સોનલ માનસિંહ

વિકિપીડિયામાંથી
સોનલ માનસિંહ
નવી દિલ્હી ખાતે એક નૃત્ય પ્રદર્શનમાં સોનલ માનસિંહ.
પાર્શ્વ માહિતી
જન્મ નામસોનલ પકવાસા
જન્મ (1944-04-30) 30 April 1944 (ઉંમર 80)
બૉમ્બે, બૉમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૂળભારત
શૈલીઑડિસી, ભરતનાટ્યમ
વ્યવસાય
 • ભારતીય શાસ્ત્રીય નૃત્ય
 • નાટ્યગુરુ
 • પ્રેરક વક્તા
સક્રિય વર્ષો૧૯૬૧–વર્તમાન
વેબસાઇટwww.sonalmansingh.in
સોનલ માનસિંહ
સંસદ સભ્ય
રાજ્ય સભા
પદ પર
Assumed office
૧૪ જુલાઈ ૨૦૧૮
પુરોગામીકે. પરાસરન
બેઠકનામાંકિત (કલા)
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
માતાપૂર્ણિમાબેન પકવાસા
પિતાઅરવિંદ પકવાસ

સોનલ માનસિંહ (જ. ૩૦ એપ્રિલ ૧૯૪૪) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને ભરતનાટ્યમ તથા ઓડિસી નૃત્યશૈલીના નાટ્યગુરુ છે. તેમને ભારતના રાષ્ટ્રપતિએ રાજ્ય સભાના સાંસદ બનવા માટે નામાંકિત કર્યા છે.[૧][૨][૩] તેણી ૧૯૯૨માં પદ્મભૂષણ મેળવનાર સૌથી નાની વયના પ્રાપ્તકર્તા છે. ૨૦૦૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

સોનલ માનસિંહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ગુજરાતના જાણીતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસા અને અરવિંદ પકવાસાના ત્રણ સંતાનોમાં બીજા ક્રમના હતા.[૪] તેમના દાદા મંગલદાસ પકવાસા, એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતના પ્રથમ પાંચ રાજ્યપાલોમાંના એક હતા.[૫]

તેમણે ચાર વર્ષની ઉંમરે તેમની મોટી બહેન સાથે નાગપુરની એક શિક્ષિકા પાસેથી મણિપુરી નૃત્ય શીખવાનું શરૂ કર્યું, ત્યારબાદ સાત વર્ષની વયે તેમણે પંડનાલ્લુર શાળા[lower-alpha ૧]ના વિવિધ ગુરુઓ પાસેથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું,[૬] જેમાં બોમ્બેમાં કુમાર જયકરનો પણ સમાવેશ થાય છે.[૭]

તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી સંસ્કૃતમાં "પ્રવીણ" અને "કોવિદ"ની પદવીઓ મેળવી છે અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી જર્મન સાહિત્યમાં બી.એ. (ઓનર્સ)ની પદવી મેળવી છે.[૮]

તેમની નૃત્યની ખરી તાલીમ ૧૮ વર્ષની વયે શરૂ થઈ હતી. તેમના પરિવારના વિરોધ છતાં તેઓ ૧૮ વર્ષની ઉંમરે પ્રો. યુ. એસ. ક્રિષ્ના રાવ અને ચંદ્રભાગા દેવી[૯] પાસેથી ભરતનાટ્યમ શીખવા માટે બેંગ્લોર ગયા હતા. ત્યારબાદ તેમણે માયલાપોર ગૌરી અમ્માલ પાસેથી અભિનય, અને બાદમાં ૧૯૬૫માં ગુરુ કેલુચરન મહાપાત્રા પાસેથી ઓડિસી શીખવાનું શરૂ કર્યું.

