જામલી (ઉચ્છલ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જામલી
—  ગામ  —

જામલીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ઉચ્છલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
જાંમલીનું ગાઢ જંગલ

જામલી (ઉચ્છલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. જામલી ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. ઉચ્છલ તાલુકાના સૌથી પછાત ગામમાં તેની ગણતરી થાય છે. તે ગીચ જંગલમાં વસેલું ગામ છે. ગાઢ જંગલમાં હજુ પણ હરણ, દિપડા, સસલાં વગેરે પ્રાણીઓ મળી આવે છે. વળી આ જંગલને અડોઅડ ઉકાઈ બંધનું વિશાળ સરોવર પણ આવેલું છે. તેથી મુખ્ય રસ્તા સાથે જોડતો રસ્તો હજુ પણ બન્યો નથી. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અપાર હોવાથી આ ગામ જોવા લાયક છે.
ગામથી મુખ્ય ધોરીમાર્ગ આશરે ૮.૫૦ કિ.મી જેટલો દુર છે અને તાલુકામથક ઉચ્છલથી તે ૨૨ કિ.મી દુર આવેલ છે. આ ગામ ૧,૬૨૩ ચોરસ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલું છે.