સ્વપ્નતીર્થ

વિકિપીડિયામાંથી
સ્વપ્નતીર્થ
લેખકરાધેશ્યામ શર્મા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવલકથા
પ્રકાશિત૧૯૭૯
પ્રકાશકઆર. આર. શેઠ ઍન્ડ કં. (મુંબઈ)
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૭૪
OCLC5945871
દશાંશ વર્ગીકરણ
891.473
પહેલાનું પુસ્તકફેરો (૧૯૬૮) 

સ્વપ્નતીર્થરાધેશ્યામ શર્માની એક ગુજરાતી નવલકથા છે. ૧૯૭૯માં પ્રકાશિત આ નવલકથાની ગુજરાતી નવલકથાઓ પર વ્યાપક અસર થઈ હતી.[૧]

પાત્રો[ફેરફાર કરો]

  • નવીન - એક યુવાન કિશોર છોકરો
  • શાંતા - નવીનની માતા
  • વિનાયક કાકા - નવીનના કાકા
  • ઘનશ્યામલાલજી મહારાજ - એક હિન્દુ પૂજારી
  • ભાલુભાઇ સંઘવી અને સોહનભાઇ - યાત્રાધામના બે વ્યક્તિ જેમની સાથે નવીનને સમલૈંગિક સંબંધ છે

કથાનક[ફેરફાર કરો]

આ એક કિશોર નવીનની કથા છે જે ધાર્મિક હોવાના કારણે, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરમાં પગપાળા યાત્રાળુ છે. તેના પિતા મથુરદાસનું મૃત્યુ શંકાસ્પદ રીતે થયું છે. તેની માતા શાંતા અન્ય બે વ્યક્તિઓ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે. પહેલા તેમના કાકા વિનાયક કાકા છે, જેઓ વારંવાર તેમના ઘરે આવે છે અને બીજો ધર્મગુરુ ઘનશ્યામ મહારાજ છે. આ એવા આવશ્યક તત્ત્વો છે જે અંતે પિતા-પુત્રના સંબંધો વચ્ચે ગૂંથણ કરે છે. એક સ્વપ્ન રોજનીશીમાં દરરોજના વર્ણનોને અનુસરે છે.[૨] [૩]

પ્રારૂપ[ફેરફાર કરો]

નવલકથા ત્રણ સ્તરે ચાલે છે : કથકનો સૂક્ષ્મ અવાજ, કિશોર છોકરાનો ચિત્રથી ભરેલો સ્વપ્નક્રમ અને તેની રોજનીશીનો સપાટ નીરસ પુનરાવર્તિત થતો શાળા-યુગનો સૂર.[૨][૩] આ નવલકથામાં સ્વપ્નક્રમ અને સ્વપ્નદ્રષ્ટિની તકનીકોનો ઉપયોગ થયો છે. નવલકથાનું ગદ્ય અસહજ અને કંટાળાજનક છે.

વિવેચન[ફેરફાર કરો]

જયંત ગાડિતે લખ્યું હતું કે, આ નવલકથા આપણને સંપૂર્ણ વાર્તા આપતી નથી, પરંતુ તે નવલકથાના મુખ્ય નાયક નવીનની ચેતનાની આસપાસ કેન્દ્રિત છે. પ્રવીણ દરજીએ આ નવલકથાને તેના ગદ્ય માટે નોંધપાત્ર ગણી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Indian Literature. Vol. 27. New Delhi: Sahitya Akademi. 1984. પૃષ્ઠ 74. મેળવેલ 7 February 2017. |volume= has extra text (મદદ)
  2. ૨.૦ ૨.૧ Topiwala, Chandrakant (November–December 1980). "Gujarati: The Dominance of Poetry". Indian Literature. 23 (-6): 11. JSTOR 23330254.
  3. ૩.૦ ૩.૧ P. K. Rajan (1989). The Growth of the Novel in India, 1950-1980. New Delhi: Abhinav Publications. પૃષ્ઠ 75. ISBN 978-81-7017-259-8. મેળવેલ 15 February 2017.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]