved ૭ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (સો-સ્વો). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. 2009. p. ૨૯. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |year= (મદદ)