લખાણ પર જાઓ

હીજડા

વિકિપીડિયામાંથી
હીજડા
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 India૪,૯૦,૦૦૦ (૨૦૧૧)[૧]
 પાકિસ્તાન૧૦,૪૧૮(૨૦૧૭)[૨]
 Bangladesh૧૦,૦૦૦-૫,૦૦,૦૦૦ [૩](અનુમાનિત)
   Nepalવસ્તી ગણતરી થઈ, આંકડા જાહેર નથી કર્યા

હીજડાભારતીય ઉપખંડમાં રહેતા કિન્નરો, ઈતર લિંગી લોકો માટે વપરાતો શબ્દ છે.[૪] [૫] તેઓ અરવાણી,અરુવાણી,જગપ્પા[૬] અથવા છક્કા,[૭] તરીકે પણ ઓળખાય છે. ભારતમાં હીજડા સમુદાય, પૌરાણીક નૃત્ય સંગીત થી મનોરંજન કરનારા સમૂહ પરથી પોતાને કીન્નર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.

ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં હિઝડાઓને સંપૂર્ણપણે પુરુષ કે સ્ત્રી માનવામાં ન આવતા હોવાથી સત્તાવાર રીતે ત્રીજા જાતિ તરીકે માન્યતા આપવામાં આવે છે.[૮] [૯] કામસૂત્ર કાળ થી લઈને હીજડાઓનો ભારતીય ઉપખંડમાં એક ઇતિહાસ જોવા મળે છે.

ઘણા હીજડાઓ ગુરુની આગેવાનીમાં સુચાલિત અને વ્યવસ્થિત હીજડા સમુદાયોમાં રહે છે.[૧૦] આ સમુદાયોમાં તે પારાવાઅર ગરીબીમાં રહેતા, ઘર છોડીને નીકળી ગયેલા, પરિવાર અને સમાજ દ્વારા બહિષ્કૃત થયેલા વ્યક્તિઓ સદીઓથી આવા સમુદાયોમાં આવી વસે છે.[૧૧] ઘણા લોકો અસ્તિત્વ માટે દેહ-વિક્રયનો વ્યવસાય(સેક્સ વર્કર તરીકે)કરે છે. [૧૨]

હીજડા એ એક હિન્દુસ્તાની શબ્દ છે. [૧૩] પરંપરાગત રીતે તેનું અંગ્રેજીમાં ભાષાંતર યુનક(eunuch) અથવા હર્માફ્રોડાઈટ(hermaphrodite) તરીકે કરવામાં આવે છે અને અહીં પુરૂષ જનનેન્દ્રિયોની અનિયમિતતા એ વ્યાખ્યા કેન્દ્રિત હોય છે. [૧૪] જો કે, સામાન્ય રીતે હીજડા નર સ્વરૂપે જન્મે છે, અમુક જ એવા હોય છે જેનો જન્મ ઇતર લિંગી રૂપે થાય છે. [૧૫] કેટલાક હીજડાઓ સમુદાયમાં પ્રવેશવા માટે નિરવાણ નામના દીક્ષા વિધિ કરાવે છે, જેમાં શિશ્ન, અંડકોશ અને વૃષણને દૂર કરવામાં આવે છે.[૧૨]

૨૦ મી સદીના અંતથી, કેટલાક હીજડા સમાજ કાર્યકરો અને બિન-સરકારી સંગઠનો (એન. જી. ઓ)એ હીજડાઓને માણસ કે સ્ત્રી સિવાયના ત્રીજી જાતિ તરીકે સત્તાવાર માન્યતા મળે તે માટે ઝુંબેશ ચલાવી, લોબિંગ કર્યું છે [૧૬] હીજડાઓને બાંગ્લાદેશમાં આ માન્યતા મળી છે અને તેઓને શિક્ષણમાં અગ્રતા મળે છે.[૧૭] ભારતમાં, સર્વોચ્ચ ન્યાયાલયે એપ્રિલ ૨૦૧૪ ના દિવસે હીજડા, ટ્રાન્સ જેન્ડર, કીન્નરો, યુનક, ઇતરલિંગી વગેરેને ત્રીજી જાતિ તરીકે કાયદેસર માન્યતા આપી છે.[૪] [૧૮] [૧૯] નેપાળ, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ બધાએ ત્રીજી જાતિના અસ્તિત્વને કાયદેસર રીતે સ્વીકાર્યું છે, જેમાં ભારતે અને નેપાળે તેમના પાસપોર્ટ અને કેટલાક સત્તાવાર દસ્તાવેજોમાં પણ ત્રીજી જાતિના વિકલ્પનો સમાવેશ કર્યો છે.[૨૦]

