પૂર્ણિમાબેન પકવાસા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પૂર્ણિમાબેન પકવાસા
જન્મ૫ ઓક્ટોબર ૧૯૧૩ Edit this on Wikidata
મૃત્યુ૨૫ એપ્રિલ ૨૦૧૬ Edit this on Wikidata

પૂર્ણિમાબેન અરવિંદભાઈ પકવાસા (જન્મ: ૫ ઓક્ટોબર, ૧૯૧૩ – અવસાન: ૨૫ એપ્રિલ, ૨૦૧૬) ડાંગના દીદી તરીકે ઓળખાતા હતા તેમ જ તેણી એક ભારતીય સામાજિક કાર્યકર હતા અને ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં તેમની કર્મભૂમિ હતી. તેણી મંગલદાસ પકવાસાનાં પુત્રવધૂ હતા. તેમની પુત્રી સોનલ માનસિંહ જાણીતા નૃત્યાંગના છે.

સામાજિક સક્રિયતા[ફેરફાર કરો]

૧૮ વર્ષની ઉંમરે દાંડી કૂચમાં તેમણે ભાગ લીધો હતો, જે તેણીનું પ્રથમ સ્વતંત્રતા આંદોલન હતું. આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેણીના સાથી-કેદી તરીકે જેલમાં કસ્તુરબા ગાંધી હતાં. પૂર્ણિમાબેને એમને અંગ્રેજી ભાષામાં વાંચવા અને લખવા માટે શીખવ્યું હતું. મહાત્મા ગાંધીએ તેણીના આ કાર્યને બિરદાવ્યું હતું તથા તેણીને શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આશીર્વાદ આપ્યા હતા. ૧૯૫૬ના વર્ષમાં તેમણે શક્તિદળની શરૂઆત કરી, જે સ્ત્રીઓ માટે સાંસ્કૃતિક, ભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણનું કાર્ય કરતી એક સંસ્થા છે. પાછળથી ૧૯૬૯ના વર્ષમાં, તેનું ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. સાપુતારા ખાતે આ વિદ્યાપીઠની વિસ્તૃત પ્રવૃત્તિઓ સ્વરુપે એક સંપૂર્ણ સુવિધાયુક્ત નિવાસી શાળા અને કોલેજની શરૂઆત કરવામાં આવી હતી. ૨૦૦૪ના વર્ષમાં તેમને સમાજસેવાના કાર્ય બદલ પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧] તેમણે ઓક્ટોબર ૨૦૧૩માં ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં હતાં[૨] અને ૨૫મી એપ્રિલ, ૨૦૧૬ના દિવસે, ૧૦૨ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૫. Retrieved ૨૧ જુલાઈ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Dang's Didi Poornimaben Pakvasa completes 100 years of life". DeshGujarat. ૫ ઓક્ટોબર ૨૦૧૩. Retrieved ૧૭ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "Freedom fighter, 'Didi of Dangs', dies at 103 in Surat". The Indian Express (અંગ્રેજી માં). ૨૭ એપ્રિલ ૨૦૧૬. Retrieved ૨૧ નવેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]