તેમણે ભારતના પૂર્વ રાજદ્વારી લલિત માનસિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ પછીથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.[૧૦] તેમના સસરા માયાધર માનસિંગે તેમની ઓળખાણ કેલુચરન મહાપાત્રા સાથે કરાવી હતી, જ્યાં તેણે ઓડિસીમાં તાલીમ લીધી હતી.[૧૧]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમની નૃત્ય કારકીર્દિની શરૂઆત ૧૯૬૨માં મુંબઈમાં તેમના અરંગેત્રમ પછી થઈ હતી. ૧૯૭૭માં તેમણે નવી દિલ્હીમાં સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સીઆઈસીડી)ની સ્થાપના કરી હતી.[૧૨][૧૩]

નૃત્ય દ્વારા તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૮૭માં પદ્મભૂષણ (૧૯૯૨),[૧૪] સંગીત નાટક અકાદમી પુરસ્કાર,[૧૫] અને ૨૦૦૩માં ભારતનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે; બાલાસરસ્વતી પછી આવું સન્માન મેળવનારા તેણીની ભારતના દ્વિતીય મહિલા નૃત્યાંગના છે.[૧૬] ત્યાર બાદ ૨૦૦૬માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન અને ૨૧ એપ્રિલ ૨૦૦૭ના રોજ તેમને પંતનગર ખાતેની જી.બી.પંત યુનિવર્સિટી, ઉત્તરાખંડ દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (માનદ ઉપાધિ) અને સંબલપુર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (માનદ ઉપાધિ)થી નવાજવામાં આવ્યા હતા.[૧૭]

૨૦૦૨માં નૃત્યના ૪૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે, જાણીતા હિન્દી ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝાએ તેમના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જેનું શીર્ષક સોનલ હતું,[૧૨] જેણે આ વર્ષ માટે શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.[૧૮]

વર્ષ ૨૦૧૮માં, તેમને પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં યોગદાન બદલ સંગીત નાટક અકાદમી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અકાદમી રત્ન તરીકે પણ ઓળખાય છે.[૧૯]

નૃત્યકલા[ફેરફાર કરો]

 • ઇન્દ્રધનુષ
 • મેરા ભારત
 • દ્રૌપદી
 • ગીત ગોવિંદ[૨૦]
 • સબરસ
 • ચતુરંગ[૨૧]
 • પંચકન્યા
 • દેવી દુર્ગા
 • આત્માયન[૨૨]
 • સમન્વય

પુરસ્કાર[ફેરફાર કરો]

અવતરણ[ફેરફાર કરો]

 • "નૃત્યાંગના એ માત્ર નૃત્યાંગના નથી હોતી. તે/તેણી આ વાતાવરણનો એક ભાગ છે. તે/તેણી શૂન્યાવકાશમાં અસ્તિત્વ ધરાવતી નથી. સમાજ અને તેની ઘટનાઓ તમામ વ્યક્તિઓ, ખાસ કરીને કલાકારો પર અસર કરે છે. જો કોઈ કલાનું સ્વરૂપ હાલના વાતાવરણને પ્રતિબિંબિત કરતું નથી, તો તે સ્થિર થઈ જાય છે."[૨૭]
 • "રાધા પણ એક ભવ્ય છબી છે, પરંતુ તે પ્રેમનું વ્યક્તિત્વ છે જેના વિના કોઈ સર્જન નથી. આપણી પુરુષપ્રધાન પૌરાણિક કથાઓમાં પોતાના પ્રેમની ભીખ માંગતી રાધાના ચરણોમાં કૃષ્ણની છબી એ સૌથી અસામાન્ય છે. ગીત ગોવિંદ ઊંડા આધ્યાત્મિક વિચારોનું આહ્વાન કરે છે, જે સુંદર રીતે લખાયેલા શ્લોકોથી ભરપૂર છે."[૨૦]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

 • The Penguin Book of Indian Dance by Sonal Mansingh, Penguin Books Australia. ISBN 0-14-013921-4.
 • Classical Dances by Sonal Mansingh, Avinash Pasricha, Varsha Das. 2007, Wisdom Publications. ISBN 81-8328-067-6.
 • Draupadi, by Sonal Mansingh; Museum Society of Bombay, 1994.
 • Devpriya conversation with Sonal Mansingh by Yatindra Mishra; Vaani publication.