પરિભાષા[ફેરફાર કરો]

હિન્દુસ્તાની શબ્દ હીજડાને એકાંતરે હીજીરા, હીજરા, હીજરાહ વગેરે નામે બોલાવાય છે. આ શબ્દ ઉર્દૂમાં અપમાન જનક ગણવામાં આવે છે અને તેને બદલે વધુ સભ્ય શબ્દ ખ્વાજા સારા વપરાય છે. આ પ્રકારનો બીજો શબ્દ છે ખસુઆ અથવા ખુસરા. બંગાળીમાં, હીજડાને હીજરા, હીજ્રા, હીજલા, હીજ્રે, હીઝરા કે હીઝરે કહેવાય છે.

ભારતીય ઉપખંડમાં સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યસભરતા ને કારણે તેજ લિંગની ઓળખ માટે ભિન્ન ભિન્ન શબ્દો હોય છે. તેમનો અર્થ મોટે ભાગે સમાન થતો હોવા છતાં પ્રાદેશિક સાંસ્કૃતિક તફાવતોને કારણે તેઓને તે સંસ્કૃતિની પૃષ્ઠભૂમિમાં જ સારી રીતે સમજી શકાય છે. ઓડિયા માં હીજડાને હીંજીડા, હેંજડા અથવા નપુંસક કહે છે. તેલુગુમાં નપુંસકુડુ(నపుంసకుడు ), કોજ્જા(కొజ్జ) અથવા માડ (మాడ), તમિળમાં થિરુ નાંગાઈ (મિસ્ટર વુમન), અલી, અરવન્ની, અરાવની અથવા અરુવાની, પંજાબીમાંખુસરા અથવા જાન્ખા , કન્નડમાં મંગલમુખી (ಮಂಗಳಮುಖಿ) અથવા છક્કા (ಚಕ್ಕ), સિંધીમાં ખાદ્રા તરીકે, અને ગુજરાતીમાં પવૈયા તરીકે (પાવૈયા) ઓળખવામાં આવે છે.

ઉત્તર ભારતમાં પાવૈયાઓ દ્વારા બહુચરા માતાની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં, રેણુકા દેવીમાં કોઈની જાતિ બદલવાની શક્તિ હોવાનું માનવામાં આવે છે. સ્ત્રી વસ્ત્રોમાં પુરૂષ ભક્તોને જોગપ્પા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હીજડા સમાન જ ભૂમિકાઓ ભજવે છે, જેમ કે જન્મ સમારોહ અને લગ્નમાં નૃત્ય અને ગાયન. [૨૧]

કોથી (અથવા કોટી) શબ્દ ભારતમાં સામાન્ય છે જેમકે થાઇલેન્ડમાં કેથોય, જોકે કોથીઓ ઘણીવાર હીજડાથી અલગ પડે છે. કોથીઓ સ્ત્રૈણ પુરૂષો અથવા છોકરાઓ હોય છે જે પુરુષો સાથે સંભોગમાં સ્ત્રીની ભૂમિકા લે છે, પરંતુ હીજડાઓની જેમ ઇરાદાપૂર્વકના તેમના સમુદાયોમાં રહેતા નથી. આ ઉપરાંત, બધા કોઠીઓ હીજડા બનવા માટે દીક્ષા વિધિઓ કે શરીર સુધારણાનાં પગલાં લીધાં નથી. [૨૨] કોથીઓ માટે સ્થાનિક સંસ્કૃતિમાં દુરાની( કોલકાતા ), મેનકા(કોચિન),મેતી (નેપાળ) અને ઝેનાના(પાકિસ્તાન) જેવા નામો વપરાય છે.

હીજડાનું અંગ્રેજીમાં ભાષાંતર ""યુનક અથવા "હર્માફ્રોડાઇટ" તરીકે થતું હોય છે. [૧૪] જોકે એલ. જી. બી. ટી ઇતિહાસકારો અથવા માનવાધિકાર કાર્યકર્તાઓએ તેમને ટ્રાંસજેન્ડર તરીકે શામેલ કરવાની માંગ કરે છે. [૧૧] ભારતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને ટ્રાંસજેન્ડર નિષ્ણાતોની સમિતિ દ્વારા ઓક્ટોબર ૨૦૧૩ થી જાન્યુઆરી ૨૦૧૪ ની વચ્ચે બોલાવવામાં આવેલી બેઠકોની શ્રેણીમાં, હીજડાઓ અને અન્ય ઈતર લિંગીઓએ સરકારી દસ્તાવેજોમાં યુનક શબ્દ હટાવવા કહ્યું હતું"કેમકે તે એ શબ્દ હીજડા કે ઈતર લિંગી સમુદાયોની યોગ્ય ઓળખ આપતો નથી.

