લખાણ પર જાઓ

કર્મનાશા નદી

વિકિપીડિયામાંથી
(Karmanasa River થી અહીં વાળેલું)
કર્મનાશા નદી (कर्मनाशा नदी)
નદી
દેશ ભારત
રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર
સ્ત્રોત
 - સ્થાન સરોદાગ, કૈમૂર જિલ્લો, કૈમૂરની ટેકરીઓ
 - ઉંચાઇ ૩૫૦ m (૧,૧૪૮ ft)
મુખ ગંગા
 - સ્થાન ચૌસા
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૧૯૨ km (૧૧૯ mi)

કર્મનાશા નદી ગંગા નદીની એક સહાયક નદી છે. તે ભારત દેશના બિહાર રાજ્યના કૈમુર જિલ્લાની કૈમુરની ટેકરીઓમાંથી ઉદ્દભવે છે અને ભારતીય રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી વહે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના સોનભદ્રા, ચંદૌલી, વારાણસી અને ગાજીપુર જિલ્લાઓમાં તે સરહદ પર વહે છે. તેના ડાબા કિનારા પર કૈમુર અને બકસર જિલ્લાઓ (બિહાર બાજુ) આવેલા છે.[][][][]

આ નદીના નામનો અર્થ "કર્મનો નાશ કરનારી" એમ થાય છે. તે વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે.[]

એ પૈકી એક દંતકથા અનુસાર, ઋષિ વિશ્વામિત્ર દ્વારા નવું બ્રહ્માંડ બનાવવા માટેની શક્તિ મેળવવા માટે તપસ્યા (તપશ્ચર્યા, ધ્યાન અને યોગ્ય વ્યવહાર) કરવામાં આવી હતી. ત્યારે તેમને એક નવા બ્રહ્માંડ રચના કરતાં જોઈને ઇન્દ્ર એ ગુસ્સે થઈને ઉગ્રતા ધારણ કરી. જો કે, વિશ્વામિત્રે તેમનું કાર્ય ચાલુ રાખ્યું અને તેમણે શરૂઆતમાં માણસો બનાવ્યા. એમાં પ્રથમ વ્યક્તિ તરીકે ત્રિશંકુ હતા, જેમને તેઓએ નવા બ્રહ્માંડની રાજધૂરા સોંપવા માટે નિર્ણય લીધો. ઇન્દ્રએ એમના આ કાર્યને બંધ કરાવ્યું. આના કારણે ત્રિશંકુનું માથું હવામાં લટકતું રહી ગયું. આ કર્મનાશા નદીનો ઉદ્ભવ તેમના મોં માંથી બહાર આવતી લાળમાંથી થયો હતો.[]

આ કર્મનાશા નદી બિહાર રાજ્યના કૈમુર જિલ્લામાં દરિયાઈ સપાટીથી 350 metres (1,150 ft) જેટલી ઊંચાઇ આવેલ કૈમુરની ટેકરીઓ પરથી સરોદાગ નજીકથી નીકળે છે.[] પછી તે ઉત્તર-પશ્ચિમ દિશામાં મિરઝાપુર ખાતે મેદાનોમાં આવે છે. પછી ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે સરહદ બનાવતી વહે છે અને છેલ્લે ચૌસા નજીક ગંગા નદીમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ છે 192 kilometres (119 mi) જેટલી છે, જે પૈકી 116 kilometres (72 mi) જેટલી લંબાઈ ઉત્તર પ્રદેશમાં અને બાકીના 76 kilometres (47 mi) જેટલી લંબાઈ ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ તરીકે વહે છે. આ નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર તેની ઉપનદીઓ સાથે 11,709 square kilometres (4,521 sq mi) જેટલો છે.

ઉપનદીઓ

[ફેરફાર કરો]

તેની ઉપનદીઓ દુર્ગાવતી, ચંદ્રપ્રભા, કરુનુતી, નાદી અને ખજુરી છે.

આ નદી મેદાનોમાં પહોંચે તે પહેલાં બે ધોધ દ્વારા નીચે ઉતરે છે. આ બે ધોધ દેવદરી અને છાનપથર તરીકે ઓળખાય છે. આ બંને ધોધ તેમની ઊંચાઇ અને સુંદરતા માટે નોંધપાત્ર છે.[] છાનપથર ધોધ 100 feet (30 m) ઊંચાઈ પરથી પડે છે,[]  જ્યારે દેવદરી ધોધ રોહતાસના ઉચ્ચપ્રદેશના અંતની ધાર પરથી 58 metres (190 ft) ઊંચાઈ પરથી પડે છે.[૧૦] જોકે, ચંદૌલી જિલ્લા વહીવટ દ્વારા તેનો ઉલ્લેખ દેવદરી ધોધ ચંદ્રપ્રભા નદી પર છે તેમ કરવામાં આવેલ છે.[૧૧]

બંધો અને પુલો

[ફેરફાર કરો]

આ નદી પર બે બંધ બાંધવામાં આવેલ છે – લતિફ શાહ બંધ અને નવગઢ બંધ. ચંદ્રપ્રભા નદી પર પણ એક બંધ બાંધવામાં આવેલ છે.[૧૨]

ગ્રાન્ડ ટ્રંક રોડ આ નદી પરથી પુલ દ્વારા પસાર થાય છે.[૧૩]

અન્ય નદી

[ફેરફાર કરો]

કર્મનાશા નામની અન્ય એક નદી ગઢવાલ હિમાલય ખાતે પણ આવેલી છે.[૧૪]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "RASHTRIYA SAM VIKASH YOJANA - Revised District Plan" (PDF). Rivers. District administration. મૂળ (PDF) માંથી April 10, 2009 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  2. "Chandauli". Chandauli district administration. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  3. "Recent advances in Indo-Pacific prehistory: proceedings of the international .. By Virendra N. Misra, Peter Bellwood". p. 473. Google books. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  4. "Ghazipur". Ghazipur district administration. મૂળ માંથી 2018-01-02 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  5.  ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Karamnasa". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  6. "One - Myself". મેળવેલ ૫ મે ૨૦૧૦.
  7. "Hydrology and Water Resources of India By Sharad K. Jain, Pushpendra K. Agarwal, Vijay P. Singh". pp. 356-357. Google books. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  8. Hunter, William Wilson. "The Imperial Gazetter of India (Volume 9), page 54 of 64". Mirzapur 45.5. Electronic Library. મૂળ માંથી 2012-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-28.
  9. Kapoor, Subodh. The Indian Encyclopaedia:. Google books. મેળવેલ 2010-06-28.
  10. K.Bharatdwaj. ".Physical Geography: Hydrosphere". p. 154. Google books. મેળવેલ 2010-05-14.
  11. "Tourism". Chandauli district administration. મેળવેલ 2010-06-28.
  12. "Naugarh falls short of water for irrigation". Times of India, Varanasi, 3 February 2010. ૨૦૧૦-૦૨-૦૩. મૂળ માંથી 2011-03-18 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૦.
  13. Sir John Houlton, Bihar, the Heart of India, p. 180, Orient Longmans, 1949
  14. "Environmental studies for Vishnugad Pipalkoti Hydro Electric Project" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૦.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • NIE-ન્યૂ ઈન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા, શીર્ષક-કર્મનાશા, આવૃત્તિ-૧૯૦૫