પૂરક વાંચન[ફેરફાર કરો]

 • Sonal Mansingh Contribution to Odissi Dance by Jiwan Pani. 1992, Centre for Indian Classical Dances. ISBN 81-7304-002-8.
 • Bharata Natyam: Indian Classical Dance Art, by Sunil Kothari. MARG Publications, 1979. Page 169-170.

નોંધ[ફેરફાર કરો]

 1. પંડનાલ્લુર શૈલી ભરતનાટ્યમ ભારતીય નૃત્યની શૈલી છે. તે મુખ્યત્વે નૃત્ય ગુરુ મીનાક્ષી સુંદરમ પિલ્લઇ (૧૮૬૯-૧૯૬૪) ને આભારી છે, જેઓ એક નૃત્ય ગુરુ હતા, જેઓ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં તંજાવુર જિલ્લામાં આવેલા પંડનાલ્લુર ગામમાં રહેતા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Sonal Mansingh, Ram Shakal among four nominated to RS". The Times of India. 14 July 2018. મેળવેલ 14 July 2018.
 2. "Former MP Ram Shakal, RSS leader Rakesh Sinha among four nominated to Rajya Sabha". New Indian Express. 14 July 2018. મેળવેલ 14 July 2018.
 3. "President nominates RSS ideologue Rakesh Sinha among three others to Rajya Sabha". The Economic Times. 14 July 2018. મેળવેલ 14 July 2018.
 4. "Freedom fighter, 'Didi of Dangs', dies at 103 in Surat". The Indian Express (અંગ્રેજીમાં). 2016-04-27. મેળવેલ 2021-02-18.
 5. Sonal Mansingh University of Alberta website, www.ualberta.ca.
 6. National centre for the performing Arts. Quarterly journal. v.12-13, page 3
 7. Sonal Mansingh: The dance of life The Times of India, 9 November 2003.
 8. Khokar, Ashish Mohan (2018-05-17). "Sonal: The 22-carat dancer". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2021-02-18.
 9. Sonal Mansingh nrcw.nic.in.
 10. "The art of diplomacy". The Indian Express. 31 Oct 1999. મેળવેલ 29 May 2012.
 11. "Sonal Mansingh". iloveindia.com. મેળવેલ 29 May 2012.
 12. ૧૨.૦ ૧૨.૧ Biography સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન Official website.
 13. Sonal Mansingh સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન
 14. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
 15. Awards Odissi સંગ્રહિત ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ વેબેક મશિન Sangeet Natak Akademi official website.
 16. Sonal
 17. "String of awards for Sonal Mansingh", The Hindu, 27 April 2007.
 18. "Sonal". મૂળ માંથી 26 June 2019 પર સંગ્રહિત. મેળવેલ 10 September 2008.
 19. "Akademi Ratna for Rajya Sabha MP Sonal Mansingh". The New Indian Express. મેળવેલ 2021-02-18.
 20. ૨૦.૦ ૨૦.૧ Art and Culture Hindustan Times, 18 March 2008.
 21. "Famous Personalities of India". મૂળ માંથી 19 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 3 May 2008.
 22. Legends of India સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન
 23. "Padma Bhushan Awards 1992" (PDF). Padmaawards.gov.in.
 24. "Kalam presents Padma awards". rediff.com.
 25. "Lifetime achievement award for Sonal Mansingh - Times of India". The Times of India (અંગ્રેજીમાં).
 26. India, The Hans (15 September 2016). "Lifetime achievement award for Sonal Mansingh". thehansindia.com (અંગ્રેજીમાં).
 27. Sonal Mansingh સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન www.artindia.net.