વિકિપીડિયા ચર્ચા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આયોજનની તારીખો[ફેરફાર કરો]

આ આયોજનની તારીખો ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફ રીડ થોન સાથે અથડાય છે. શક્ય હોય તો તારીખો પાછળ હટાવવા વિનંતી, જેથી બન્ને આયોજનમાં વધુ યોગદાન મેળાવી શકાશે. --Sushant savla (ચર્ચા) ૨૧:૨૦, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ સાથે સહમત. --Vijay Barot (ચર્ચા) ૦૯:૨૮, ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Sushant savla અને Vijay Barot: આપની ચિંતા વ્યાજબી છે. કારણ કે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્ત્રોતનો સમુદાય ખૂબ જ નાનો છે; સાથે જ તેમાં યોગદાનકર્તાઓનું અધિવ્યાપન ખૂબ જ છે. તથા વૉટ્સઍપ પર પણ નિઝીલભાઈનું સૂચન મળ્યું છે કે દિવાળી પછી સ્પર્ધાનું આયોજન થાય. વધુમાં, મારે પણ તારીખ ૨-૭મી નવેમ્બર દરમિયાન શૈક્ષણિક પરીક્ષાઓનું આયોજન છે. તેથી, તમામની સૂચનાઓ અને પરિસ્થિતિઓને માન આપી આગામી સ્પર્ધાને ૧૫ દિવસ પછી આયોજિત કરવાનું નક્કી કરીએ છીએ. નવો અંતરાળ ૧૬મીથી ૩૦મી નવેમ્બર રહેશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૨૮, ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

આભાર હર્ષિલ મહેતા. આપણે સૌ મિત્રો સાથે મળીને બન્ને સ્પર્ધાઓને તંદુરસ્ત હરીફાઈ તરીકે ગણી શક્ય તેટલું વધુ યોગદાન આપી ઍડિટોથોનને સફળ બનાવીએ તેવી આશા સહ. --Vijay Barot (ચર્ચા) ૨૦:૨૫, ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

ફાઉન્ટેન ટૂલ અને સાઇટ નોટીસ[ફેરફાર કરો]

@KartikMistry અને Dsvyas: શું ફાઉન્ટેન ટૂલ તૈયાર થઈ ગયું છે કે જેથી તેનો ઉપયોગ ઍડિટાથોનમાં ચાલુ કરી શકાય? અને બીજું એ કે અત્યારે સાઇટ નોટીસ પ્રૂફરીડથોનની છે તો તેને બદલે આ સ્પર્ધાની કરી શકાય?--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૦૧, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

સાઇટ નોટિસ મૂકી દીધી છે, અહિં અને વિકિસ્રોત પર પણ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
ફાઉન્ટેન ટૂલ વિનંતી મૂકી છે. હાલ પૂરતો મેન્યુઅલ ઢાંચો, ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા ઍડિટાથોન ૨૦૨૦ મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૮, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
આભાર.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૪૨, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

જ્ઞાતિવિષયક લેખોનો ઍડિટાથોનમાં સમાવેશ?[ફેરફાર કરો]

શું આપણે આ ઍડિટાથોનમાં જ્ઞાતિવિષયક લેખોનો સમાવેશ કરવો છે? કારણ કે જ્ઞાતિ, સિનેમા, સાહિત્ય વગેરે જેવા વિષયો આને લગતા છે છતાં મારા મત પ્રમાણે મૂળ હેતુથી સહેજ દૂર થઈ જાય છે. આપણો મૂળ હેતુ સ્થાપત્ય, ઈતિહાસ, લલિતકળા, પૌરાણિકકથાઓ, નૃત્યો, પહેરવેશ, ખાણીપીણી, સંગીત, ઉત્સવોની આસપાસ આ ઍડિટાથોન રાખવાનો હતો; જ્ઞાતિ વિશે તો પહેલેથી જ ઘણાં પૃષ્ઠો ઉપલબ્ધ છે. સૌ પોતાનો મત જણાવે તેની વિનંતી.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૮, ૨૩ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

ગુજરાતી સંસ્કૃતિ સાથે સંબંધિત હોય તેવા અને તટસ્થ લેખો મારા મતે ઉમેરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૫૫, ૨૩ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
વાંધો નહીં પણ શું ગુજરાતી થિયેટર આર્ટિસ્ટનો અને સિનેમાનો પણ તેમાં સમાવેશ કરી શકાય? સુશાંતભાઈએ મને તેના વિશે પહેલાં પૂછ્યું હતું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૦૨, ૨૩ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]