સોસ્યો

વિકિપીડિયામાંથી
સોસ્યો

સોસ્યો એ ભારતીય સોડા પીણું છે, જે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વેચાણમાં છે. તેનું મુખ્ય મથક સુરતમાં છે.[૧]

ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શરૂ થયેલા સ્વદેશી ચળવળની નીપજ છે. મોહસીન હજૂરીએ ૧૯૨૭માં સુરતમાં સોસ્યોને બ્રિટનના વિમટોની સામે ભારતીય પીણાં તરીકે રજૂ કર્યું હતું. વિમટોનું વિતરણ ભારતમાં ૧૯૨૩થી મોહસીન હજૂરી કરતા હતા.[૨]

સોસ્યોને શરૂઆતમાં ગુજરાતમાં લોકોને આકર્ષવા માટે વ્હિસ્કી નૉ તરીકે ઓળખાતું હતું. તે કારખાનામાં લખોટીવાળા સોડાની બાટલીમાં સલાબતપુરામાં હજુરી એન્ડ સન્સ દ્વારા બનાવવામાં આવતું હતું. હાલનું નામ લેટિન શબ્દ 'સોસિયસ' માંથી લેવામાં આવ્યો કારણ કે તે પછી સામાજીક પીણું બન્યું હતું. 'વ્હિસ્કી નૉ' નામ સોસ્યો આલ્કોહોલ જેવો સ્વાદ ધરાવતો હોવાથી આપવામાં આવ્યું હતું.[૨]

સોસ્યો દ્રાક્ષ અને સફરજનના રસનું મિશ્રણ છે અને કેટલીક સામ્રગી જર્મની અને ઈટલીમાંથી મંગાવીને ઉમેરવામાં આવે છે.[૨]

મુખ્યત્વે સુરત અને ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રાંતોમાં દર વર્ષે ૫ કરોડ જેટલી સોસ્યોનું વેચાણ થાય છે. તે યુએઇ, દક્ષિણ આફ્રિકા, ન્યૂ ઝિલેન્ડ, યુકે અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે. નિકાસ કરાતા સોસ્યો પર 'ભારતીય પીણું' એવાં શબ્દો અંકિત કરાય છે અને બાટલીઓ પર ત્રિરંગી દેખાવ હોય છે.[૨]

જાન્યુઆરી ૨૦૨૩માં રિલાયન્સ રિટેલે સોસ્યો હજૂરી બેવરેજીસમાં ૫૦% હિસ્સો ખરીદ્યો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "India's oldest fizzy drink Sosyo plans to become a national brand". timesofindia-economictimes. ૧૯ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૧૮ એપ્રિલ ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Khurana, Ashlesha (૧ માર્ચ ૨૦૦૯). "Sosyo: Gandhi-inspired drink close to whisky-rum cocktail!". The Times of India. સુરત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૪.
  3. "Reliance to acquire 50 pc stake in Sosyo Hajoori Beverages". ETRetail.com (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-03.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]