લખાણ પર જાઓ

બર્મા

વિકિપીડિયામાંથી

પ્યી-ડૌઁગ-જૂ મ્યાન-મા નૈંગ-ન્ગાન-ડૉ

મ્યાન્માર સંઘ
મ્યાન્મારનો ધ્વજ
ધ્વજ
મ્યાન્માર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: -
રાષ્ટ્રગીત: કાબા મા ક્યેઈ
Location of મ્યાન્માર
રાજધાનીનાએપ્યીડૉ
સૌથી મોટું શહેરરંગૂન
અધિકૃત ભાષાઓબર્મી
લોકોની ઓળખબર્મીસ
સરકારસૈનિક શાસન
થાન શ્વે
થીન સીન
સ્થાપના
• સંયુક્ત રાજશાહી થી સ્વતંત્રતા
૪ જાન્યૂઆરી ૧૯૪૮
• જળ (%)
૩.૦૬
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૫૦,૫૧૯,૦૦૦² (૨૪મો)
• જુલાઈ ૨૦૦૯ (અનુમાન) વસ્તી ગણતરી
૪,૮૧,૩૭,૭૪૧
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૯૩.૭૭ બિલિયન (૫૯મો)
• Per capita
$૧,૬૯૧ (૧૫૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૮૩
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૩૨મો
ચલણક્યાટ (K) (mmK)
સમય વિસ્તારUTC+૬:૩૦ (MMT)
• ઉનાળુ (DST)
UTC+૬ (not observed)
ટેલિફોન કોડ૯૫ - ઉપકૂટ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).બીડી
અમુક સરકારો રંગૂનને દેશની રાજધાનીના રૂપ માં માન્યતા દે છે.
આ દેશ ના અનુમાનમાં એઇડ્સથી મરવા વાળા લોકોની સંખ્યા ને પણ ધ્યાનમાં રખાઈ છે, જેથી જીવન ટકાવારીમાં ઘટાડો, બાલ મૃત્યુ દરમાં વૃદ્ધિ, જનસંખ્યા વૃદ્ધિદરમાં ઘટાડો અને વસતિની આયુ અને લિંગમાં પરિવર્તનના વિતરણમાં પરિવર્તન દેખાય છે.

મ્યાન્માર, મ્યાંમાર, અથવા બ્રહ્મદેશ એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહેર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.

નામકરણ

[ફેરફાર કરો]

બર્મી ભાષામાં, બર્માને મ્યનમાહ કે પછી બામા નામથી ઓળખાય છે. બ્રિટિશ રાજ પછી આ દેશ ને અંગ્રેજી માં બર્મા કહેવામાં આવ્યો. સન ૧૯૮૯માં દેશની સૈનિક સરકારે પ્રાચીન અંગ્રેજી નામોને બદલીને પારંપરિક બર્મી નામ કરી દીધાં. આ રીતે બર્માને મ્યાન્માર અને પૂર્વ રાજધાની અને સૌથી મોટા શહેરને યાંગૂન નામ દેવાયું.

બર્મા દક્ષિણ પુર્વ એશિયાનો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના મિઝોરમ, નાગાલેંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને બાંગ્લાદેશના ચિત્તાગોંગ પ્રાંતને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્માની અગ્નિમાં લાઓસ અને થાઇલેન્ડ દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.

બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે યારવાડી, સાલવીન અને સીતાંગ યારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબનની ખાડીમાં મળતા પહેલાં આ નદી બર્માની સૌથી ઉપજાઉ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આજ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે. દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખાની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી) ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષિક અહીનાં તટ ક્ષેત્રોમાં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોમાં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.

રાજ્ય અને મંડળ

[ફેરફાર કરો]

બર્મા ને સાત રાજ્ય અને સાત મંડળમાં વિભાજિત કરાયો છે. જ્યાં બર્મી લોકોની જનસંખ્યા અધિક છે તેને મંડળ કહે છે. રાજ્ય તે મંડળ છે, જે કોઈ વિશેષ જાતીય અલ્પસંખ્યકોનું ઘર હોય.

મંડળ

  • યારવાડી મંડળ
  • બાગો મંડળ
  • માગવે મંડળ
  • મણ્ડાલે મંડળ
  • સાગાઇન્ગ મંડળ
  • તનીન્થારાઈ મંડળ
  • યાંગોન મંડળ

રાજ્ય

  • ચિન રાજ્ય
  • કચિન રાજ્ય
  • કાયિન રાજ્ય
  • કાયાહ રાજ્ય
  • મોન રાજ્ય
  • રખીને રાજ્ય
  • શાન રાજ્ય

એકમ પદ્ધતિ

[ફેરફાર કરો]

બર્મા વિશ્વના એ ત્રણ દેશોમાં શામિલ છે, જે આંતરરાષ્ટીય એકમ પદ્ધતિનો કરતાં ઉપયોગ નથી.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]