ભાષા[ફેરફાર કરો]

હીજડા સમુદાયે એક ગુપ્ત ભાષા વિકસાવી હતી જેને હીજડા ફારસી તરીકે ઓળખવામાં આવે છે. [૨૩] ભાષામાં વાક્યની રચના મોટે ભાગે હિન્દુસ્તાની હોય છે અને ઓછામાં ઓછી એક હજાર શબ્દોના ખાસ શબ્દભંડોળ પર આધારિત છે. હિન્દીભાષી હીજડા સમુદાય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિધિઓ માટેના અને કેટલાક સગપણના નિયમો અને નામો, હીજડા સમુદાયની બહારના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નામો કરતા અલગ છે. દાખલા તરીકે સામાન્ય હિંદીમાં દાદી એ પિતૃ દાદી માટેનો શબ્દ છે પણ હીજડા સમુદાયમાં ગુરુના ગુરુને સંબોધવા માટે તે વપરાય છે. [૨૪] ઉપમહાદ્વીપના ઉર્દૂ-હિન્દી ભાષિત વિસ્તારો ઉપરાંત, હજી પણ હીજડા સમુદાય તેમની મૂળ ભાષાઓમાં જ શબ્દભંડોળનો ઉપયોગ કરે છે.   [ સંદર્ભ આપો ]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "First count of third gender in census: 4.9 lakh | India News - Times of India". The Times of India.
 2. Khan, Mubarak Zeb (26 August 2017). "Census shows over 10,000 transgender population in Pakistan". DAWN.COM.
 3. Anam, Tahmima (2 July 2015). "Opinion | Transgender Rights, Bangladesh Style". The New York Times.
 4. ૪.૦ ૪.૧ "India recognises transgender people as third gender". The Guardian. 15 April 2014. મેળવેલ 15 April 2014.
 5. Shaw et al. 2017, Köllen 2016, Seow 2017, Ginicola, Smith & Filmore 2017
 6. Sharma, Preeti (2012). "Historical Background and Legal Status of Third Gender in Indian Society" (PDF). મૂળ (PDF) માંથી 3 February 2014 પર સંગ્રહિત. Cite journal requires |journal= (મદદ)
 7. Ratra 2006.
 8. Shaw et al. 2017, Bevan 2016
 9. "7 Countries Giving Transgender People Fundamental Rights the U.S. Still Won't". mic.com. મેળવેલ 17 June 2016.

  "Hijras and Bangladesh: The creation of a third gender". pandeia.eu. 2 December 2013. મૂળ માંથી 5 જુલાઈ 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 June 2016. Check date values in: |archive-date= (મદદ)
 10. Nanda 1985

  Cohen 1995
 11. ૧૧.૦ ૧૧.૧ Towle & Morgan 2002.
 12. ૧૨.૦ ૧૨.૧ Nanda 1996
 13. Reddy 2010

  Chettiar 2015
 14. ૧૪.૦ ૧૪.૧ Nanda 1999.
 15. Nanda 1991.
 16. Agrawal 1997.
 17. "Gurus of eunuchs can not recommend castration: Govt". 9 March 2012.

  Karim, Mohosinul (11 November 2013). "Hijras now a separate gender". Dhaka Tribune. મૂળ માંથી 11 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 11 November 2013.
 18. McCoy, Terrence (15 April 2014). "India now recognizes transgender citizens as 'third gender'". Washington Post. મેળવેલ 15 April 2014.
 19. "Supreme Court recognizes transgenders as 'third gender'". Times of India. 15 April 2014. મેળવેલ 15 April 2014.
 20. Julfikar Ali Manik and Ellen Barry, "A Transgender Bangladeshi Changes Perceptions After Catching Murder Suspects", New York Times, 3 April 2015.
 21. Bradford 1983.
 22. Reddy & Nanda 1997.
 23. Hall 2001
 24. Hall, K. (1996). Lexical subversion in India’s Hijra community. In Gender and Belief Systems: Proceedings of the Third Berkeley Women and Language Conference. Berkeley, CA: Berkeley Women and Language Group (pp. 279-292).